નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હોસ્ટેલમાં ભણવા જતી દીકરીને શું કહું?





બહારગામ હોસ્ટેલમાં રહેતી દીકરીએ સાવધ રહેવું જોઇએ. ઘણી વાર આવી યુવતીઓ સાથે અનિચ્છનીય ઘટના બને છે. પરિણામે યુવતી અને પરિવારને સમસ્યાનો સામનો કરવાનું આવે છે.

આ લેખમાં બહુ જ અગત્યનો, અત્યંત રસપ્રદ અને આજની સામાજિક સ્થિતિમાં કાયદો ક્યાં મદદે આવી શકે એમ છે તેની વાત કહેવાનું બહુ જરૂરી લાગે છે. થોડાક દિવસ પહેલાં મારી પાસે એક બહેન આવ્યાં અને તેમણે મને કહ્યું કે, તેઓ મહિલાઓને લગતા કાયદાઓના લેખ નિયમિત વાંચે છે અને તેમને હવે ખ્યાલ આવ્યો છે કે મહિલાના રક્ષણ માટે ઘણા કાયદા છે અને મહિલાને પણ પોતાને ઘણા અધિકાર છે. તેમને એક પ્રશ્ન મૂંઝવતો હતો, જેના માટે તેઓ મને મળવા આવેલાં. તેમનો પ્રશ્ન એ હતો કે, ‘હું એક સંયુક્ત કુટુંબમાં રહું છું જેમાં નિવૃત્ત સસરા, સાસુ, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી છે.

મારે એક દીકરી છે જેણે હાલમાં જ બારમા ધોરણની પરીક્ષા પાસ કરી છે. એ ભણવામાં ખૂબ તેજસ્વી છે અને એને કોલેજ કરવા મુંબઇ જવું છે. અમારું કુટુંબ ખૂબ રૂિઢચુસ્ત વિચારસરણી ધરાવે છે, કુટુંબના સભ્યોને હજુ આજના બદલાતા જમાનાની અસર ખાસ થઇ નથી. વર્ષોથી ચાલ્યા આવતા રીતરિવાજોને અનુસરીએ છીએ.’ તેઓ પોતે ફકત દસ ચોપડી ભણેલાં છે અને પોતાની દીકરીને ખૂબ ભણાવવા માગે છે.

તેઓને પ્રશ્ન હતો કે તેમની દીકરીને ભણવું છે અને તે માટે તેણે મુંબઇની કોલેજની હોસ્ટેલમાં રહેવું પડે. ‘છાપાં અને ટેલિવિઝન પર આપણે જોઇએ છીએ કે બહાર ભણવા જતી દીકરીઓની ઘણી વાર સુરક્ષા રહેતી નથી અને જો દીકરી ક્યાંક ફસાઇ જાય અને ખોટા માર્ગે ચડી જાય અથવા તેને કંઇ કનડગત થાય તો મા-બાપ તો ક્યાંયના ન જ રહે, પરંતુ દીકરીને પણ આકરી તકલીફ થાય. આવા સંજોગોમાં કાયદો મારી દીકરીને શું મદદ કરી શકે? અને મારે તેને શું શીખ આપવી?’ સીધોસાદો લાગતો બહેનનો આ પ્રશ્ન આજની વાસ્તવિકતા વર્ણવી ગયો. તેઓને મેં પહેલાં તો એ જ કહ્યું કે તમારા જેવી સમસ્યા અનેક કુટુંબોમાં હશે જેઓ દીકરીને ભણવા માટે હોસ્ટેલ મોકલવાના હશે.

દીકરીને કહો કે તેને કામમાં આવે તેવા ચાર કાયદા તો તેણે જાણવા જ જોઇએ - એક રેગિંગ સંબંધી કાયદો, હોસ્ટેલ અને કોલેજમાં પ્રર્વતતી સુરક્ષા અંગેના નિયમો, જાહેર સ્થળ ઉપર હેરાનગતી થાય તો પોલીસમાં ફરિયાદ કરવી અને સૌથી અગત્યનું તાત્કાલિક શાળાના સંચાલક અને પોતાના મા-બાપને પોતાની તકલીફ વિશે વાત કરવી. દીકરી અથવા દીકરો જ્યારે પણ બહાર હોસ્ટેલમાં ભણવા રહે છે ત્યારે તેઓને એટલો ખ્યાલ હોવો જોઇએ કે તેણે હવે પોતાની જવાબદારી પોતે ઉપાડવાની છે અને પોતાની સુરક્ષા જાતે જ કરવાની છે.

કાયદાનો ઉપયોગ ત્યારે જ કરવો જ્યારે અત્યંત જરૂરી થઇ જાય, પરંતુ કાયદો છે તેની જાણ હોવી જરૂરી છે જેથી સંકટ સમયે તમે તે કાયદાનો સહારો તરત લઇ શકો. સામાન્ય રીતે મા-બાપ અને વડીલોએ સંતાનોને સાચી સમજણ આપવી જરૂરી છે. જેને લીધે કાયદાના સહારા માટે દોડાદોડ કરવી પડતી નથી. દા.ત. દીકરીને કહેવું ખૂબ જરૂરી છે કે કોઇ પણ લાલચમાં આવવું નહીં, પછી તે કોલેજના પ્રાધ્યાપક હોય જે વધારે માર્કસ મુકવા માટે કોઇ અજુગતી માગણી કરે કે સહાધ્યાયી પુરુષમિત્ર હોય જે ભેટસોગાદો આપી ફોસલાવે અથવા કોઇ અજાણી વ્યક્તિ સારી નોકરીની લાલચ આપે. આવું થાય તો તાત્કાલિક કોલેજમાં બનાવેલ ‘કમ્પલેઇન્ટ સેલ’માં ફરિયાદ કરવી. સાથેસાથે મા-બાપના ધ્યાન પર પણ આવી વાત લાવવી. આવું કરવાથી વડીલની સલાહ મળે છે અને ઘણી વખત ભયંકર મુસીબતમાંથી બચી જવાય છે. ઘણી અનિચ્છનીય ઘટનાઓ કોલેજમાં ભણતી યુવતીઓ સાથે બનતી હોય છે.

જેના પરિણામે અમુક યુવતીઓએ આપઘાત પણ કરેલ છે અને કુટુંબ કલંકિત પણ થયેલ છે. ભણવા જતી દીકરીઓને મા-બાપે ખાસ કહેવું કે તેને એકલા ક્યાંય, કોઇ પણ બોલાવે તો બને ત્યાં સુધી સંધ્યાકાળ પછી ન જવું, પાર્ટી હોય ત્યાં કોઇ પણ પીણું બનાવીને આપે તો આંધળો વિશ્વાસ મૂકીને પી ન જવું અને તમારી હોસ્ટેલના જાણીતા એરિયાથી દૂર ન જવું. મા-બાપે પણ દીકરીની હોસ્ટેલની નિયમિત મુલાકાતે જવું અને પોતાના સંતાન પાસેથી માહિતી લેવી જેથી કોઇ ભૂલચૂક થતી હોય તો તેને તાત્કાલિક સુધારવાની તક મળી રહે.

દરેક મા-બાપ દીકરીને ભણાવવા ઇચ્છે છે, પણ સાથે સાથે તેમણે કાયદા અને સુરક્ષા માટે જાણવું જરૂરી છે અને તે અંગે દીકરીને શીખ આપવી પણ ખૂબ જરૂરી છે. દીકરીને સમજણ આપવાની ફરજ મા-બાપ અને શિક્ષકની છે અને એ દીકરીને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે ફરજ સમાજની છે. આ ત્રણેયનો સમન્વય થાય તો જ આપણે મહિલાને સાક્ષર અને સશકત કરી શકીએ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી