નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મેટ્રોથી આગળ વધીને મેગાલોપોલિસ સુધી પહોંચશે





ફ્યૂચર એટલે કે પરિવર્તન. આ પરિવર્તન સારા પણ હોઈ શકે છે અને ખરાબ પણ. પરંતુ પરિવર્તન અપરિહાર્ય છે. તેનાથી કોઈ બચી શકે નહીં - માનવી પણ નહીં, સમાજ પણ નહીં અને તેનું રહેઠાણ પણ નહીં. વિશ્વ અમરત્વ તરફ આગળ ધપી રહ્યું છે અને શહેર દાનવાકાર બની રહ્યાં છે...

ભવિષ્યની સંભાવનાઓ રોમાંચ જગાવે છે. વિકાસ અને વિજ્ઞાનિક શોધના દમ પર નિર્માણ થઈ રહેલું ભવિષ્ય કાલ્પનિક વાર્તાઓ જેવું લાગે છે. આપણું ભવિષ્ય અનેક પ્રકારની સંભાવનાઓથી ભરેલું છે. તેમાં આભાસી અને વાસ્તવિક અમરત્વથી લઈને અસાધ્ય રોગોની સારવાર સુધી, ઘણું બધું સામેલ છે. એટલું જ નહીં, આ ભવિષ્યમાં માનવીય જીવનની સાથે-સાથે શહેરોની રચનામાં થનારાં પરિવર્તનો પણ સામેલ છે, જેની ઝલક અત્યારથી મળવા લાગી છે.

મેટ્રોથી આગળ મેગાલોનો જમાનો

ગામથી તાલુકો, તાલુકાથી શહેર અને તેનાથી આગળ મહાનગર. પરંતુ હવે એવું શહેર વિકસી રહ્યું છે, જેની વસ્તી અનેક દેશોની વસ્તી જેટલી હશે. મોટાં શહેરો આસપાસનાં ગામો-તાલુકા સ્તરનાં શહેરો નજીકના અન્ય શહેરો સાથે મળી રહ્યાં છે. ઉદાહરણ તરીકે અમેરિકામાં બોસ્ટન, ન્યૂર્યોક, ફિલાડેલ્ફિયા, બાલ્ટિમોર અને વોશિંગ્ટન જેવા મહત્ત્વનાં શહેરો જોડવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ શહેરો ભેગા થઈ જવાથી લગભગ ૧૦૦૦ કિલોમીટરની રહેણાકની પટ્ટી બનશે, જેમાં અંદાજે ૪ કરોડ લોકો રહેતા હશે. ભારતમાં મુંબઈ અને દિલ્હી પણ આસપાસનાં શહેરોને સમાવતા સતત વિસ્તરી રહ્યાં છે. ગાઝિયાબાદ, નોઈડા, ફરીદાબાદ અને ગુડગાંવને સમાવીને નવી દિલ્હી એનસીઆર સ્વરૂપે ૨.૪ કરોડ વસતીનું મહા-મહાનગર બની રહ્યું છે. જાપાનમાં રાજધાની ટોક્યો, નગોયા અને ઓસાકા જેવાં શહેરોને સ્પર્શી ગયું છે. લગભગ સવા કરોડની વસ્તીવાળું ટોક્યોમાં જ સમગ્ર જાપાનની ૧૦ ટકા વસ્તી સમાઈ ગઈ છે. બે કે તેથી વધુ શહેરોને જોડયા બાદ તેની વ્યાપકતાની કલ્પના કરી શકાય છે.

સ્વાભાવિક છે કે આવાં શહેરો માટે મેટ્રો જેવા નામ પણ નાના પડી જશે, આથી તેને નામ અપાયું છે - મેગાલોપોલિસ કે મેગારીજન. જો ચીનમાં હોંગકોંગ, મકાઉ, શેનઝેન, ક્વાંગચૌ જેવાં ૧૦ શહેરો મળીને ૧૨ કરોડની વસ્તીવાળા વિસ્તારમાં ફેરવાઈ જાય તો તેને શું કહીશું. આ માત્ર વિકસિત દેશોમાં જ નથી થઈ રહ્યું. ગ્રેટર મેક્સિકો સિટીમાં ૬૦ મ્યુનિસિપાલિટીઝ જોડાઈ રહી છે, તો આફ્રિકામાં પણ આ પ્રકારે થઈ રહ્યું છે. અનુમાન છે કે ૨૦૨પથી ૨૦૩૦ વચ્ચેની દુનિયાની વસ્તી આઠ અબજથી વધુ થઈ જશે. તે સમયે ૬૦ ટકા લોકો શહેરોમાં વસતા હશે, જ્યારે માત્ર બે સદી પહેલાં અઢી ટકા લોકો જ નગરોમાં વસતા હતા. વિશેષજ્ઞોના મતે તે સમય સુધીમાં લગભગ ૧૦૦ શહેર પ૦ લાખ કે તેથી વધુની વસતી ધરાવતા હશે.

ર્દીઘાયુ અને અમરત્વની આશા

વિજ્ઞાનના ક્ષેત્રમાં અનેક મહત્ત્વની શોધ થઈ રહી છે જેને કારણે ૧૦૦ વર્ષથી પણ વધુ જીવવાની આશા ઘણી નાની લાગે છે. જાણકારોનો દૃઢ વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જ (કદાચ આપણા જીવનકાળમાં જ) એવો સમય આવશે જ્યારે માનવી ૪૦૦-પ૦૦ વર્ષ જીવશે, એટલું જ નહીં, અમર થવાની આશા પણ પૂરી કરી શકશે. કેમ્બ્રિજ યુનિવર્સિ‌ટીના આબે ડિ-ગ્રે કહે છે કે આગામી સદીમાં જન્મ લેનારા લોકો તો પાંચ હજાર વર્ષ સુધી પણ જીવી શકશે.

'લિવ લોન્ગર ઇનફ ટુ લિવ ફોરએવર’ના લેખક ફ્યૂચરિસ્ટ રે કર્જવીલને એટલો પાકો વિશ્વાસ હતો કે તે માત્ર ૨પથી ૩૦ વર્ષ સુધી વધુ જીવતો રહેશે, કેમ કે, તેમને લાગે છે કે તે પછી તો તે વિજ્ઞાની પ્રગતિના કારણે અમર થઇ જશે. આ આશાએ કર્જવીલ હાલમાં રોજ અઢીસોથી આસપાસ વિટામિન અને સપ્લીમેન્ટ્સ લે છે. વિજ્ઞાનીઓને આશાની પાછળ એક સામાન્ય ગણિત છે. તેમના અનુસાર, સ્ટેમ સેલ, જીન થેરાપી અને ક્લોનિંગની ટેકનિક જે રીતે વિકસિત થઇ રહી છે તેનાથી નક્કી છે કે ટૂંક સમયમાં જ માનવઅંગોનું રિપેરિંગ અને રીપ્લેસમેન્ટ સંભવ થઇ જશે.

એકવાર અંગ લગાડવા અને જૂનાં અંગોને નવી રીતે બનાવી લીધાં બાદ તમે ૨૦-૨પ વર્ષો સુધી રહી શકશો. આ સમય સુધીમાં વિજ્ઞાન વધુ ઉન્નત થઇ ગયું હશે. એટલે કે તમે રિપેરિંગ કરી-કરીને હંમેશા જીવતા રહેશો.

જીન થેરાપી કેટલાય અસાધ્ય અને આનુવંશિક રોગને જડમૂળમાંથી દૂર કરશે. જ્યારે ક્લોનિંગ અંગ બદલવા અને નવું યૌવન આપવામાં ચાવીરૂપ બનશે.(જોકે, માનવ ક્લોનિંગ હાલમાં પ્રતિબંધિત છે, પણ ભ્રૂણ સ્તર સુધી તેના ઉપયોગની માગણી થઇ રહી છે). આ ઉપરાંત ચિકિત્સા અને જૈવ-વિજ્ઞાનના પાસાંઓથી અલગ પણ અમરત્વ મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે. એટલે કે માનવ અને મશીનનો મેળ. બ્રિટનમાં ફ્યૂચરોલોજિસ્ટ ઇયાન પીયર્સનનો દાવો છે કે આ સદીના મધ્ય સુધી મનુષ્યના મગજનો કમ્પ્યૂટર્સમાં ડાઉનલોડ કરી શકાશે. એટલે કે આપણી તમામ યાદો, પ્રજ્ઞા, હંમેશા માટે સંરક્ષિત રહેશે. જો અધ્યાત્મ શરીરના બદલે મનને જ વાસ્તવિક માનતું હોય તો એ રીતે જોઇએ તો ડાઉનલોડ પછી આપણે અમર થઇ જઇશું એટલું

Previous Story
કૃષિ ઉત્પાદન વધારે તેવા બેક્ટેરિયા શોધાઈ રહ્યા છે

Next Story
સમુદ્રમાં તેલને સોસી લેશે નેનોસ્પન્જ


જ આપણી અગણિત પ્રતિલિપિઓ પણ બની શકશે. આમ તો, માનવ અને મશીનના મેળની સંભાવના પર નિષ્ણાતો સંમત નથી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!