નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફિલ્મ રિવ્યૂઃ ‘છોડો કલ કી બાતેં’

Movie Name:
‘છોડો કલ કી બાતેં’
 
 
 
Viewer Rating: 
 
 
Critic Rating:
(2.5/5)
 
 
Star Cast:
અનુપમ ખેર, સચિન ખેડેકર
 
 
Director:
પ્રમોદ જોશી
 
 
Producer:
બાલાસાહેબ ભાપકર અને શશાંક ભાપકર
 
 
Music Director:
સલિલ કુલકર્ણી
 
 
Genre:
ડ્રામા
 
Story
આ ફિલ્મ તમને નિરાશ નહીં કરે એ નક્કી!

સ્ટોરીઃ

ફિલ્મની વાર્તા આઇટી પ્રોફેશનલ આદિત્ય પ્રધાન (સચિન ખેડેકર)ના જીવનની આસપાસ ફરે છે. એક સમય હતો, જ્યારે તે વર્કોહોલિક હતો – કામમાં સતત ખૂંપેલો રહેતો હતો, ત્યાંથી પછી એક એવો સમય આવે છે, જ્યારે તે સંતોષની અવસ્થામાં આવી પહોંચે છે. આ મુસાફરી દરમિયાન તે રસપ્રદ પ્રેરણાત્મક અંધ વ્યક્તિ બેનામ કુમાર (અનુપમ ખેર)ના પરિચયમાં આવે છે. જે તેને જીવનને પૂરા ઉત્સાહ સાથે જીવવાનો અર્થ સમજાવે છે.

સ્ટોરી ટ્રિટમેન્ટઃ

‘છોડો કલ કી બાતેં’ પોતાની મહત્વાકાંક્ષાઓ અને ભૌતિક દુનિયા સાથે કદમ મીલાવવાના વળગણથી ગ્રસ્ત માણસની વાત કહેતી ફિલ્મ છે. વાર્તામાં કેટલીક અવાસ્તવિક લાગતી પરિસ્થિતિઓનો સહારો લેવામાં આવ્યો છે, પણ શુદ્ધ અને નિર્દોષ ટ્રિટમેન્ટ આ ફિલ્મનું જમાપાસું છે. પ્રથમ ભાગ રોમાંચક અને જિજ્ઞાસાસભર છે, પણ પછી વાર્તાને વધુ પડતી લાંબી કરવામાં આવતાં ફિલ્ની મજા મરી જાય છે. જોકે, અનુપમ ખેરના અસરકારક પાત્ર સાથે બીજા ભાગમાં ફિલ્મ રસપ્રદ બની રહે છે.

સ્ટારકાસ્ટઃ

સચિન ખેડેકરનું અદભૂત પર્ફોર્મન્સ તમને છેવટ સુધી જકડી રાખશે. પાત્રના તમામ શેડ્ઝને તેણે બખૂબી નિભાવ્યા છે. અનુપમ ખેર એક રહસ્યમય પાત્ર તરીકે ફિલ્મમાં પ્રાણ પૂરે છે. મૃણાલ કુલકર્ણી અને અતુલ પરચુરેએ તેમની ભૂમિકાને પૂરતો ન્યાય આપ્યો છે.

ડિરેક્શનઃ

ડિરેક્ટર પ્રમોદ જોશીની સ્ટોરી ટેલિંગની કુશળતા પ્રભાવ છોડી જાય છે. ફિલ્મમાં સસ્પેન્સનું તત્વ પણ રસપ્રદ છે. જોકે, ફિલ્મનો અંત કશુંક ખૂટતું હોવાની – ફિલ્મનો સંદેશ બરાબર દર્શક સુધી પહોંચતો ન હોય – તેવી અનુભૂતિ કરાવે છે.

ડાયલોગ/સિનેમેટોગ્રાફી/મ્યુઝિકઃ

ડાયલોગ્ઝ સાદા છે, છતાં ઘણાં વાસ્તવિક લાગે છે. અનુપમ ખેરનું ‘જ્ઞાન’ ચમને જીવનના એ જ્ઞાનનો પરિચય કરાવે છે, જે તરફ દુર્લક્ષ્ય સેવાતું આવ્યું છે. ‘કામ કર’ અને ‘અટક ગયા’ જેવા ગીતો ગળાકાપ સ્પર્ધા અને જીવનના પરમ સત્ય વચ્ચે અટવાતા માનવીની મથામણને વર્ણવે છે.

હકારાત્મક અને નકારાત્મક પાસાં:

સચિય ખેડેકર અને અનુપમ ખેરનું બહેતરીન પર્ફોર્મન્સ આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. સાથે જ જીવનને પરમ આનંદ સાથે જીવવાનો સંદેશ પણ તમને ઘણું કહી જાય છે. કોઈ મોટી સ્ટારકાસ્ટ નથી અને પૂરતી પબ્લિસિટી નથી કરવામાં આવી તે આ ફિલ્મનો માઇનસ પોઇન્ટ છે. પણ એક વાત તો નક્કી, આ ફિલ્મ તમને નિરાશ તો નહીં જ કરે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!