નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન પ્રકરણ - 19

પુરા નામ, વિજય દીનાનાથ ચૌહાણ. બાપકા નામ, દીનાનાથ ચૌહાણ. ગાંવ મંડવા, ઉંમર છત્તીસ સાલ તીન મહિના સોલહ્વા ઘંટા ચાલુ... – અગ્નિપથ

એ. અબ્બાસ સાહેબનું એ ઋણ અમિતાભ આજે પણ નથી ભૂલ્યા
 મુંબઈના જુહૂતારા રોડ પર ‘હોટેલ સેન્ટર’ની પાસેનો ફ્લેટ. પ્રખ્યાત ફિલ્મ હસ્તિ ખ્વાજા અહેમદ અબ્બાસની ઓફિસ. તા. ૧૫મી ફેબ્રુઆરી, ૧૯૬૯નો દિવસ. બંટી(અજિતાભ) પોતાના ભાઈ અમિતને લઈને અબ્બાસ સાહેબને મળવા માટે આવે છે. બંને ભાઈઓએ ક્યાંકથી જાણ્યું હોય છે કે અબ્બાસ સાહેબ ગોવાની આઝાદીના જંગ વિષે એક ફિલ્મ બનાવી રહ્યાં છે, જેનું નામ હશે: સાત હિન્દુસ્તાની.

અબ્બાસ સાહેબ આ લાંબા, પાતળા યુવાન સામે જોઈ રહ્યા. સાંજનો સમય હતો. છ વાગ્યા હતાં. ઓફિસની બારીનાં કાચમાંથી ઢળતા સૂરજનો પ્રકાશ અંદરની ચીજવસ્તુઓના લાંબા પડછાયા પાડી રહ્યો હતો. અમિતાભે ચૂડીદાર અને જવાહર જાકીટ ધારણ કર્યા હતાં. એમાં એ વધારે લાંબો અને વધુ પાતળો લાગી રહ્યો હતો.

અબ્બાસ સાહેબ આ યુવાન વિષે કશું જ જાણતા ન હતાં; એટલે એમણે આ રીતે શરૂઆત કરી, “બેસો, તમારું નામ શું છે?”
 “અમિતાભ” અમિતજીએ માત્ર નામ જ જણાવ્યું: પોતાની અટક ન કહી ( શા માટે? બાપકે નામકા સહારા કમજૌર લોગ લેતે હૈ- એવું એ માનતા હશે?)
અબ્બાસ સાહેબે આવું નામ પહેલીવાર સાંભળ્યું, એટલે એમણે પૂછ્યું, “અમિતાભનો અર્થ શું?”
“સૂર્ય. તે સિવાય ગૌતમ બુધ્ધનું પણ આ જ નામ છે.”
“ક્યાં સુધી અભ્યાસ કર્યો?”
“બી.એસ.સી. દિલ્હી યુનિવર્સિટી”
“આ પહેલા કદીયે ફિલ્મમાં કામ કર્યું છે.”
“હજી સુધી મને એવી તક કોઈએ આપી નથી.”
“તમે કોને-કોને મળ્યાં હતાં?”

જવાબમાં અમિતાભે થોડાંક ખૂબ જાણીતા એવાં નામો જણાવ્યાં. આ બધાંએ આ નવોદિત યુવાનને એવી કડવી ભાષામાં ઊતારી  પાડ્યો હતો અને હડધૂત કરીને ઓફીસોમાંથી કાઢી મૂક્યો હતો કે એ બધું જાણીને આપણનેય આઘાત લાગે. આશ્ચર્ય. તો એ વાતનું છે કે આ બધાં નિર્માતાઓ અને દિગ્દર્શકોએ પછીથી આ જ ‘લંબૂજી’ને હીરો તરીકે લઈને એક નહીં, પણ અનેક સુપરહીટ ફિલ્મો બનાવેલી છે. અફસોસ, ત્યારે અમિતાભ ‘સ્મોલ એ’માંથી ‘બિગ બી’ બની ચૂક્યાં હતાં. અમિતાભ બચ્ચન જ્યારે કશું જ ન હતાં, ત્યારે એમની આંગળી પકડનાર એકમાત્ર અબ્બાસ સાહેબ હતાં. જીવનભર અમિતજી આ ઋણ ભૂલ્યા નહીં. જાહેરમાં ફિલ્મજગતની ફક્ત ચાર વ્યક્તિઓને અમિતાભે ચરણસ્પર્શ કરવાનું પસંદ કર્યું છે, જેમાં સૌથી પ્રથમ નામ અબ્બાસ સાહેબનું આવે છે.

બહું અંગત અનુભવ અહીં યાદ આવી જાય છે. આજ સુધી ક્યાંય એ વાતનો ઉલ્લેખ મેં કરેલો નથી. 1992-‘93ની ઘટના હશે. મારા મનમાં લેખક બનવાની ઈચ્છા જાગ્રત થઈ એ સમયની વાત. એક સુંદર લેખ તૈયાર કરીને મેં એક ખૂબ નાનાં સામયિકના વયોવૃ્દ્ધ (મોટા નો નહીં કહું, કારણ કે એ મનથી મોટા નહીં પણ છોટા હતાં.) તંત્રીને હાથોહાથ આપી દીધો. એ લેખ ખરેખર સારો હતો એવો મને આજે પણ વિશ્વાસ છે. પણ તંત્રીએ મને ધૂત્કારી કાઢ્યો હતો. એ પછી ખૂબ થોડાં સમયમાં જ ગુજરાતનાં અગ્રણી અખબારમાં મારી‘ડૉક્ટરની ડાયરી’ શરૂ થઈ. છ જ મહિનામાં એ કોલમ જામી ગઈ. વાંચકોનાં મબલખ પ્રેમની મુશળધાર વર્ષામાં મારા જેવો એખ સામાન્ય લેખક તરી ગયો.

એ ઘડીને આજનો દિવસ. પહેલા નાનાં સામયિકનાં વામણા તંત્રીએ મારી ગમે તેવી, ડાબા હાથે લખાયેલી કે જૂની, ચવાયેલી, પસ્તી બની ચૂકેલી એકાદી રચના માટે આજીજી, વિનંતી, કાકલૂદી અને ભિક્ષા કહી શકાય તેટલી હદ સુધીની યાચનાઓ કરવાનું શરૂ કર્યું: મેં ક્યારેય એમની માગણી ન સ્વીકારી. અલબત્ત, મેં એમનું અપમાન પણ ન કર્યું. હું અમિતાભ જેટલો ઉદાર કે વિશાળ હૃદયનો ન બની શક્યો. મને એ વાતનો રંજ પણ નથી. અમિતાભ બચ્ચન અને મારી વચ્ચે હાઈટની બાબતમાં ઘણું મોટું અંતર રહેલું છે; બધી જ વાતે!]

અમિતજીએ પોતે જેમને મળી ચૂક્યો હતો એવા નિર્માતાઓના નામ જણાવ્યાં, એટલે અબ્બાસ સાહેબે પૂછ્યું, “એ લોકો તમને શા માટે કામ ન આપ્યું?”
“ એ લોકોનું કહેવું છે કે એમની હિરોઈનોની સરખામણીમાં હું ઘણો ઊંચો છું.”
“ ઓહ! એમ વાત છે? ખેર, મારા પક્ષે એવી કોઈ મુશ્કેલી નથી. સાચુ કહું તો મારી આ ફિલ્મમાં કોઈ હિરોઈન છે જ નહીં.”
“ સાચ્ચે જ? તમે ખરેખર મને તમારી ફિલ્મમાં લેવા ઈચ્છો છો? ને તે પણ એકેય ટેસ્ટ લીધા વગર?”
“ એ બધું પછી જોયું જશે. સૌ પહેલી જરૂરિયાત તો તમને  ફિલ્મની વાર્તા સંભળાવવાની છે. તે પછી હું તમને તમારા પાત્ર વિશે જણાવીશ. તે પછીહું તમને કેટલા પૈસા આપી શકીશ તે કહીશ. અને સૌથી છેલ્લું કામ કૉન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનું કરીશું.”

અને રાજકપૂર માટે ‘આવારા’ જેવી અદભૂત કથા આપનાર હિંદી સિનેજગતનાં ધૂરંધર કે.એ. અબ્બાસે આ સાવ નવા છોકરડાને એની પહેલી ફિલ્મની કથા સંભળાવવાની શરૂઆત કરી.

ગોવાની સ્વાતંત્ર્યની લડાઈ આપણાંમાંના ઘણાં લોકોને હજુ યાદ હશે. હું ત્યારે છ-સાત વર્ષનો છોકરો હતો. ઘરમાં અખબાર તો આવતું નહીં, પણ રેડિયો હતો; એમાં આવતાં સમાચાર હું સાંભળતો રહેતો હતો. યુધ્ધનું એક કલ્પનાચિત્ર મારા દિમાગમાં અંકાઈ જતું. પછી શેરીમાં રમતો હોઉં અને આકાશમાં વિમાનની ઘરઘર્રાટી સંભળાય તો પણ હું મિત્રોને ભેગા કરીને  કહેતો- “જુઓ આપણાં સૈનિકો આ વિમાનમાં બેસીને ગોવા પર બોમ્બ ફેંકવા જઈ રહ્યા છે.” પછી મને ખબર પડી કે આટલી ઓછી ઊંચાઈએ ઊડતાં વિમાનો તો સિવિલીયન એરલાઈન્સના હોય છે; યુધ્ધ માટેનાં નહીં.

‘સાત હિન્દુસ્તાની’ની કથા ગોવાનાં મુક્તિસંગ્રામ પર આધારિત હતી. એમાં ખરૂ વાર્તાતત્વ એ હતું કે મધુકર નામનો એક જુવાન એના દસ મિત્રો સાથે મળીને ગોવાને જીતવાના જંગમાં અતુલ્ય પરાક્રમો કરે છે અને મહત્વનું યોગદાન આપે છે. પણજીમાં ત્રિરંગો લહેરાવવાનો યથ આ બહાદૂરોના ફાળે જાય છે.( અસલ ‘ટીમ ઈન્ડિયા’ એને કહેવાય પેલા પૈસા માટે આખું વરસ બેટ-બોલ ટીચ્યે રાખતા ધોનીના ધૂરંધરોને ન કહેવાય)

આ અગ્યાર જાંબાઝોને ગોવાની એક સ્થાનિક યુવતીનો સહકાર મળે છે. મૂળ કથાબીજ આટલું જ છે. પણ અબ્બાસ સાહેબે એને દેશભક્તિનો અનેરો રંગ ચડાવીને પૂરી ત્રણ કલાકની ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.

ખર્ચો ઘટાડવા માટે એમણે પાત્રોની સંખ્યા સાત કરી નાંખી. છ યુવાનો અને એક યુવતી. ભારતની ‘અનેકતામાં એકતા’ની સિધ્ધિ પુરવાર કરવા માટે એમણે દરેક યુવાનને અલગ-અલગ પ્રાંતમાંથી આવતો બતાવ્યો. બંગાળી, તમિલ, ગુજરાતી, પંજાબી, યુ.પી.નો મુસ્લિમ વગેરે... વગેરે...!

છમાંથી પાંચ કલાકારો પંસદ થઈ ગયા હતાં. યુવતીનાં પાત્ર માટે નીના નામની એક મોડલ છોકરી નક્કી થઈ ચૂકી હતી. એખ જુવાન બાકી રહ્યો હતો. એના માટે અબ્બાસ સાહેબની નજર ટીનુ આનંદ નામનાં એક હોંશિયાર છોકરી ઉપર પડી. ટીનું સલવાઈ ગયો. એની ઈચ્છા કોઈ કાળે હીરો બનવાની ન હતી.

એણ નીનાને નાત કરી, “મને બચાલી લે’ છઠ્ઠો જુવાન શોધી લાવ !”
નીનાએ પર્સમાંથી છોકરો બહાર કાઢ્યો, આ ચાલશે એ ફોટામાં એખ પાતળો,ઊંચો, આકર્ષક ન કહી શકાય તેવો યુવાન આંખોમાં સુપરસ્ટાર બનવાનું સપનું આંજીને હસી રહ્યો હતો.

“કોણ છે ? આ ક્યાંનો છે ? તમારી પાસે આ ફોટો કેવી રીતે આવ્યો ?”
“દિલ્હીનો છોકરો છે. અમિતાભ એનું નામ. કોલકાતાની કોઈક કંપનીમાં એક્ઝિક્યુટીવ તરીકે કામ કરતો હતો. ત્રણ મહિનાથી મુંબઈમાં સંધર્ષ કરે છે. આ ફોટો એના ભાઈ બંટીએ મને આપ્યો હતો.”

ટીનુ આનંદ ધારી-ધારીને એ તસવીરને જોઈ રહ્યા. હીરો બનવા જેવી એક પણ લાયકાત એ વ્યક્તિત્વમાં દેખાતી ન હતી, પણ અમિતની સાગર જેવું ઊંડાણ ધરાવતી આંખોમાં કોઈક અજબ પ્રકારનું આકર્ષણ રહેલું હોય એવું ટીનુને લાગ્યું.

ટીનુ અને અમિત મળ્યા. ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મના બાકી બચેલા પાત્ર માટે ટીનુએ પોતાની જગ્યાએ અમિતને મોકલી આપ્યો.

અમિતે પૂછી લીધું, “તારે કેમ આ ફિલ્મમાં કામ નથી કરવું?”
“એં...હ ! હીરો તે કંઈ બનવાની ચીજ છે !  મારે તો ‘હીરો-મેકર’ બનવું છે.
“મતલબ કે દિગ્દર્શક?”
“હા, એટલે જ તો હું અબ્બાસ સાહેબ જેવા ધૂરંધરને છોડીને બીજા એનાથીયે મોટા ધૂરંધર પાસે દિગ્દર્શનની તાલીમ લેવા જઈ રહ્યો છું”
“કોની પાસે?”
“ સત્યજીત રાયની સાથે કામ કરવા કોલકાતા જઉં છું.”
“કેવો વિરોધાભાસ ! હું સત્યજીત રાયનું કોલકાતા છોડીને અબ્બાસ સાહેબ માટે મુંબઈ આવ્યો છું.”

આવું ઘણીવાર બનતું હોય છે. જીંદગી એ પણ એક મોટું મિદારલય છે, મધુશાલા છે. અહીં કારકિર્દીના જામ ક્યારેક બદલાઈ જતા હોય છે. ( પીતે-પીતે કભી-કભી યૂં જામ બદલ જાતે હૈ !)

“ ઠીક છે દોસ્ત ભવિષ્યમાં તુ દિગ્દર્શક બની જાય તો તારી ફિલ્મના હીરો તરીકે મને યાદ કરજે ” અમિતે કહ્યું.

“ અવશ્ય અને એ સમયે તુ જો મોટો સ્ટાર બની ગયો હોય તો આ નાચીઝને યાદ રાખજે. મારી ફિલ્મમાં કામ કરવાની ના ન પાડી દેતો.”
ટીનુએ કહ્યું અને બે જામ બદલાઈ ગયા, બે પીનારાઓ બદલાઈ ગયા.

[ વર્ષો પછી બંનેએ પોતાના વાયદાઓ નિભાવ્યા. કાલિયા અને શહેનશાહ જેવી અસંખ્ય સફળ ફિલ્મોમાં સાથે કામ કર્યું. ]

------ ------ ------ ------------------------------------------------------------------------------

અબ્બાસ સાહેબે ફિલ્મની વાર્તા સંભળાવી લીધા પછી અમિતાભને પૂછ્યું, “ તમને આ ફિલ્મમાં કામ કરવાનું ગમશે?”

“હા, ખૂબ જ ગમશે. ”
“ તમને કયું પાત્ર ભજવવું ગમશે?”
“ મુસલમાન યુવાનનું”
“ એ માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે; મારી ફિલ્મનો મુસ્લિમ યુવાન તદ્દન શુધ્ધ ઉર્દુમાં સંવાદો બોલશે. ”
“ હું શીખી જઈશ. ”
“ હવે મુદ્દાની વાત; પૂરી ફિલ્મ માટે હું તમને માત્ર પાંચ હજાર રૂપિયા આપી શકીશ. આ એક ઓછા બજેટવાળી ફિલ્મ છે. ”
અમિતાભ એક ક્ષણ માટે ખચકાયા, પછી હા પાડી દીધી. અબ્બાસ સાહેબે પેલી એક ક્ષણને વાંચી લીધું. કારણ પૂછ્યું, તો અમિતાભે ખૂલાસો આપ્યો.
“ તો ના પાડી દે! હજુ પણ તારી પાસે સમય છે. ” અબ્બાસ સાહેબે કહ્યું.
“ નહીં, સાહબ! જીંદગીમેં અગર કુછ બનના હૈ, તો જોખીમ ઊઠાના હી પડેગા.  ” અમિતે મક્કમતાથી જવાબ આપ્યો. ( આ જવાબ મેં જાણી-જોઈને એના મૂળ સ્વરૂપમાં એટલે કે હિન્દીમાં જ રાખ્યો છે.)

 ------ ------ ------ ------------------------------------------------------------------------------

પછી તરત અબ્બાસ સાહેબે હાક મારીને એમના સેક્રેટરીને બોલાવ્યો, “ અબ્દુલ, કોન્ટ્રાક્ટ પેપર તૈયાર હોય તો લઈને અહીં આવ ! આકીલ જગ્યાઓમાં આપણાં નવા હીરોની વિગત ભરી લે !”

અબ્દુલ રહેમાન કરારપત્ર લઈને આવી ગયા. પૂછપરછ ચાલુ કરી, “ નામ?  ”
“  અમિતાભ. ” અમિતજીએ જાણી જોઈને ફરીથી માત્ર નામ જણાવ્યું.
“ ઐસા નહીં ચલતા. પૂરા નામ લિખવાઓ. ”
“  પૂરા નામ ? લિખ્ખો : અમિતાભ બચ્ચન. પિતાજી કા નામ હરિવંશરાય બચ્ચન.” અમિતે ધીમા અવાજમાં માહિતી આપી.

બાજુમાં બેઠેલા અબ્બાસ સાહેબનાં કાન સરવા હતાં. એ નામ સાંભળીને ભડકી ઊઠ્યા, “ શું કહ્યું તમે? બાપનું નામ હરિવંશરાય બચ્ચન? આપણા દેશનું મોંધેરુ રત્ન કવિ બચ્ચનજી એ તારા પિતા થાય છે? ” એમના બોલવામાં અમિત માટે અત્યાર સુધી ‘તમે’ આવતું હતું એ અચાનક ‘તુ’  થઈ ગયું. કેમ ન થાય? બચ્ચનજી એમના અંગત અને ખાસ મિત્ર હતાં. એ બંને સાથે કામ પણ કરતાં હતાં. સોવિયેટ લેન્ડ નહેરુ કમિટિમાં બંને જણાં એક જ સમયે સભ્યો હતાં.


અબ્બાસ સાહેબ હાથ ખંખેરીને ઊભા થઈ ગયાં, “ મારે તને આ ફિલ્મમાં લેવો નથી. બે મિત્રો વચ્ચે ગેરસમજ જાગે. એમની જાણ બહાર તુ ફિલ્મોમાં કામ કરવા માટે આવ્યો છે. હિન્દુસ્તાનભરમાં હજારો છોકરાઓ અને છોકરીઓ આ રીતે મા-બાપને કહ્યા વિના ઘર છોડીને મુંબઈ આવી જતાં હોય છે.”

“ સર! તમે મને સાંભળો તો ખરાં! શું હું તમને ઘર છોડીને ભાગી આવેલો હોઉં એવો લાગું છું? ” અમિત કરગરી રહ્યો.
“ જે ભાગેડુ હોય છે એમના ચહેરા પર એ લખેલું નથી હોતું. ” એક ટૂંકો, પણ ચોટદાર સંવાદ ફટકારીને અબ્બાસ સાહેબે ઓફિસમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી દીધો.



Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!