નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કરતા હો તો વાંચી લેજો

- અમદાવાદ-મુંબઇ રૂટની ફ્લાઇટમાં બને છે એવા બનાવો જે વિચારતા કરી મુકે - સતત બની રહી છે ચોરીની ઘટનાઓ - મોટાભાગની ઘટનાઓમાં બેગ તૂટેલી જોવા મળે છે - મોંઘીદાટ વસ્તુઓ અને કેમેરાની થાય છે ચોરી

અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ચેન્નાઇના રહેવાસી એવા એક હવાઇ મુસાફરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેની બેગમાંથી 50 હજાર રૂપિયાની રોકડ ગુમ થઇ ગઇ હતી. તે મુંબઇથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. કહેવાય છે કે ચેકિંગ દરમિયાન મુસાફરની બેગ તૂટેલી હાલતમાં જોવા મળી હતી જેની તેને જાણ પણ કરી દેવાઇ હતી. ચોરીનો આ બીજો એવો બનાવ છે જે મુંબઇ-અમદાવાદ વચ્ચેની ફ્લાઇટમાં બન્યો હોય.

અમદાવાદ-મુંબઇ ફ્લાઇટમાં બની રહેલી ચોરીની ઘટનાઓ સુરક્ષાની ખામી તરફ અંગુલી નિર્દેશ કરી જાય છે. આવી ઘટનાઓ રોકવા પોલીસે શું પગલાં લીધા તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ચોરીની ઘટનાઓ સતત બની રહી છે. જેમાંની મોટાભાગની ઘટનાઓમાં બેગ તૂટેલી જોવા મળે છે અને તેમાંની મોંઘી વસ્તુઓની ચોરી થઇ ગઇ હોય છે.

એરપોર્ટ સિક્યુરિટી સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું હતું કે "ચોરીની 80 ટકા જેટલી ઘટનાઓ નોંધાતી જ નથી કારણ કે ઘણીવાર મુસાફર ફ્લાઇટ પકડવાની ઉતાવળમાં હોય છે તો ઘણીવાર શહેર છોડ્યા બાદ તેને ચોરીની જાણ થાય છે. મોટાભાગની ઘટનાઓમાં રોકડ અને કેમેરા જેવી ચીજવસ્તુઓની જ ચોરી થાય છે. માથાકૂટમાં પડવાને બદલે વિદેશીઓ ઘણીવાર ફરિયાદ નોંધાવાનું પણ ટાળે છે."

સરદારનગર પીઆઇ વી.એસ.સરવૈયાએ કહ્યું હતું કે "મોટાભાગની ચોરીઓ અમદાવાદ-મુંબઇ રૂટની ફ્લાઇટમાં નોંધાયેલી છે. જે દર્શાવે છે કે કાં તો અમદાવાદ અથવા તો મુંબઇમાં ચોરી થઇ હોવી જોઇએ. સિક્યુરિટી ચેકિંગ થયા પછી જ ચોરીની ઘટનાઓ બને છે જે દર્શાવે છે કે તેમાં લોડર્સની સંડોવણી હોવી જોઇએ."

ઉલ્લેખનીય છે કે મોટાભાગની એરલાઇન્સ કોન્ટ્રાક્ટ પર પ્રાઇવેટ એજન્સી પાસેથી લોડર્સની સેવા મેળવે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી