નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફળોનો રાજા એમ જ કહેવામાં નથી આવતો કેરીને, જાણી લો ગૂણ

કેરીને આમ જ કંઈ ફળોનો રાજા કહેવામાં નથી આવતો. તે ગૂણથી પણ એટલું જ મહાન ફળ છે. કાચી અને પાકી બન્ને કેરી ખૂબજ સ્વાસ્થ્ય વર્ધક છે. ચાલો આજે કાચી અને પાકી કેરીના કેટલાક ખાસ ગૂણ વિશે વાત કરીએ.


-કાચી કેરીના ટુકડાને પાણીમાં ઉકાળી પનો બનાવવામા આવે છે જે ગરમીમાં લૂથી આપણું રક્ષણ કરે છે.


-કાચી કેરીના ટુકડાને પગના તળીયે લગાવવાથી પણ લૂ સામે રાહત મળે છે.


-શરીરની ગરમી મારી ઠંડક પહોચાડે છે જેથી પિત્તની સમસ્યા દૂર થાય છે.


-પાકી કેરીમાં સેલ્યૂલોઝ અને મોટોસ શર્કરા હોય છે જે શક્તિ પ્રદાન કરે છે.


-પાકી કેરી દૂધ સાથે 3 મહિના સુધી સતત લેવાથી પૌરુષત્વ વધે છે.


-કાચી કેરી તાસીરે ખાટ્ટી હોવાથી તેનાથી વાસણ અને ઘરેણા પણ ચોખ્ખા થાય છે.


-કેરીના ગોટલામાં પણ ઘણું પોષક તત્વ હોય છે. આયુર્વેદ શાસ્ત્રમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે.


-આંબાના પાદડાં બાળી તેની ધૂણી લેવાથી ગળાનો કોઈપણ પ્રકારનો રો મટે છે.


-કોઈપણ પ્રકારની ફોડલી ખિલમાં કેરીની છાલ પાણીમાં ઘસી જે તે જગ્યાએ લગાવવાથી ફાયદો થાય છે.


-ડાયાબિટીસના દર્દીએ કેરીથી દૂર રહેવું જોઈએ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી