નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન પ્રકરણ - 17

કભી-કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ

ને વૃંદાએ અમિતાભની જિંદગીમાં આ રીતે મચાવી ઉથલપાથલ

હિંદી સિનેમાના કોઇ પણ કલાકારની લોકપ્રિયતાનો સાચો માપદંડ દેશના કોલેજીયનો પાસે હોય છે. '90ના દાયકામાં જ્યારે હું કોલેજીયન હતો,  ત્યારે મારી પાસે પણ આવો માપદંડ હતો. દરેક એક્ટરને હું અને મારા મિત્રો એક ચોક્કસ ચોકઠામાં ગોઠવી દેતા હતા. 'ઠંડા મતલબ કોકાકોલા'ની જેમ અમારે મન 'ગરમ મતલબ ધરમ પાજી' હતા. પ્રેમની બાબતે બીજા તમામ અભિનેતાઓ ઘરઘાટી સમા લાગતા હતા, રોમાન્સનો રાજવી એક જ હતો; રાજેશ ખન્ના. ચોકલેટ પણ જેની સરખામણીમાં ખરબચડી લાગે એવો ચોકલેટી બોય રીશીકપૂર હતો અને માનવી વાનરમાંથી ઊતરી આવ્યો છે એ વાતની જીવતી જાગતી, ઊછળતી કૂદતી સાબિતી જેવો જીતેન્દ્ર હતો; જમ્પીંગ જેક.

અને આગના ભડકા જેવો, લૂહારની ધમણમાંથી ઊઠતી જ્વાળા જેવો, દુર્વાસાના આધુનિક અવતાર જેવો, પોતાના અવાજથી દબાવતો, ડારતો, દઝાડતો એક એંગ્રી યંગ મેન હતો: અમિતાભ બચ્ચન .

અમારી એ સમયની ર્દઢ માન્યતા હતી કે અમિતાભ ક્યારેય પ્રેમર્દશ્ય ભજવી શકે જ નહીં. એને ભજવવું ફાવે જ નહીં અને એમને જોવું ભાવે નહીં. ફિલ્મ 'આનંદ'નો બાબું મોશાય એની દર્દી-કમ દિલદારાની સાથે જે રીતે મૂંગો-મૂંગો, અતડો-અતડો બેસી રહે છે એ બાબતની તો ખુદ રાજેશ ખન્ના પણ ખિલ્લી ઊડાડે છે.

મને યાદ છે કે એ જમાનામાં અમે જ્યારે ફરવા માટે નીકળી પડતા અને અમારી નજર કોઈ એવા પ્રેમી યુગલ ઊપર પડી જતી, જેમાં યુવાન અને યુવતી બે ફીટનું અંતર છોડીને બેઠાં હોય અને હવામાન કે મોંઘવારીની ચર્ચા કરતા હોય, ત્યારે અમે અચૂક આવી 'કોમેન્ટ' કરી લેતા કે -''જો, પેલી બાપરીનો પાનારો બાબુ મોશાય સાથે પડ્યો છે.''

ફિલ્મ 'શોલે'માં પણ એની આ જ છાપ બરકરાર રહી. સાંજના સમયે જય જ્યારે એનુ માઉથ ઓર્ગન વગાડતો હોય છે, ત્યારે ઠાકુરની વિધવા પુત્રવધૂ બનતી જયા ફાનસનો ઉજાસ વધ-ઘટ કરવા માટે ઘરની બહાર નીકળે અને એને જોઇને શરમાઇ જાય; ત્યારે મને બરાબર યાદ છે કે સિનેમાઘરમાં અમારી આગળની હારમાં બઠેલી કોલેજકન્યાઓ હસી પડતી: ''આ અમિતાભને તો પ્રેમ કરતાંયે નથી આવડતું! સાવ બાઘા જેવો છે!'' પછી બાજી પલટાઇ ગઇ. ફિલ્મ 'કભી-કભી' રીલીઝ થઇ અને આ બાઘા જેવો ગણાતો એંગ્રી યંગ મેન પ્રેમર્દશ્યોનો પંડીત બની ગયો. 'કભી-કભી'ના પ્રારંભિક ર્દશ્યોમાં રાખી (ફિલ્મમાં એનું નામ પૂજા હતું) સાથેના ઉત્કટ પ્રેમર્દશ્યમાં અમિતાભ એવો જાનદાર અને શાનદાર લાગતો હતો કે હિન્દુસ્તાનભરના યુવાનો પોતાની જાતને 'અમિતજી' સમજવા માંડ્યા. દરેક યુવતીનાં દિલની એ ધડકન બની ગયો.

થોડાંક વર્ષો પછી 'સિલસિલા' રજુ થઇ; એ સાથે જ દેશભરના પ્રેમમગ્ન અને પ્રેમભગ્ન યુવાનો બોલવા માંડ્યા: તુમ હોતી તો ઐસા હોતા...તુમ હોતી તો વૈસા હોતા...! મૈં ઔર મેરી તન્હાઇ અક્સર યેં બાતેં કરતે રહતે હૈં.......!"

લગભગ 1978ની સાલ સુધી આવું હતું; અચાનક '79-'80 ના વર્ષોમાં અમિતાભની સાથે એક ખૂબસૂરત હીરોઇનનું નામ જોડાઇ ગયું. ('સિલસિલા' એ પછી આવી હતી) ફિલ્મ 'દો અન્જાને'ના એ દિવસો હતા; દેશમાં હર એકની જુબાન પર એક જ ર્ચચા હતી : અમિતાભ અને રેખાની!

ક્યાં 'આનંદ'ના સમય નો શૂષ્ક બાબુ મોશાય અને ક્યાં દેશનો સૌથી વધુ ગવાયેલો, વગોલાયેલો પ્રેમી પુરુષ?!?

શું અમિતાભની હથેળીમાં રોમાન્સની ખૂબસૂરત રેખા પહેલાથી જ પડેલી હતી? કે પછી તેની હથેળીમાં અંકાયેલી એ ખૂબસૂરત હસ્તરેખા એટલે જ રેખા હશે? રેખાની પહેલાં બિગ-બીની જિંદગીમાં બીજા કેટલા રમ્ય પડાવો આવી ગયા હશે?!

શર્મિલા ટાગોર અને અમિતાભની એ પહેલી મુલાકાત
કોલકત્તામાં બનેલી સાવ સાચી ઘટના છે. યુવાન અમિતાભ 'બ્લેકર્સ' નામની કંપનીમાં નોકરી કરતા હતા. સાંજે નોકરીમાંથી છૂટ્યા પછી મિત્રો સાથે પાર્ટીઓ માણતા હતા. આવી જ એક પાર્ટીમાં એમની નજર એક સુંદર યુવતી પર પડી. નજર પડી એવી જ ચોંટી ગઇ. યુવતીની ઊંચાઇ સરેરાશ કરતા થોડીક ઓછી હતી, પણ એનો ચહેરો સુંદર હતો. સૌથી મહત્વની વાત એ હતી કે તે યુવતી ભારોભાર સ્ત્રી-તત્વથી છલકાતી હતી. અમિતાભના દિલમાં સુંદર સ્ત્રીઓ માટે હંમેશા એક ગુપ્ત આસન બિછાવાયેલું રહેતું હતું.

અમિતાભ સામે ચાલીને એ યુવતી પાસે ગયા. પાર્ટીમાં છોકરાઓ અને છોકરીઓ ઝૂમી રહ્યા હતા, પી રહ્યા હતા, નાચી રહ્યા હતા.

અમિતે પેલાં ખૂબસૂરતીના પડીકાને પૂછ્યું, "શેલ વી ડાન્સ ટુગેધર?" યુવતીએ એની સામે જોયું. ઊંચો, પાતળો, વેલસ્ટીરડ કપડાં પહેરેલો આ પ્રભાવશાળી યુવાન એને ગમી ગયો. "ઓહ શ્યોર!" કહીને યુવતી ઊભી થઇ. બને હાથમાં હાથ પકડી 'ડાન્સ' કરવા માંડ્યા.

નાચતાં-નાચતાં અમિતજીએ યુવતીની કમર ફરતે હાથ વિંટાળ્યો અને પોતાના ઘેરા મર્દાના અવાજમાં માત્ર એ યુવતી જ સાંભળી શકે એ રીતે પૂછ્યું, "ક્યાં મૈં આપકા નામ જાન સકતા હૂં?"

"ક્યું નહીં ?"યુવતીનાં ગાલમાં આખું કોલકત્તા ડૂબી જાય એવા ખંજન પડ્યા, "મૈં શર્મિલા ટેગોર હૂં."

માનવામાં ન આવે એવી ઘટના છે, પણ સાચી છે. શર્મિલા ત્યાં સુધીમાં હિંદી ફિલ્મજગતમાં મજબૂત પગદંડો જમાવી ચૂકી હતી. અનેક સફળ ફિલ્મોમાં કામ કરીને એ લાખો સિનેરસિકોની માનીતી અભિનેત્રી બની ચૂકી હતી. એના બંને ગાલોમાં પડતાં ખંજનોમાં દેશના કરોડો યુવાનો પડ્યે જતા હતા. અને એ રાત્રે કોલકત્તામાં એક યુવાન એને પૂછી બેઠો હતો: "ક્યાં મૈં આપકા નામ જાન સકતા હૂં?"

સુંદર સ્ત્રી-મિત્રોનો અભાવ આપણા શહેનશાહને ક્યારેય નડ્યો નથી. કોલકત્તામાં માયા નામની એક યુવતી એમની પાછળ પાગલ હતી. માયા ભટ્ટ. માત્ર અમિતાભ જ નહીં, પણ માયાને જોનારા તમામ પુરુષો એની પાછળ પાગલ બની જતા હતા. માયા પણ 'એમેચ્યોર્સ' કંપનીના નાટકોમાં પાત્ર ભજવતી હતી. એની સાથે એની બહેન જ્યોતિ ભટ્ટ પણ આવતી હતી.

રીહર્સલ દરમ્યાન અમિતાભ પૂર્ણ કળાએ ખીલી ઊઠતા. ફુરસદના સમયમાં તો એ જ એક માત્ર છવાઇ જતા હતા. જોક્સ મારવા, તે સમયના ફિલ્મી કલાકારોની નકલ કરવી, એમની મજાક ઊડાવવી એવું બધું ચાલ્યા કરતું. છોકરીઓનાં દિલ ઉપર પ્રભાવ પાડવા માટે અમિતજી બધું કરી છૂટવા માટે તૈયાર હતા. બિઅરની ખાલી શીશીઓ ભેગી કરીને, એક ઊપર એક ગોઠવીને સૌથી ઊપરની બોટલ ઊપર અમિતાભ `બેલેન્સ` જાળવીને ઊભા રહેતા. ક્યારેક એ ડ્રમ વગાડી લેતા તો ક્યારેક શ્વાસ રોકીને ભારતની જુદી-જુદી ભાષાઓના એક-એક બબ્બે વાક્ય અટક્યા વગર બોલી જતા હતા. (જે રીતે ફિલ્મ `અમર, અકબર, એન્થોની`ના ગીતમાં વચ્ચે અંગ્રેજીમાં બોલી જાય છે તે રીતે.)

અને હજુ પણ જો છોકરીનું દિલ જીતવામાં કંઇ બાકી રહી ગયું હોય તો આખરી અને અમોધ શસ્ત્ર તો એમના ભાથામાં તૈયાર જ હતું. ખોળામાં ઢોલક મૂકીને એ યુ.પી.ના ભૈયાજીની લોકબોલીમાં ઘૂંટાયેલા સ્વરે પોતાનું માનીતું ગીત લલકારવાનું શરૂ કરી દેતા હતા : "જીસકી બીવી મોટી....હો મોટી...."

માયા ભટ્ટ આ લંબુજી ઊપર મરતી હતી. આજે પણ અમિતજીના એ સમયના દોસ્તો કબુલ કરે છે: "માયા અને જ્યોતિ આ બંને બહેનો અમિત પાછળ દિવાની હતી. એમને એના સિવાય બીજુ કોઇ દેખાતુ જ ન હતું."

અમિતાભ એ બંને બહેનોને છોડીને મુંબઇ ચાલ્યા ગયા, એ પછી માયા ભટ્ટે પોતાનું મન એ જ કંપનીના બીજા એક પ્રતિભાશાળી કલાકારની તરફ વાળી લીધું. એ હતા વિક્ટર બેનર્જી. પાછળથી એ બંને પરણી ગયા. (વિક્ટર બેનર્જીને આપણે ભલે માત્ર `જોગર્સપાર્ક`થી ઓળખતા હોઇએ, પણ હકીકતમાં દેખાવ અને અભિનય આ બંને બાબતે વિક્ટર અમિત કરતાં એ સમયે ચડિયાતો હતો.)

એક ત્રીજી યુવતી અમિતાભની ખાસ સહેલી બની ગઇ. એ હતી રમોલા ચુગાની. સિંધી છોકરી. આખો દિવસ ખિલખિલ હસતી રહેતી. એને બોલવામાં સહેજ તકલીફ હતી. એ 'ડ'ને બદલે 'ર' બોલતી હતી. અમિત એને ચિડવતા: "રમોલા,ચાલ તું આ વાક્ય બોલી બતાવ-ઘોડો પડી ગયો."

રમોલા બોલતી, "ઘોરો પરી ગયો."સેટ પર હાજર સૌ હસી પડતા. એમાં અમિતાભનો નાનો ભાઇ અજિતાભ પણ જોડાઇ જતો. રમોલા અને અમિતજી એકબીજાને પવિત્ર ભાવથી ચાહાવા લાગ્યા. રમોલાએ બંને ભાઈઓને રાખી-ભાઈ બનાવી લીધા. દર વર્ષે રક્ષાબંધનના દિવસે રમોલા આ બન્ને ભાઈઓને કાંડા પર રાખી બાંધતી હતી.

પછી અચાનક એક દિવસ સંબંધોની બાજી પલટાઇ ગઇ. રમોલા ચુગાની અને અજિતાભ (બંટી) પરણી ગયા.

અમિતાભનો એ પહેલો પ્રેમ

સૌમ્ય વંદ્યોપાધ્યાય નામના એક બંગાળી પત્રકાર-લેખકે એક વાર અમિતાભ ને પૂછ્યું હતું, "મને જાણવા મળ્યું છે કે તમારી એક ખાસ સ્ત્રીમિત્ર હતી."

અમિતજી સાવધ થઇ ગયા; ફક્ત આટલું જ બોલ્યા,"હં!" પત્રકારે જ્યારે વાત કાઢાવવાની જીદ પકડી અને અમિતાભના મોંઢામાં આંગળાઓ નાંખીને પૂછ્યું, "માત્ર સ્ત્રી મિત્ર હતી કે એથી કંઇક વિશેષ?"ત્યારે માંડ અમિતજી એ જવાબ આપ્યો, "જે હોય તે; જવા દો એ વાતો ને."

અમિતજીને જ્યારે પૂછવામાં આવ્યું, "જયાજી સિવાય તમારે કોઇની સાથે ક્યારેય પ્રેમ સંબંધ હતો?"

"હા, હતો; પણ એનાથી વધારે હું આ બાબતમાં કશું જ નહીં કહું." (આ સવાલ જવાબ ચોક્કસ પણે રેખાનાં સંદર્ભમાં નહોતા થયાં). રેખાએ ખાનગીમાં અને જાહેરમાં સીધી રીતે નહીં તો આડકતરી રીતે પોતાનાં અને અમિતજી વચ્ચના પ્રેમસંબંધોનો એક કરતાં વધુ વાર એકરાર કરેલો છે; પણ અમિતાભે ક્યારેય નથી કર્યો.

અમિતાભે જે સ્ત્રી સાથેના પ્રેમનો એકરાર કર્યો છે એ આ જગતથી સાવ જ ગુમનામ રહેવા માટે સર્જાઇ છે. અમિતજીના કહેવા પ્રમાણે એમની પ્રેમિકા બેહદ ખૂબસુરત હતી અને આજે પણ છે. બંન્ને વચ્ચે પ્રેમની લાગણી સૌથી પહેલાં અમિતજીના દિલમાં જન્મી હતી. એમણે એ લાગણી પ્રેમિકાને દર્શાવી પણ ખરી. પછી શું થયું એ વિષે કોઇ જાણતું નથી.

અમિતજી એનું નામ જાહેર કરવા નહોતા માંગતા કારણ કે તેઓ માને છે, "આપણો દેશ પશ્ચિમના દેશો જેટલો વિશાળ દિલનો નથી; હું સ્ત્રી-પુરુષ સંબંધોની બાબતમાં આવું કહી રહ્યો છું. એ સ્ત્રી આજે પરણી ચૂકી છે. એના પતિ અને બાળકોની સાથે સુખી જીવન ગૂજારે છે. હું નથી ઇચ્છતો કે મારા કારણે એનું નામ ખરડાય"

કઇ સ્ત્રીને અમિતાભે કહ્યું હતું "ચાલ આપણે પરણી જઇએ"

અમિતાભની જિંદગીમાં મિત્ર નરેશની બહેન સુનિલા ક્રિશ્ચયનથી માંડીને શેરવૂડ કોલેજની એક ગર્લફ્રેન્ડ, દિલ્હીની મિરીન્ડા કોલેજની છોકરીઓનું ઝૂંડ, કોલકત્તાની માયા ભટ્ટ, જ્યોતિ ભટ્ટ, મુંબઇમાં આવ્યા પછી જયા ભાદુરી, પરવીન બાબી, ઝિન્નત અમાનથી લઇને છેક રેખા સુધીની રૂપ સુંદરીઓ આવતી રહી છે. (એક નામ જાણી જોઇને બાકી રાખું છું) પણ અમિતજીએ આમાંથી એક પણ સ્ત્રીને સામે ચાલીને એવું નથી કહ્યું કે- 'તું મને ગમે છે. ચાલ, આપણે પરણી જઇએ.'

જે એક માત્રને આવું કહ્યું તે બીજા કોઇની સાથે પરણી ગઇ.

કોલકત્તામાં જિંદગી બહુ આનંદથી પસાર થઇ રહી હતી. 'બ્લેકર્સ'માં પગાર સારો હતો, ગાડી હતી, શોફર હતો, ટિફીન માટે અલાયદું ભથ્થું મળતું હતું. વીક એન્ડમાં શરાબ, સિગારેટો, મહેફિલો, શરતો, ગાના-બજાના, નાટકો અને મિત્રો (પુરુષો અને સ્ત્રીઓ) બધું જ હતું.

અચાનક એક સાંજે અમિતાભ એના બોસ બોની શ્રીકાંતના ઘરે જઇ ચડ્યા, "સર, એક અંગત વાત કરવા માટે આવ્યો છું. " પછી ઊદાસ સ્વરે કહી દીધું, "હું નોકરી છોડીને જઈ રહ્યો છું."

બોસના આઘાતનો પાર ન હતો, "પાગલ થયો છે કે શું? આટલી સરસ નોકરી ક્યાંય નહીં મળે."

"જાણું છું, સર, પણ મારે કોઈ નોકરી નથી કરવી. દીલ્હી જઈને હું વિચારીશ કે શું કરવું! કદાચ મુંબઈ જઈને હું નશીબ અજમાવું."

"અચાનક આવો નિર્ણય લેવાનું કારણ શું છે?"

"નહીં જણાવું"

"મુંબઈમાં ધાર કે તું ફિલ્મમાં નહીં ચાલ્યો, તો શું કરીશ?"

"મારી પાસે ડ્રાઇવીંગ લાઈસન્સ છે; મુંબઈની સડકો પર હું ટેક્ષી ચલાવીશ, પણ કોલકત્તાની ધરતી ઉપર પાછો પગ નહીં મૂકું. નિષ્ફળ ગયા પછી તો નહીં જ! મારે કંઈક બનવું છે, સર! મારે મારી જાતને પૂરવાર કરી બતાવવી છે."

બોસ પૂછી ન શક્યા કે અમિત કોની આગળ અને શા માટે પોતાની જાતને સાબિત કરવા માગતા હતા!

દંતકથાઓ ઘણી છે. ભલે એને સાચી સાબિત કરવા માટેના પર્યાપ્ત આધારો ન હોય, પણ ક્યારેય એ માની લેવામાં અલગ જ રોમાંચ મળી રહેતો હોય છે.

સૌથી મજબૂત અફવા એવી છે કે સારી નોકરી ધરાવતો તેજસ્વી યુવાન જ્યારે કોઈ ખૂબસુરત યુવતીને મળીને એમ કહે કે- 'તું મને ગમે છે. ચાલ,આપણે પરણી જઇએ! અને જવાબમાં યુવતી આવું પૂછે કે- 'ચલ ફુટ! તારી હેસિયત શી છે કે હું તારી સાથે લગ્ન કરવાની હા પાડું? હું તો એવા યુવાન જોડે પરણીશ જે અત્યંત બુધ્ધિશાળી હોય, દેખાવડો હોય અને જેના વ્યક્તિત્વમાં ભવિષ્યમાં સફળ થવાના તમામ લક્ષણો મોજુદ હોય!"

અને પછી એ યુવાન સ્થિરતાભરી જિંદગીને ઠોકર મારીને ચાલ્યો જાય છે. એક અજાણ્યા શહેરમાં, અજાણ્યા ક્ષેત્રમાં, ભરપૂર સંઘર્ષ કરવાની માનસિક તૌયારી સાથે અને પોતાની જાતને સાબિત કર્યા વગર આ શહેરમાં ક્યારેય પગ ન મૂકવાની ભીષણ પ્રતિજ્ઞા સાથે! આવું કંઇ અમિતજીની એકલાની સાથે જ થોડું બન્યું હોઇ શકે?! આ વ્યથા-કથા તો ભારતના કરોડો યુવાનોના જીવનમાં બનતી આવી છે.

વિની દાસ/વૃંદા નામની એ સ્ત્રી એ અમિતાભની જિંદગી બદલી નાખી

ખુદ જયાજીએ એક વાર એક પત્રકારને ખાનગી સંકેત કર્યો હતો, "અમિતજી એક એવી વ્યક્તિ છે જે પોતાની ખાનગી બાબતો ફરતે એક અભેદ કિલ્લો ચણી દે છે. એમની ઇચ્છા વિરૂઘ્ઘ જઇને એ વાત કોઇ ક્યારેય કઢાવી શકતું નથી."

પછી જયાજીએ કહ્યું હતું, "તમે એમને પૂછજો ને કે વૃંદા નામની કોઇ સ્ત્રીને એ ઓળખે છો ખરા!"

પત્રકારે જ્યારે અમિતજીને આ સવાલ પૂછ્યો, ત્યારે અમિતજી થોડીવાર સુધી ખામોશ થઇ ગયા. પછી જાણે તેઓ સાબિત કરતા હોય કે પોતે ભારતવર્ષના સર્વશ્રેષ્ઠ અભિનેતા છે, એ રીતે તદ્દન અજાણ્યા બનીને જાણે આ નામની કોઇ સ્ત્રીનું એમની જિંદગીમાં કશું જ મહત્વનું સ્થાન ક્યારેય હતું જ નહીં, એવા ભાવ સાથે પૂછી રહ્યા, "વૃંદા?"અં..અ..અ....! હા, યાદ આવ્યું. વૃંદા એટલે વિની દાસ. બંગાળી છોકરી. કોલકત્તામાં એ અમારી સાથે હતી. નાટકોમાં ભાગ લેતી હતી. અત્યંત ખૂબસુરત હતી. એ અભિનય પણ બહુ સુંદર કરતી હતી."

પછી યાદદાસ્ત પર ખૂબ જોર મૂકીને કહે છે, "મને જો બરાબર યાદ હોય તો કદાચ એણે પ્રકાશ નામના એક યુવાન સાથે લગ્ન કરી લીધાં છે અને પતિ તથા બાળકોની સાથે એ ખૂબ સુખી છે."

આજે તો આખો દેશ જાણે છે કે પ્રકાશ આગળ જતાં અત્યંત બુધ્ધિમાન, તેજસ્વી અને કારકિર્દીમાં સફળ સિધ્ધ થયો છે. દેખાવડો તો એ અત્યારે પણ લાગે છે, જુવાનીમાં તો વધારે હશે. આજે એ સી.પી.એમ. નામની કમ્યુનિસ્ટ પાર્ટીનો રાષ્ટ્રીય સ્તરનો રાજનેતા છે. દેશ એને પ્રકાશ કરાતના નામથી ઓળખે છે. વિની દાસ આજે બની ગઇ છે વૃંદા કરાત. કપાળમાં મોટો લાલચટ્ટાક ચાંદલો કરતા વૃંદાજી આજે ઢળતી વયે પણ ખૂબસુરત લાગી રહ્યાં છે.

રામ જાણે જુવાનીમાં કેટલાં યુવાનો એમની પાછળ દિવાના બન્યા હશે. અને જ્યારે વૃંદાજી પ્રકાશ કરાતના પ્રેમમાં પડ્યા હશે, ત્યારે કોણ જાણે કેટલા યુવાનોના હૈયાં ચકનાચૂર થઇ ગયા હશે?!

પ્રેમ ભગ્ન બનવાનો આઘાત પુરુષ પાસે શું-શું નથી કરાવતો ?! કોઇક શહેર છોડી જાય છે, તો કોઇક આ દુનિયા છોડી જાય છે. જે જીવી જાય છે એ ગાતાં રહે છે :

કભી-કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ.

'કિ ઝિન્દગી તેરી ઝુલ્ફોંકી નર્મ છાઓં મેં,
ગુઝર પાતી તો શાદાબ હો ભી સકતી થી,
યે તીરગી જો મેરી ઝીશ્તકા મુકદ્દર હૈ,
તેરી નઝરકી શુઆઓં મેં ખો ભી સકતી થી.

મગર યે હો ન સકા ઔર અબ યે આલમ હૈ,
કિ તૂ નહીં, તેરા ગમ, તેરી જુસ્તજૂ ભી નહીં,
ગુઝર રહી હૈ કુછ ઇસ તરહ ઝિંદગી જૈસે,
ઇસે કિસીકે સહારે કી આરઝૂ ભી નહીં.

કભી-કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી