નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આવતીકાલથી અણગમતા SMS ને કોલ્સ પર પ્રતિબંધ


જે રીતે તમે તમારો મોબાઇલ ફોન નંબર બદલ્યા વગર તમે ફોન ઓપરેટર બદલી શકો છો તેવી જ રીતે જો તમે ઇચ્છો તો તમે અણગમતા કોલ અને અણગમતા એસએમએસ આવતા બંધ કરાવી શકો છો. સરકાર મોબાઇલ ફોન ઓપરેટરોની સહાયતાથી આ સ્કીમને આવતીકાલથી એટલે કે 1, ફેબ્રુઆરી 2011થી શરૂ કરી રહી છે.

- SMS ન જોઇતા હોય તો 1909 પર ફોન કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. 
- રજીસ્ટ્રેશનના 7 દિવસ બાદ તમારા મોબાઇલ ફોન પર અણગમતા કોલ અને એસએમએસ આવતા બંધ થઇ જશે.
- SMS કરીને "COMP TEL NO XXXXXXXXXX, dd,mm,yy, Time hh:mm"
- બીજું પ્રમોશ્નલ મેસેજ સવારે 9 થી રાત્રિના 9 સુધી જ ગ્રાહકોનો મોકલી શકાશે. 
- હવે કંપની પોતાના બ્રાન્ડ નામ સાથે મેસેજ મોકલી શકશે નહિં. 

તમને યાદ હશે કે થોડાંક મહિનાઓ પહેલાં નાણાંમંત્રી પર એક ફોન કોલ આવ્યો હતો કે શું તમારે હાઉસિંગ લોન જોઇએ છે? એવો જ કોલ એચડીએફસીના પ્રમુખ દિપક પારેખ પર ક્રેડિટ કાર્ડ માટે આવ્યો હતો, જ્યારે તેઓ લંચ કરી રહ્યા હતા. 

જે વ્યક્તિ અણગમતા કોલ્સ અથવા તો એસએમએસ ન જોઇતા હોય તેને 1909 પર ફોન કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે. આ ટોલ ફ્રી નંબર છે. પરંતુ આ રજીસ્ટ્રેશનના 7 દિવસ બાદ તમારા મોબાઇલ ફોન પર અણગમતા કોલ અને એસએમએસ આવતા બંધ થઇ જશે. આ નંબર પર એસએમએસ મોકલીને પણ રજીસ્ટર કરાવી શકાય છે. તેના માટે ગ્રાહકે "COMP TEL NO XXXXXXXXXX, dd,mm,yy, Time hh:mm"

એસએમએસ કર્યા બાદ 7 દિવસની અંદર ગ્રાહકની પાસે પ્રમોશ્નલ મેસેજ આવવાના બંધ થઇ જશે. તેમ છતાંય જો આવા એસએમએસ આવે છે તો ગ્રાહક ફરિયાદ કરી શકે છે, તેના પર સખ્ત કાર્યવાહી થશે. જે લોકો પહેલેથી ડુનોટ કોલ પર રજિસ્ટર્ડ છે તેમણે ફરીથી રજીસ્ટર્ડ કરવાની જરૂર નથી.

મોબાઇલ ફોન ગ્રાહકોની પાસે વિકલ્પ પણ છે. જો તમે ઇચ્છો તો તમે વિકલ્પ આપી શકો છો કે તમને કેવા પ્રકારના એસએમએસ નથી જોઇતા, જેમકે જો તમે ઇન્વેસ્ટર છો તો તમે શેરબ્રોકર, એનાલિસ્ટ, કોર્પોરેટ સેકટરના એસએમએસ ચાલુ રાકવા માંગતા હો, પણ અન્ય પ્રકારના એસએમએસ જેમકે લોન લેવી, ક્રેડિટ-ડેબિટ કાર્ડ લેવા વગેરે પર પ્રતિબંધ લગાવી શકો છો. આવું જ કોલ માટે પણ કરી શકો છો. પરંતુ નાગરિક પ્રશાસન, પોલીસ, બીએમસી, સરકાર વગેરેના કોલ અથવા એસએમએસને પ્રતિબંધિત કરી શકાશે નહિં.

બીજું પ્રમોશ્નલ મેસેજ સવારે 9 થી રાત્રિના 9 સુધી જ ગ્રાહકોનો મોકલી શકાશે. આ સમય પછી એસએમએસ મોકલવા પર ગ્રાહક કંપનીની વિરૂદ્ધ ફરિયાદ કરી શકે છે.

ત્રીજી સૌથી સારી વાત એ છે કે હવે કંપની પોતાના બ્રાન્ડ નામ સાથે મેસેજ મોકલી શકશે નહિં. જો કે બેન્ક, ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ, મોબાઇલ ઓપરેટર, એરલાઇન્સ અને રેલવે અથવા તેમની રજિસ્ટર્ડ એજન્સીઓ, જે ગ્રાહકોને માહિતી મોકલે છે, તેઓ આમા સામેલ નથી. તેને બાદ કરતાં તમામ ટેલિમાર્કેટિંગ કંપનીઓને કંઇક આ રીતે એસએમએસ મોકલવાનો રહેશે XY-5ZZZZZ, માની લો કે ટેલિમાર્કેટિંગ કંપની TA-512345 આ નંબર પરથી મેસેજ મોકલે છે તો તેનો મતલબ એ કે આ મેસેજ ટાટા આંધ્રપ્રદેશના કન્ઝયુમર અને ઓટોમોબાઇલ પ્રોડક્ટ માટે ટેલિમાર્કેટિંગ આઇડી 12345થી મેસેજ કરી રહી છે. તેના દ્વારા મેસેજ મોકલનારી કંપનીની સરળતાથી ઓળખ થઇ શકશે.

જો રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ કોઇ અણગમાત કોલ અથવા તો એસએમએસ આવે છે તો જ્યાંથી આવો કોલ-એસએમએસ આવી રહ્યા છે એવા કોલ કરનારાઓને આર્થિક દંડ ભરવો પડી શકે છે. દેશમાં અંદાજે 1 લાખ ટેલિમાર્કેટિંગ કંપનીઓ અને તેમના એજન્ટ છે જે આ પ્રકારના મોબાઇલ ફોન કોલ અને એસએમએસ કરે છે. તેના બદલામાં તેમણે ભારે-ભરખમ કમિશન મળે છે. પરંતુ ટુ નોટ કોલ પર રજીસ્ટર કરાવનાર ગ્રાહકોને તેમ છતાંય ટેલિમાર્કેટિંગના કોલ મોકલી રહ્યા છે તો આવી કંપનીઓ પર 7 લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે અને તેમણે 2 વર્ષ માટે બેલ્કલિસ્ટ પણ કરી શકાય છે. આ સ્થિતિમાં કંપની 2 વર્ષ સુધી એસએમએસ મોકલી શકતી નથી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!