નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

‘ગુજરાતમાં દેખીતી જ દારૂબંધી છે, બાકી માગો ત્યારે મળે છે’


- ગુજરાતમાં દેખીતી જ દારૂબંધી, માગો ત્યારે મળે છે: અભય બંગ 
- ગાંધી નિવૉણ દિન નિમિત્તે ડૉ.બંગનું ગાંધી આશ્રમમાં વક્તવ્ય 
- ૧૯૯૦માં લોકઝુંબેશ કરી ગઢચિરોલીમાં દારૂ ઉપર પ્રતિબંધ મુકાવ્યો હતો

‘ગુજરાતમાં દેખીતી જ દારૂબંધી છે, બાકી માગો ત્યારે મળે છે’ - આ શબ્દો છે સામાજિક કાર્યકર અને ‘મહારાષ્ટ્ર રત્ન’ ડૉ. અભય બંગના, જેમણે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં બે દાયકા પૂર્વે લોકઝુંબેશ શરૂ કરીને દારૂ પર પ્રતિબંધ મુકાવ્યો હતો. રવિવારે ગાંધી નિવૉણદિન નિમિત્તે અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે વકતવ્ય આપતાં તેમણે કહ્યું હતું કે, આજનું વિશ્વ ગ્લોબલ વોર્મિંગ, આર્થિક અસમાનતા અને હિંસા જેવી ગંભીર સમસ્યામાંથી પસાર થઇ રહ્યું છે. ગાંધીજીએ હિન્દ સ્વરાજમાં વર્ણવેલા રસ્તે ચાલીએ તો આ તમામ સમસ્યાનું સમાધાન આવી જાય તેમ છે.

સર્વોદય વિચારધારાને વરેલા અને ગાંધીજીને રસ્તે ચાલનારા ડૉ. અભય બંગ મહારાષ્ટ્રમાં અતિ પછાત ગઢચિરોલી જિલ્લામાં ગ્રામીણ સ્વાસ્થ્ય અને મહિલાઓ સંબંધિત મુદ્દે કામ કરી રહ્યા છે. અમેરિકામાં મેડિકલનો અભ્યાસ કર્યા બાદ ડૉ. બંગ અને તેમનાં પત્ની ડૉ. રાનીએ ગઢચિરોલીને કાર્યક્ષેત્ર બનાવ્યું હતું.

ડૉ. બંગે જણાવ્યું હતું કે, ૧૯૯૦માં ગઢચિરોલીમાં અમે દારૂ વેચાણની સામે મૂવમેન્ટ શરૂ કરી હતી ત્યારે જિલ્લામાં રાજ્ય સરકાર ૧૪ કરોડનું બજેટ ફાળવતી હતી. આ ગરીબ જિલ્લામાં ૧૬ કરોડના દારૂનું વેચાણ થતું હતું. સરકાર સામે લોકોનો અહિંસક વિરોધ એવો ચાલ્યો કે બે વર્ષ બાદ જિલ્લામાં દારૂ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં દેખીતી જ દારૂબંધી છે, બાકી માગો ત્યારે મળે છે. ડૉ. બંગને મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર રત્ન એવોર્ડ આપ્યો છે તેમજ દેશ- વિદેશના અનેક પારિતોષિક મળી ચૂક્યાં છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી