નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દુનિયાનું સૌથી શાનદાર જહાજ જુઓ, તસવીરોમાં

આ જહાજનું મોડલ એક સદી પૂર્વે તૈયાર કરાઈ ચૂક્યું હતું

બ્રિટને પોતાના આ શાનદાર જહાજને તાજેતરમાં જ સમુદ્રમાં ઉતાર્યું છે. સ્પિરિટ ઓફ બ્રિટન નામના આ જહાજની ક્ષમતાનો અંદાજો એ પરથી જ લગાવી શકાય છે કે તેમાં બે હજાર મુસાફરોની સાથોસાથ એક હજાર કાર પણ આવી શકે છે. આ જહાજમાં મુસાફરી કરવા માટે 30 પાઉન્ડ (માત્ર 2100) રૂપિયા ચૂકવવાના રહેશે. આ જ ભાડામાં તમે તમારી કાર પણ સાથે રાખી શકશો. એટલે કે તમારા પરિવાર સાથે કારમાં આ જહાજ પર આવો, ફરો અને પાછા તમારી કારમાં જ ઘરે જતા રહો.

આ જહાજની લંબાઈ 700 ફૂટ અને પહોળાઈ 100 ફૂટ છે. શાહી એશોઆરામથી સજજ આ જહાજ આશરે 11 અબજ રૂપિયાના ખર્ચે બન્યું છે. આ જહાજનું મોડલ એક સદી પૂર્વે તૈયાર કરાઈ ચૂક્યું હતું.

આ જહાજે સુવિધાઓના મામલામાં બ્રિટનના સૌથી શાહી ગણાતા જહાજ પ્રાઇડ ઓપ કેલેસને પણ પાછળ છોડી દીધું છે. પ્રાઇડ ઓફ કેલેસની ક્ષમતા આના કરતા અડધી છે. તેમાં માત્ર 1000 પેસેન્જર સાથે 500 કાર સમાઈ શકે છે. સ્પિરિટ ઓફ બ્રિટન 3 ડેકનું છે. તે મુક્યત્વે રજાઓ ગાળવા માટે બીજા દ્વીપ પર ફરવા જતા લોકો માટે બનાવાયું છે.




Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી