નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગાંધીજીએ હિટલરને હિંસા છોડવાની સલાહ આપી હતી

>ગાંધીજીએ હિટલરને બે પત્ર લખ્યા હતા
>પત્રમાં ગાંધીજીએ હિટલરને ‘મિત્ર’ તરીકે સંબોધ્યા હતા
>ગાંધીજીએ હિટલરને હિંસા છોડવાની સલાહ આપી હતી


સત્ય અને અહિંસાનો સંદેશ આપીને પોતાનું સર્વસ્વ બલિદાન કરનારા ગાંધી બાપુએ જર્મનીના તત્કાલિન તાનાશાહ એડૉલ્ફ હિટલને પણ અહિંસાનું મહત્વ સમજાવ્યું હતું અને તેમને યુદ્ધનો રસ્તો છોડવા આગ્રહ કર્યો હતો. મહાત્મા ગાંધી કમ્પ્લીટ વર્ક્સ.. વોલ્યૂમ 70માં પ્રકાશિત બાપુના 23 જુલાઈ, 1939ના રોજ લખાયેલા પત્રમાં તેમણે જર્મન તાનાશાહને અહિંસાનું મહત્વ સમજાવાની કોશિશ કરી હતી. બાપુએ 24 ડિસેમ્બર, 1940ના રોજ હિટલરને વિસ્તૃત પત્ર લખ્યો હતો, જ્યારે જર્મની અને ઈટાલી સમગ્ર યુરોપ પર કબ્જો કરવા તરફ આગળ વધી રહ્યાં હતા.

મહાત્મા ગાંધીજીના જીવન પર સંશોધન કરનારા ડૉ. કોએનરાદ ઈલ્સ્ટે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે મહાત્મા ગાંધીએ પોતાના પહેલા પત્રની શરૂઆતમાં હિટલરને ‘મિત્ર રૂપ’માં સંબોધિત કર્યા હતા અને એક વર્ગના લોકોની ટીકા છતાં હિટલરને લખેલા બીજા પત્રમાં ‘મિત્ર’ સંબોધનને સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું હતું કે તમને મિત્ર સંબોધન કોઈ ઔપચારીકતા નથી. તેઓ ગત 33 વર્ષથી દુનિયામાં માનવતા અને બંધુત્વના પ્રસાર માટે કામ કરતાં રહ્યાં છે, ચાહે તે કોઈ જાતિ, વર્ગ, ધર્મ અથવા રંગ સાથે જોડાયેલું કેમ ન હોય? ગાંધીજીએ લખ્યું હતું કે તેઓ સાર્વભૌમ બંધુત્વના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખે છે.

હિટલરને લખેલા પત્રમાં મહાત્મા ગાંધીએ જર્મન તાનાશાહની મદદથી ભારતની સ્વતંત્રતાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. તેમણે લખ્યું હતું કે તેઓ ક્યારેય ઈચ્છશે નહીં કે દેશમાં બ્રિટિશ શાસનનો ખાત્મો જર્મનીની મદદથી થાય, પરંતુ અહિંસા એવો રસ્તો છે કે જે દુનિયાની સૌથી વધારે હિંસક શક્તિઓના ગઠબંધનને પણ પરાજીત કરવાની ક્ષમતા ધરાવે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી