નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શુક્રવારે સીએ બનેલો યુવક રવિવારે શાકભાજી વેચવા ગયો


- શાકભાજી વેચતા પરિવારનો પુત્ર સીએ બન્યો

- ચાર્ટડ એકાઉન્ટન્ટ બનેલા યુવકને પિતાની ગેરહાજરીમાં તેની રેંકડીએ ઊભા રહી બકાલુ વેચવામાં જરાય નાનપ ન લાગી

‘રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના. મૂંઝાઇ એમ થોડા મનમાં મરી જવાના? તોફાન જિંદગીના પાછા ફરી જવાના, એ શું કરી શક્યા છે? એ શું કરી જવાના?’ શાકભાજી વેચતા સામાન્ય પરિવારના પુત્ર પ્રફુલ રંગપરાએ ‘ઘાયલ’ના આ શે’રને જીવી બતાવ્યા છે. 

રાજકોટમાં શાકભાજી વેચતા પિતા અને ચાંદીકામ કરતી માતાની આંખનો રતન ચાર્ટડએકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષામાં તેજસ્વી તારલા તરીકે ઝળહળ્યો છે. એથી પણ સન્માનનીય વાત એ છે કે, શુક્રવારે સીએ બનેલો પ્રફુલ રંગપરા રવિવારે રેંકડીએ બકાલુ વેચવા બેઠો હતો. ચાર્ટડએકાઉન્ટન્ટ જેવી હાઇ-ફાઇ ડિગ્રી મેળવ્યા બાદ પણ પિતાને કામમાંથી થોડી રાહત આપવા માટે આ યુવકને રેંકડીએ ઊભા રહી શાકભાજી વેચવામાં જરા પણ નાનપ ન લાગી.

તાજેતરમાં ૨૧મી જાન્યુઆરીએ આઇસીએઆઇ દ્વારા ઘોષિત થયેલા પરિણામમાં રાજકોટના તેર યુવક-યુવતીઓમાંથી એક નામ પ્રફુલ રંગપરાનું હોય, ચાર્ટડએકાઉન્ટન્ટ બનવાનું તેનું સ્વપ્ન સાકાર થયું હતું. ડાઉન ટુ અર્થ સ્વભાવનો આ યુવાન સીએ બની ગયા બાદ પણ એ જ હળવાશથી રેંકડીએ બકાલુ વેચવા ઊભો રહ્યો હતો.

એક સીએ તરીકે બકાલું વેચતા તમારો અહમ ન ઘવાયો તેવા સવાલના જવાબમાં પ્રફુલે કહ્યું કે, એમાં અહમનો સવાલ જ ઊભો થતો નથી. આ અમારું વર્ષો જૂનું કામ છે અને કોઇપણ કામ કોઇ દિવસ નાનું કે મોટું હોતું નથી.હવે આગળ શું લક્ષ્યાંક છે? તેવા પ્રશ્નના ઉત્તરમાં પ્રફુલભાઇ રંગપરાએ કહ્યું કે, મને નોકરી મળે એટલે સૌથી પહેલાં મારા પિતાને શાકભાજીના ધંધામાંથી અને મમ્મીને ચાંદી કામમાંથી નિવૃત્ત કરવા છે.

સીએ પ્રફુલભાઇએ કહ્યું કે, મને અભ્યાસનો ખુબ જ શોખ હતો. પરંતુ, હું ચાર્ટડએકાઉન્ટન્ટ બનીશ તેવી મેં ક્યારેય કલ્પના કરી ન હતી.

હજાર પ્રકારની સુવિધાઓ વચ્ચે પણ છાત્રો નાપાસ થતા હોય છે અને તેને કઇ કહેવામાં આવે તો તેઓ ડિપ્રેશનમાં આવી જાય છે અને સુસાઇડ પણ કરી બેસે છે. ત્યારે કોળી સમાજ માટે ગૌરવ સમાન પ્રફુલ કરસનભાઇ રંગપરા હાલના છાત્રો માટે પ્રેરણાસ્ત્રોત છે. ચોમાસામાં જે ઘરના નિળયામાંથી પાણી ટપકતું હોય, તે ઘરમાં અભ્યાસ કરી તેઓ સીએ બન્યા છે. બે છેડા પણ માંડ ભેગા થતા હોય તેવી સ્થિતિમાં પણ ધૈર્ય અને ધગશ જાળવવાથી તમારું લક્ષ્ય સામે આવીને તમને મળે છે તેવું પ્રફુલ રંગપરાએ સાબિત કરી બતાવ્યું છે.

આખા ઘરની આવક મારા પુત્રના ભણતરમાં ખર્ચાઇ જતી –

પોતાના વહાલસોયાને ચાર્ટડએકાઉન્ટન્ટ બનેલો જોઇ અત્યંત હર્ષ અનુભવતા લાડુબેન કરસનભાઇ રંગપરાએ કહ્યું કે, અમારા આખા ઘરની કમાણી મારા પુત્રને ભણાવવામાં ખર્ચાઇ જતી. પરંતુ, મારા પુત્રને નાનપણથી જ ભણવાનો ખુબ શોખ હતો અને એટલો જ શોખ મને મારા પુત્રને ભણાવવાનો હતો. આજે મારો પુત્ર સીએ બન્યો છે એ માટે અમે કંઇ જ કર્યું નથી, બધી જ કૃપા અમારા માતાજીની છે.

ભગવત્ ગીતા વાચવાનો શોખ – 

સીએ બનેલા પ્રફુલભાઇ રંગપરાને જ્યારે તેઓની હોબિઝ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે, મને ભગવત્ ગીતા વાચવાનો તથા તેના શ્લોકને સમજવાનો ખુબ જ શોખ છે. આ સિવાય કોમ્પ્યુટર પણ મારા રસનો વિષય છે

રાજકોટમાં ૬૫૦માંથી માત્ર ૧૩ પરીક્ષાર્થી સીએ બન્યા –

પ્રફુલભાઇએ કહ્યું કે, રાજકોટમાં આ વર્ષે સીએ ફાઇનલ યરની પરીક્ષા આપનારા ૬૫૦માંથી માત્ર સાત જ પરીક્ષાર્થીઓ પાસ થયા છે.

કોળી સમાજમાં કદાચ હું એક માત્ર સીએ –

પ્રફુલ રંગપરાએ કહ્યું કે, મે ડેટાબેઝ ચેક કર્યો નથી. પરંતુ, કોળી સમાજમાંથી ચાર્ટડએકાઉન્ટન્ટ હોય તેવો કદાચ હું એકમાત્ર યુવક છું.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!