નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઐસી આઝાદી ઔર કહાં!?

આજે ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ. ભારતના બંધારણનો ‘હેપ્પી બર્થ ડે.’ ૧૯૫૦માં આ જ દિવસથી અમલમાં મૂકાયેલા એટલે કે ઓન ધેટ વેરી ડે, બોર્ન’ થયેલા ‘કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા’ને આજે સાઠ વર્ષ પૂરા થઇને એકસઠમું બેઠું. દુનિયામાં લોકશાહી ધરાવતા દેશોનાં બંધારણોમાં આપણું ભારતનું રાષ્ટ્રીય બંધારણ સર્વશ્રેષ્ઠ યાની કે ‘વર્લ્ડ બેસ્ટ’ ગણાય છે, બોસ! એમાં દેશના નાગરિકો માટે લખાયેલા હક્કો ને ફરજો તો ખરેખર અદ્ભુત છે. યુનિક છે. તેનાં ફંડામેન્ટલ રાઇટ્સ અને બંધારણીય ફરજોની આપણને બધાયને ખબર છે જ.

પણ ભ’ઇ, આ તો આપણને બંધારણ દ્વારા મળેલા હક્કો અને ફરજો છે. પરંતુ છેલ્લાં સાઠ વર્ષોમાં આપણે બધા, એટલે કે ‘મેરા ભારત મહાન’ના સુજ્ઞ-સજ્જન-સૌમ્ય નાગરિકો, જાતે-પોતે કેટલાક હક્કો-ને-ફરજો પેદા કરી-મેન્યુફેકચર કરી, એમને વટથી ભોગવી રહ્યાં છીએ. આવાં ‘સ્વપાર્જિત’ ‘સેલ્ફ મેઇડ’ હક્કોને ફરજો ક્યાં છે, ડુ યુ નો ધેટ?ના? તો હોંભરો...

- પાન મસાલા-ગુટખા ખાઇ ગમે ત્યાં-ગમે ત્યારે-ગમે ત્યાંથી-ગમે તેટલી વાર-ગમે તેટલું થૂંકવાનો અબાધિત હક્ક-‘રાઇટ ટુ સ્પીટ’

- સમાજના કોઇ પણ રોડપતિ કે કરોડપતિને મન થાય ત્યારે રોડના છેવાડે જઇ ભીંત કે વાડ તરફ મોઢું રાખી ‘હળવા થવાના’ હક્ક (હા આ આ શ..!)

- કોઇને ગમે તેટલું ડિસ્ટર્બ થાય છતાં પણ કોઇ પણ જગ્યાએ, કોઇ પણ સમયે મોબાઇલ ફોનમાં મોટે મોટેથી વાતો કરવાનો ‘ફોન્ડામેન્ટલ રાઇટ.’

- ઘરમાં ખૂબ જ અગત્યના મહેમાન આવ્યા હોય, વર્ષો પછી ખાસ મિત્ર કે નજીકનાં સગાં મળવા આવ્યાં હોય તો એ બધાંયની સદંતર અવગણના કરી-તેમને ‘ટોટલી ઇગ્નોર’ કરી ટીવી પર ફાલતુ સિરિયલ જોયા કરવાનો ‘ઇડિયટ’ (બોક્સ) હક્ક.

- કોઇ પણ જાતના કાયદા, કાનૂન, નિયમ, રૂલ્સનો ભંગ કરવાનો-ઉલ્લંઘન કરવાનો ‘બેધડક હક્ક’ અને જો ઝલઇ જાઓ, ઝડપાઇ જાઓ તો તોડ-પાણી કરી છટકી જવાનો ‘નફ્ફટ હક્ક.’

- નોકરીના સમયમાં શક્ય હોય એટલું ઓછું કામ કરવાનો (બને તો કામ જ નહીં કરવાનો) અને પછી પગાર વધારો માગવાનો ‘દોંગો’ હક્ક.

- બંધારણ દ્વારા મળેલા ‘વોટ’ આપવાના હક્કનો ધરાર ઉપયોગ નહીં કરવાનો હક્ક અને પછી સરકારને ગાળો દેવાનો ‘ગેબી હક્ક’.મારા વાલીડા’વ આ તો આપણે જાતે ‘ઇજાદ’ કરેલાં હક્કોનું ‘સેમ્પલિયું’ છે. આવા તો અનેક ‘અંટ-શંટ’ હક્કો આપણે જાડી ચામડીના બનીને એન્જોય કરી રહ્યાં છીએ. પણ અત્યારે તો આપણે ‘ભેદી’ ફરજો વિશે પણ ‘વાત્યું’ કરવાની છે. તો પેશ હૈ ‘ઇનક્રેડિબલ ઇન્ડિયન’ની ‘ફન્ની ફરજો.’

- ટીવી પર ભારતની ક્રિકેટ મેચ ટેલિકાસ્ટ થતી હોય ત્યારે કામ-ધંધા-નોકરી છોડી (અથવા તો નોકરીમાંથી ‘ગુટલી’ મારી) કલાકો-દિવસો સુધી બેઠાં બેઠાં મેચ જ જોયા કરવાની ‘બેઠાડું ફરજ.’

- કોઇ પણ કામમાંથી ‘કટકી બાજી’ કરવી, લાંચ-ઘુંસ લીધા/દીધા વિના પતાવટ ન કરવાની, ‘રાજા-કલમાડી’ ફરજ.

- ઢોંગી સાધુ, બોગસ બાબાઓ, ફાલતુ ફકીરોના ટાંટિયામાં આળોટવાની (અ)ધાર્મિક ફરજ.

- ઉત્સવોના નામે ભયાનક ઘોંઘાટ કરવાની, ગંદકી કરવાની, વરવા પ્રદર્શનો કરવાની, જળ-વાયુમાં પ્રદૂષણ ફેલાવવાની ‘ગોબરી’ ફરજ.

- પોતાની સંપત્તિ, તાકાત, ઓકાત, પાવરનું વરવું જુગુપ્સા પ્રેરક પ્રદર્શન કરવાની ‘બિભત્સ ફરજ.’ફુલ્લી ફાલતું ફિલ્મો, તદ્દન વાહિયાત ટીવી સિરિયલો, ભંગાર રિયાલિટી શો, અનરિલાયેબલ ન્યૂઝ ચેનલોને સતત-દરરોજ જોયા કરવાની- ‘ડેઇલી’ ફરજ.

- લોકશાહી પર કલંક સમાન લુચ્ચા, લબાડ, લેભાગુ, લાંચિયા, નકામા, નાલાયક નેતાઓ ચૂંટી ચૂંટીને સરકારમાં મોકલવાની ‘ક’મતની ફરજ.

સો માય ડિયર ફ્રેન્ડ્ઝ, શું કહેવું છે આપ સાહેબોનું? આવી આવી ભેદી-ગેબી ફરજો અને હક્કો આપણે બધી આ પ્રજા સત્તાક દિવસે નથી ભોગવી રહ્યાં? શું આપણે ‘આન્સરેબલ’ નથી કોઇને?

ટોપિક-એ-કરંટ: ૨૬મી જાન્યુઆરીને ‘પ્રજા સત્તાક’ દિવસ કહે છે તો બાકીના બીજા દિવસોને ‘પ્રજા-સટ્ટાક’ દિવસ કહેવા જોઇએ કેમ કે બીજા બધા દિવસોમાં બિચારી પ્રજાને ‘સટ્ટાક સટ્ટાક’ પડતી રહે છે!

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી