નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બોસને મુક્કો મારવાનુ મન થાય તો?

ઓફિસમાં ઘણી વાર તમારા બોસ સતત તમારા પર નજર રાખીને બેઠા હોય છે, તમારી નાની એવી ભૂલને પકડીને તમને સંભળાવતા હોય છે. તમને લગભગ ઊભા પગે રાખતા હોય છે. આવા સમયે તમને થતુ હશે કે એકવાર તમને તક મળે અને તમે પણ તમારા બોસની સાથે એટલી જ કડકાઈથી વાત કરી શકતા હોત. ઘણી વાર તો થાય કે બોસની કેબિનમાં ઊભા ઊભા જ તેના નાક પર એક પંચ મારી દઈએ.

માત્ર ઓફિસની વાત નથી, ઘરમાં કે મિત્રોમાં પણ ઘણી વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે તમે કંઈ કરી પણ ન શકો અને કહી પણ ન શકો.

આની પાછળ ઘણા અલગ અલગ કારણો જવાબદાર હોય છે. અંગત કારણ, કામનુ ટેન્શન, નોકરી જવાનો ભય વગેરે... રોજની આ કડવાશ મનમાં ભરી રાખવી સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી. આ રહ્યા અમુક ઉપાયો જેનાથી તમે તમારો આ ગુસ્સો કાઢી શકશો તે પણ બોસને મુક્કો માર્યા વગર અને નોકરી ગુમાવ્યા વગર.

1. એક સુરક્ષિત જગ્યા શોધો:કોઈના પર ગુસ્સો કરવાથી, બૂમો પાડવાથી કે કાચના વાસણો તોડવાથી પ્રશ્નો ઉકેલાતા નથી. પણ ઘણી વાર તમારે માત્ર ગુસ્સો વહાવી દેવાની જરૂર હોય છે. તે માટે યોગ્ય અને સુરક્ષિત જગ્યા શોધો જેમ કે બેઝમેન્ટ રૂમ કે પછી ટેરેસ પર જાઓ અને જોરથી બૂમો પાડો. બેઝમેન્ટમાં એક કાચની ખાલી બરણી કે ગ્લાસ લઈને જાઓ અને સીધો દિવાલ પર મારીને તોડી નાંખો. અથવા તો એક પન્ચિગ બેગ લઈ આવો અને તમારો બધો ગુસ્સો ઠાલવો.

2. ઊંડા શ્વાસ લો:જ્યારે આપણે હોઈએ તેના કરતા પણ વધુ નબળા હોવાનો અહેસાસ થાય ત્યારે વધારે ગુસ્સો આવતો હોય છે. થોડા ઊંડા શ્વાસ લેવાથી મનને શાંતિ મળશે. આમ કરવાથી તમને શારીરિક અને માનસિક ઉર્જા મળશે અને તમારા વિચારો પણ સ્પષ્ટ થશે.

3. 10 સુધી ગણતરી કરો:બહુ જ સામાન્ય પણ બહુ જ અસરકારક. ગુસ્સો કાબૂમાં કરવાની આ ટિપ વર્ષોથી કારગત નિવડે છે. આનાથી તમને પરિસ્થિતિમાંથી પીછે હઠ કરવામાં મદદ અને તમારી ભૂલ અથવા સમસ્યાને જોવા અને સમજવાનો સમય મળે છે.

4. તમારી જાતને બ્રેક આપો:જ્યારે ગુસ્સો આવે ત્યારે બોલાચાલીમાં ઉતરવાને બદલે રૂમમાંથી બહાર ચાલ્યા જાવ અને ચાલવા જાઓ. સમસ્યાનું વિશ્લેષણ કરો અને પછી તેના પર પગલા લો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!