નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગુજરાત કોઇપણ બિઝનેસની સફળતા માટે ઉત્તમ:મોદી


મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગાંધીનગરમાં યોજાયેલી કેમિકલ બાયર-સેલર-મીટને સંબોધતાં જણાવ્યું હતું કે, કોઇપણ ઉદ્યોગ-વેપારની બિઝનેશ સફળતા માટે ગુજરાત શ્રેષ્ઠ સ્થળ છે.
>બીજા દિવસે સવારે મહાત્મા મંદિરમાં એક કલાક સુધી મુખ્યમંત્રીએ નિરીક્ષણ રાઉન્ડ લીધો
આ સમિટમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના બાયર્સ-સેલર્સને સર્વાધિક લાભ થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા સૌને અભિનંદન આપ્યા હતા.

ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ મહેશ્વર શાહુએ જણાવ્યું હતું કે, વૈશ્વિક મંદીના સમયમાં પણ ગુજરાતનો કેમિકલ ઉદ્યોગ ટકી રહ્યો છે. ગુજરાતમાં કેમિકલ ઉદ્યોગના વિકાસની વિશાળ તકો અને હકારાત્મક વાતાવરણના પગલે વિશ્વભરમાંથી આ ક્ષેત્રેના ઉદ્યોગકારોએ ગુજરાત તરફ મીટ માંડી છે અને એટલે જ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના પ્રથમ દિવસે જ પેટ્રો-કેમિકલ ક્ષેત્રે ૨૭ બિલીયન યુ.એસ.ડોલરના એમ.ઓ.યુ. થયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૧ સંદર્ભે કેમેકસીલ દ્વારા ૯મી કેમિકલ બાયર સેલર મીટને ખૂલ્લી મુકાઇ હતી. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત સ્થપાયેલ કેમકસીલ (બેઝિક કેમિકલ, ફાર્ર્માસ્યુટિકલ એન્ડ કોસ્મેટિક-એકસાઇટ પ્રમોશ કાઉન્સિલ) તથા ઇન્ડેક્ષ-બીના સંયુકત ઉપક્રમે આયોજિત આ બાયર-સેલર મીટમાં વિશ્વના ૩૦ જેટલાં દેશોની વિવિધ કંપનીઓના ૧૦૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ-વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિનિધિઓએ ગુજરાત તેમજ દેશના અન્ય પ્રાન્તોમાંથી પધારેલા વેપારીઓ સાથે સતત બે દિવસ સુધી વન-ટુ વન મીટીંગ કરી વેપાર અંગેની માહિતીનું આદાન-પ્રદાન કયું હતું.

બાયર સેલર મીટના પરિણામે ભારતની બેઝિક ઓર્ગેનિક, બાયો ફર્ટીલાઇઝર-એગ્રો કેમિકલ ઓર્ગેનિક કેમિકલ, કોસ્મેટિકસ, કલસ્ટર ઓઇલ જેવાં ક્ષેત્રમાં દેશની ક્ષમતા, તેમજ આ ક્ષેત્રોમાં વિદેશી મુડીરોકાણની તકો પ્રદર્શિત થશે.

વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ એસ.કે.નંદાએ જણાવ્યું હતું કે કેમિકલ ક્ષેત્રે આજે વૈશ્વિક સ્પર્ધાનું વાતાવરણ છે ત્યારે કેમિકલમાં ગુણવત્તાનું પાસું અનિવાર્ય છે. સાથોસાથ વૈશ્વિક પ્રવાહો સાથે તાલ મિલાવવા સંશોધન પણ એટલું જ જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું. નંદાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે કેમિકલ ક્ષેત્રે પોતાનું નામ રાષ્ટ્ર જ નહીં વિશ્વકક્ષાએ ઉજાગર કર્યું છે. રાજ્યના કાર્યરત કેમિકલ એકમો દ્વારા અનેક ઉત્પાદનો ગુણવત્તાની સાથે બા્રન્ડીંગનું પીઠબળ ધરાવે છે.

જોખમી ગણાતા આ વ્યવસાયમાં ગુણવત્તા અને સલામતીના પાસાં આવરી લેવાય તો આ વ્યવસાયના વિકાસની વિશાળ તકો રહેલી છે. તેમણે આ ક્ષેત્રે શ્રેષ્ઠતાના ગુણધર્મને અપનાવવા અનુરોધ કર્યો હતો.

કેમેકલીસના રીજ્યનલ ચેરમેન ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ મીટ દ્વારા કેમિકલ ક્ષેત્રે કાર્યરત એકમોનો સુવ્યવસ્થિત વિકાસ થયો છે. તેમણે છેલ્લા નવ વર્ષથી યોજાઇ રહેલી બાયર-સેલર મીટની રૂપરેખા આપી હતી.

કેમેકલીસના ચેરમેન આનંદલાલ સીરીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ૪૮ વર્ષ પહેલા સ્થપાયેલી આ સંસ્થાનો હેતુ સંસ્થા સાથે જોડાયેલા ઉદ્યોગ પ્રતિનિધિઓમાં વ્યાપાર-વિકાસ વધે તે છે. દેશભરમાં ફેલાયેલા ૪ હજાર સભ્યોને તેનો સીધો લાભ મળે છે. આ સાથે સાથે વિશ્વના દેશોમાં નિકાસની તકો પણ સાંપડે છે.

આ પ્રસંગે જી.ડી.એમ.એ. સંસ્થાના પ્રમુખ શંકરભાઇ પટેલ, ડાયરેકટર ઓફ કોમર્સ મૃદુલ જૈન, કેમેકસીલના વાઇસ ચેરમેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બીજા દિવસે સવારે મહાત્મા મંદિરમાં એક કલાક સુધી મુખ્યમંત્રીએ નિરીક્ષણ રાઉન્ડ લીધો

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આજના બીજા દિવસે સમિટ પ્રારંભ પૂર્વે પૂરા એક કલાક સુધી સમગ્ર મહાત્મા મંદિર પરિસરના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રીએ અત્યંત રસપૂર્વક પરિસરમાં વિવિધ ડોમ્સ, પેવેલિયન્સ તથા સેમિનાર હોલ સહિત અન્ય સવલતો નિહાળી હતી.

ખુશ્નૂમા સવારે નરેન્દ્ર મોદીનો મહાત્મા મંદિરના આ નિરીક્ષણ રાઉન્ડથી આયોજકો-ડેલિગેટ્સ તથા ઉપસ્થિત તમામે સાનંદાશ્ચર્યની લાગણી અનુભવી હતી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી