નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અરે બાપ રે! આ તો મોબાઇલ છે કે બુલડોઝર

તમને ઘણીવાર એવુ જોવા મળ્યુ હશે કે નેટવર્ક જતા રહ્યાં પછી તમે તમારા મોબાઇલથી ના તો કોઈ કૉલ કરી શકો છો, કે ના તો કોઈ કૉલ તમારા મોબાઇલ સુધી પહોંચતો. પરંતુ હવે આવી સમસ્યાનું નિરાકરણ પણ આપણી સામે આવી ગયુ છે.

જાણીતી કંપની જેસીબી એ એક એવો મોબાઇલ બજારમાં ઉતાર્યો છે, જેમાં ઇનબિલ્ટ રેડિઓ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. જેની મદદથી તમે મોબાઇલના આઉટ ઑફ કવરેઝ થયા તેમ છત્તા પણ સ્થાનિક વિસ્તારમો કોઈ પણ જેસીબી ફોન હોલ્ડર સાથે સરળતાથી વાત કરી શકો છો. આ મોબાઇલનું નામ છે, 'જેસબી ટફ ફોન સાઇટ માસ્ટર'. આ ફોનનો રેડિઓ સિસ્ટમ, સિમ કાર્ડ વગર કામ કરી શકે છે.

હાઇલાઇટ્સઃ-

- આ મોબાઇલ સંપુર્ણ રીતે વોટરપ્રૂફ છે
- સાથે સાથે આ મોબાઇલ સંપૂર્ણ રીતે ડસ્ટપ્રૂફ પણ છે
- બે મીટર ઉંચાઈથી પણ પછાડવામાં આવે તો પણ આ મોબાઇલને કોઈ જ અસર નહીં
- તમારી કાર કે બાઇકની નીચે રાખી દેવામાં આવે તો પણ કોઈ જ અસર નહીં


આ ઉપરાંત મોબાઇલ ખાસ્સી બધી સુવિધાઓ આપવામાં આવી છે, આવો તેમાં પણ એક નજર દોડાવીએ. આ મોબાઇલ સંપુર્ણ રીતે વોટરપ્રૂફ છે. જો આ ફોનને પાણીમાં નાખી દેવામાં આવે તો પણ મોબાઇલ યથાવત સ્વરૂપે ચાલૂ રહેશે. સાથે સાથે આ મોબાઇલ સંપૂર્ણ રીતે ડસ્ટપ્રૂફ પણ છે. જેના પરિણામે તેની ઉપર ધૂળ માટીની પણ કોઈ જ અસર નથી થતી.

આ ઉપરાંત આ મોબાઇલને બે મીટર ઉંચાઈથી પણ પછાડવામાં આવે તો પણ આ મોબાઇલને કોઈ જ અસર નહીં થાય. આટલુ જ નહીં આ મોબાઇલને તમારી કાર કે બાઇકની નીચે રાખી દેવામાં આવે અને તેની ઉપરથી વ્હિકલ પસાર થાય તો પણ આ મોબાઇલને નુકસાન નહીં થાય.

આ ઉપરાંત આ મોબાઇલમાં ડ્યૂઅલ સિમ ફીચર અને 2 મેગાપિક્સલ કેમેરો પણ લગાવામાં આવ્યો છે. વાચક મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આ મોબાઇલ 2 જી નેટવર્ક ઉપર કાર્ય કરે છે, પણ તેમાં અત્યારે 3જી સર્વિસ નથી આપવામાં આવી.

આ મોબાઇલની કિંમત છે 110 પાઉન્ડ એટલે કે 8 હજાર રૂપિયા આસપાસ છે. આ મોબાઇલ બ્રિટનમાં લૉન્ચ કરી દેવામાં આવ્યો છે, અને ભારતીય બજારમાં પણ તેને ટૂંક સમયમાં પ્રસ્તુત થવાની સંભાવના છે. ભારતીય બજારમાં આ મોબાઇલની કિંમત થોડી વધારે રાખવામાં આવશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી