નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આધુનિકતાના નામે બીભત્સતા? કાયદો શું કહે છે?


જે રીતે જાહેરખબર, મેગેઝિન કે ચોપાનિયામાં સ્ત્રીને પ્રદર્શિત કરાય છે, તે જોતાં લાગે છે કે પશ્ચિમનું અનુકરણ ક્યાં જઇને અટકશે?

અશ્લીલ અને બીભત્સ વચ્ચે અત્યંત પાતળી ભેદરેખા છે. જેને પારખવાની ક્ષમતા સ્ત્રીના પોતાનામાં હોય એ પણ અત્યંત જરૂરી છે.

ઘણીવાર કોઇ વ્યાખ્યાન, વર્કશોપ કે સેમિનારમાં ડિસ્કશન દરમિયાન એવો પ્રશ્ન પણ પૂછાય છે કે જાહેરાતોમાં, લેબલ કે ચોપાનીયાં ઉપર સ્ત્રીઓની બીભત્સ રજૂઆત જે થાય છે તે અંગે કોઇ કાયદો નથી? ત્યારે એક સવાલ ઊઠે છે. ભારત જેવા સંસ્કૃતિથી ભરપૂર દેશમાં સ્ત્રીઓની બીભત્સ રજૂઆત ક્યાંથી થવા માંડી? જવાબ કંઇક આવો છે. ભારતમાં રૂઢિચુસ્ત સામાજિક મૂલ્યોને કારણે સ્ત્રી આખું શરીર ઢંકાય તેવા જ પહેરવેશ પહેરતી. 

ફિલ્મોમાં કે જાહેરાતોમાં પણ સ્ત્રીઓને ચોક્કસ મર્યાદામાં જ રજૂ કરાતી, પરંતુ જેમ જેમ શિક્ષણ વધ્યું, વૈજ્ઞાનિક શોધોને કારણે દેશો વચ્ચેનું અંતર ઘટવા માંડ્યું તેમ તેમ પશ્ચિમની વિચારધારા પ્રસરવા લાગી. જેને લીધે સમાજમાં અનેક અપલક્ષણો પેસી ગયા છે. તેમાં સૌથી મોટું અપલક્ષણ છે, સ્વચ્છંદતા અને સ્વાર્થ માટે નીતિનિયમો અને મૂલ્યોને બાજુએ મૂકી દેવા.

ફિલ્મોના પ્રચાર, ચીજવસ્તુની જાહેરાત માટે જ્યારે બીભત્સ લાગે તેવા જાહેરાતોના પાટિયાં મૂકવાનું વધી ગયું ત્યારે ઘણાં જાગૃત સ્ત્રીસંગઠનોએ આનો વિરોધ કર્યો અને આવા પ્રદર્શનો અટકાવવા માટેનો કાયદો ઘડવાની માગણી કરી. ભારતીય ફોજદારી ધારામાં અશ્લીલ તેમ જ બીભત્સ પ્રદર્શન માટે કલમ-૨૯૨, ૨૯૨(અ) તેમ જ ૨૯૪ની કલમો તો છે જ. ૧૯૮૬માં સ્ત્રીઓને બીભત્સ રીતે રજૂ કરવા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો છે. જે ભારતમાં ૧૯૮૭થી અમલમાં છે. 

આ ધારો જણાવે છે કે સ્ત્રીની આકૃતિની કે એના કોઇ પણ અંગઉપાંગની એવી રીતે રજૂઆત કરવી કે જેથી તેને ઉતારી પાડવામાં કે હલકી દર્શાવવામાં પરિણમે અથવા જેથી કરીને લોકોમાં નૈતિકતા ઘટે, તેઓ ગુણવિહીન બને અને તેમનું નૈતિક અધ:પતન થાય તો સ્ત્રીઓની બીભત્સ રજૂઆત થઇ કહેવાય. આ કાયદામાં સ્ત્રીઓની બીભત્સ રજૂઆતની વ્યાખ્યા આપેલી છે. 

એ મુજબ સ્ત્રીઓની બીભત્સ રજૂઆત કરવી એટલે સ્ત્રીની આકૃતિની કે તેણીના સ્વરૂપની, શરીરની અથવા કોઇ અંગની એવી રીતે રજૂઆત કરવી કે જે બીભત્સ લાગે અથવા જે તેણીને હલકી દર્શાવવામાં પરિણમે અથવા તેનાથી જાહેર નૈતિકતા કે ચારિત્ર્યનું ખંડન થવાનો, ભ્રષ્ટ થવાનો અથવા હાનિ પહોંચવાનો સંભવ હોય. બીભત્સ અને અશ્લીલ બે સમાનાર્થી શબ્દો છે, પણ કોઇ પણ કૃતિ બીભત્સ કે અશ્લીલ છે એમ ત્યારે જ કહેવાય જ્યારે તેનાથી વ્યક્તિઓને અનૈતિક અસર થવા સંભવ હોય અને તેમના માનસ દૂષિત થાય કે ભ્રષ્ટ થાય. 

આવા કેસોમાં આ વ્યાખ્યાનું ન્યાયિક અર્થઘટન થતું હોય છે કારણ કે કોઇ કૃતિ બીભત્સ કે અશ્લીલ છે તે પ્રશ્ન નક્કી કરવાની જવાબદારી મૂળભૂત રીતે અદાલતની છે તેવું સુપ્રીમ કોર્ટે ઠરાવેલું છે. આ કાયદા નીચે અગર કોઇ વ્યક્તિએ કોઇ પણ સ્વરૂપે સ્ત્રીની જાહેરખબરમાં બીભત્સ રજૂઆત કરી હોય અથવા આવી જાહેરાત પ્રસિદ્ધ કરાવી હોય કે તે પ્રદર્શિત કરવવાની વ્યવસ્થા કરી હોય તો આ વ્યક્તિ જો દોષિત ઠરે તો બે વર્ષ સુધીની સજા અને R ૨૦૦૦ સુધીનો દંડ થઇ શકે છે. 

આ કાયદો એવું પણ કહે છે કે કોઇ પણ વ્યક્તિ સ્ત્રીઓની કોઇ પણ રીતે બીભત્સ રજૂઆત થતી હોય તેવું કોઇ પુસ્તક, ચોપાનીયું, લખાણ કે કૃતિનું વિસ્તરણ કરી શકશે નહીં, તેને પરપિત્રિત કરી શકશે નહીં કે તેને ટપાલમાં મોકલી શકશે નહીં. સામાન્ય રીતે આ ગુનાઓ કંપની પણ કરતી હોય છે એટલે ગુનાના સમયે કંપનીના કાર્યસંચાલનમાં તે કંપનીને જવાબદાર તે દરેક વ્યક્તિને પણ ગુના માટે દોષિત ઠરાવાય. 

આ કાયદા નીચે કોઇ પણ સ્થળે રાજ્ય સરકારે અધિકૃત કરેલ કોઇ પણ ગેઝેટેડ અધિકારી વ્યાજબી સમયે પ્રવેશ કરી જડતી લઇ શકે છે અને આવું સાહિત્ય જપ્ત કરી શકે છે. બીભત્સ રજૂઆત અંગેનો કાયદો છે, પરંતુ સવારે છાપું ખોલીએ, ટીવી કે મેગેઝિન જોઇને અથવા જાહેરખબરો જોઇએ ત્યારે આધુનિકતાના નામે જે અર્ધનગ્નતાનું પ્રદર્શન જોવા મળે છે ત્યારે થાય છે કે કાયદો ફક્ત પુસ્તકમાં રહી ગયો છે. 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!