નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તસવીર જોયા પછી કંઈ કહેવાની જરૂર છે ખરી?


દારૂ ઢીંચ્યા બાદ ખાલી બોટલો કચરાપેટી પર ગોઠવી દીધી

બગસરામાં પોલીસની જાણે બીક જ ન રહી હોય તેમ કેટલાક દારૂડિયાઓએ દારૂ ઢીંચ્યા બાદ દારૂની ખાલી બોટલો કચરાપેટી ૫ર ગોઠવી દઇ ‘ખાખી’ ની આબરુનું જાહેરમાં લિલામ કર્યું હતું.

બગસરામાં પણ લગ્નની મૌસમ પૂરબહારમાં ખીલી છે. લગ્નમાં વિદેશી દારૂનું ચલણ વધી રહ્યું છે. તેનો પુરાવો આપતી ઘટના બની હતી. શહેરની મધ્યમાં આવેલી બજારમાં એક કચરાપેટી પર દારૂની ખાલી બોટલો લાઇનસર ગોઠવાયેલી જોઇને લોકોમાં અનેકવિધ ચર્ચા શરૂ થઇ હતી.

જ્યાં દારૂની ખાલી બોટલો ગોઠવવામાં આવી હતી ત્યાં બાજુમાં જ લગ્નપ્રસંગ માટેની બે વાડી આવેલી છે. આથી, મહેમાનોએ પાર્ટી માણ્યા બાદ કદાચ વધારે પડતું ઢીંચી જવાથી ખાલી બોટલો જાહેરમાં ગોઠવવનું નક્કી કર્યું હશે તેવું માનવામાં આવી રહ્યું છે.

શહેરમાં જાહેર શૌચાલયોમાં દેશી દારૂની કોથળીઓ મળવાની ઘટના તો અનેકવાર બની ચૂકી છે. પરંતુ, સોમવારે જાહેરમાં જે રીતે દારૂની ખાલી બોટલો ગોઠવવામાં આવી તેનાથી પોલીસને નીચાજોણું ચોક્કસ થયું છે. ત્યારે દારૂની બોટલ મૂકી જનારને પકડવા જરૂરી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!