નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

૧૬ મેગાપિક્સેલવાળો મોબાઈલ

 
૩-ડી તસવીરો ખેંચી શકે તેવો કેમેરા

લંડન: એક નવા કોમ્પેકટ કેમેરાની મદદથી આપ ૩-ડી તસવીરો લઈ શકો છો. આ તસવીરો જોવા માટે આપને ચશ્માંની પણ જરૂર નહીં પડે. ફ્યૂજી ફિલ્મ ડબ્લ્યૂ-૩ કેમેરાથી આપ પ્રથમ વખત પોતાના માથાને ૩-ડીના રૂપમાં જોઈ શકશો અને એ પણ કોઈ મેડિકલ સ્કેનર કે ચશ્માંની મદદ વગર જ આ શક્ય બનશે. આ કેમેરાની સ્ક્રીન પર તુરંત ૩-ડી તસવીરો આવી જાય છે. તેમાં લેન્ટિકુલર ૩-ડી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમેરામાં સૌથી બહેતર તસવીર સ્ક્રીનની બરાબર સામે રહીને જોઈ શકાય છે. આ કેમેરાની એક વિશેષતા એ પણ છે કે તેને માત્ર એક બટન દબાવીને ૨-ડી કેમેરામાં પણ ફેરવી શકાય છે.

અપમાનજનક વીડિયોના આરોપમાં યુ-ટ્યૂબ સામે કેસ

ટોરોન્ટો: યુ-ટ્યૂબ પર કોઈ વ્યક્તિનો વીડિયો મૂકવો આપના માટે ભારે પડી શકે છે. ટોરોન્ટોના એક પોલીસ કોન્સ્ટેબલે યુ-ટ્યૂબ સામે કેસ દાખલ કરી ૧૨ લાખ ડોલરના વળતરની માગણી કરી છે. એડમ જોસેફ નામના આ કોન્સ્ટેબલને ટોરોન્ટોમાં જુન મહિનામાં યોજાયેલ જી-૨૦ સંમેલનમાં ફરજ પર મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન કોઈ વ્યક્તિએ તેની તસવીરો ખેંચી યુ-ટ્યૂબ પર મૂકી દીધી હતી. આ વીડિયોમાં એડમ એક મહિલાને પોતાના મોં પર ચ્યૂઈંગમથી બબલ ન ફુલાવાનું જણાવી રહ્યો છે. વીડિયો જોતા તેની મજાક ઉડાવવામાં આવતી હોય તેમ જણાઈ રહ્યું છે. એડમે યુ-ટ્યૂબને એ વ્યક્તિનું નામ પણ પૂછ્યું છે જેણે આ વીડિયો ઈન્ટરનેટ પર મૂક્યો છે.

ઈ-મેલ સ્પામ ઓછા થયા પરંતુ વાઈરસનું જોખમ વધ્યું

વોશિંગ્ટન: છેલ્લા થોડા દિવસોમાં આપને જોવા મળ્યું હશે કે આપના ઈનબોક્સમાં ઈ-મેલ સ્પામ ઘણા ઓછા આવતા હશે. ગૂગલના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્પામની સંખ્યા તો ઘટાડવામાં આવી છે પરંતુ તેમાં વધુ વાઈરસ હોઈ શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સ્પામની સંખ્યામાં ગત વર્ષે આ જ સમયની સરખામણીએ ૨૪ ટકા ઓછી નોંધાઈ છે. પરંતુ ઓગસ્ટમાં ગૂગલે જે ઈ-મેલ પ્રોસેસ્ડ કર્યા તેમાં વાઈરસ ગત વર્ષની સરખામણીએ ૧૧ ટકા વધારે હોવાનું જાણવા મળ્યું છે. ગૂગલની સિસ્ટમે માત્ર એક જ દિવસમાં વાઈરસવાળા ૧૮.૮ કરોડ ઈ-મેલ બ્લોક કર્યા છે.

૧૬ મેગાપિક્સેલવાળો મોબાઈલ

લંડન: હાલ આપણને મોબાઈલ ફોનમાં ૧૨ મેગાપિક્સેલના કેમેરા અંગે સાંભળીને પણ આશ્ચર્ય થાય છે પરંતુ સોની એરિકસનના નવા એસ૦૦૬ સ્માર્ટફોનમાં ૧૬ મેગાપિક્સેલનો કેમેરા લાગેલો હશે. આ કેમેરા જાપાની કંપની કેડીડીઆઈ ઉપલબ્ધ કરાવશે. આ ફોનમાં વાઈફાઈ, એફએમ ટ્યૂનર, જીપીએસ, બ્લૂ ટૂથ ઉપરાંત ૩.૩ ઈંચની સ્ક્રીન લાગેલો હશે. આ સ્ક્રીન સંભવત: ટચ સ્ક્રીન હશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી