નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લંડનવાસીઓની ઉંઘ હરામ કરી હતી આ દૈત્ય માનવે!

દૈત્ય માનવ પોતાના મોઢામાંથી આગ ઓકતો હતો
>લોકો પર હુમલો કર્યા બાદ પળભરમાં અદ્રશ્ય થઈ જતો
>બ્રિટનમાં 19મી સદીમાં આવા અનેક બનાવો પ્રકાશમાં આવ્યા
1837ના વર્ષમાં લંડનમાં સ્પ્રિંગ હિલ્સ જેક નામના દૈત્ય માનવનો ખોફ ફેલાયો હતો. લોકોના કહેવા પ્રમાણે આ વ્યક્તિ એક જ છલાંગમાં મોટા બિલ્ડિંગો અને દિવાલો કૂદી જતો હતો, તેમજ તેના મોઢામાંથી આગની જ્વાળાઓ નીકળતી હતી. તે ધુમાડામાં પરિવર્તન પામીને પણ અદ્રશ્ય થઈ જતો હતા. અમુક લોકો એવું માની રહ્યા હતાં કે દૈત્ય માનવની આડમાં કોઈ વ્યક્તિ રાત્રે મહિલાઓ પર હુમલા કરતો હતો.

લોકોના જણાવ્યા પ્રમાણે આ દૈત્ય મનુષ્યનો ચહેરો, આંખ અને હાસ્ય ખૂબ જ ડરાવનાક હતું. અનેક લોકોએ તેને પકડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની ગતિને કારણે તે કોઈના હાથમાં આવ્યો ન હતો. 1838માં અનેક લોકો પર આ રહસ્યમય વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

આ અંગેનો પ્રથમ બનાવ 1838માં ફેબ્રુઆરીમાં બન્યો હતો. લુસી સ્કેલસ નામની યુવતી પોતાની બહેન સાથે તેના ભાઈના ઘરેથી પરત ફરી રહી હતી. આ સમયે લુસીને પોતાની પાછળ વિશાળ પડછાયો જોવા મળ્યો હતો. તેણે પાછળ ફરીને જોયું તો એક વિશાળ કદના માનવીએ તેના ચહેરા પર બ્લૂ રંગનો ધુમાડો છોડ્યો હતો, જેના કારણે તે હંમેશને માટે અંધ બની ગઈ હતી. લુસી જમીન પર પડી ગયા બાદ આવિશાળ કદનો વ્યક્તિ ધુમાડામાં ઓગળી ગયો હતો.
થોડા દિવસો બાદ ફરીથી તેને જોવામાં આવ્યો હતો. અલ્સોય પરિવાર પોતાના ઘરે એક સાંજે નિરાતે મજા માણી રહ્યું હતું. ત્યારે કોઈ વ્યક્તિએ તેનો ઘરનો દરવાજો ખખડાવ્યો હતો.

દરવાજા પર કોઈએ દસ્તક દીધાનું માલુમ પડ્યા બાદ જાનો અલ્સોય નામની યુવતીએ ઘરનો દરવાજો ખોલ્યો હતો. તેણે દરવાજો ખોલ્યો ત્યારે તેણે દરવાજાના પડછાયામાં એક વ્યક્તિને ઉભેલો જોયો હતો. વ્યક્તિએ તેને કહ્યું હતું કે, ‘હું પોલીસ અધિકારી છું’. તેણે યુવતીને કહ્યું હતું કે મને લાઈટ આપો. અમે સ્પ્રિંગ હિલ્સ જેકને પકડ્યો છે.

જો કે યુવતીએ જ્યારે તેને મીણબતી આપી ત્યારે તેને માલુમ પડ્યું હતું કે તેણે ખૂબ મોટી ભૂલ કરી નાખી છે. કારણ કે મીણબતીના પ્રકાશમાં તેને માલુમ પડ્યું હતું કે તેની સામે પોલીસ અધિકારી નહીં પરંતુ ખુદ સ્પ્રિંગ હિલ જેક ઉભો હતો. જેણે પોતાના મોઢામાંથી આગ ઓકવાનું શરૂ કર્યું હતું. તેમજ તેના નહોર વડે તેના કપડા પણ ફાડી નાખ્યા હતાં. યુવતીને બૂમાબૂમ બાદ પરિવારના લોકો એકઠા થઈ ગયા હતાં, તેમજ વ્યક્તિ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો હતો.

થોડા દિવસ બાદ તેણે આ જ યુક્તિ અજમાવી એક યુવક પર હુમલો થયો હતો. 19મી સદીમાં ઈંગ્લેન્ડમાં અલગ-અલગ જગ્યાએ આ વ્યક્તિ જોવામાં આવ્યો હતો. 1830 બાદ 1940 અને 1850માં પણ આવા બનાવો બનતા રહ્યા હતાં.

1870માં એક રાત્રે તેણે એક લશ્કરના જવાન પર હુમલો કર્યો હતો. જો કે ગુસ્સે ભરાયેલા લોકોએ તેના પર ગોળીબાર પણ કર્યો હતો. પરંતુ જેક હંમેશની જેમ તેમના તરફ અટહાસ્ય કરીને અંધારામાં અદ્રશ્ય થઈ ગયો હતો. જેકને છેલ્લે 1904માં લિવરપૂલ ખાતે જોવામાં આવ્યો હતો.

એક રહસ્ય...

અમુક લોકો માને છે કે જેક એક રાક્ષસ હતો. અમુક લોકો એવું માનતા હતાં કે આ કોઈ આકૃતિ વગરનો વ્યક્તિ હતો. જો કે આ વ્યક્તિ કોણ હતો અને ક્યાંથી આવતો હતો તેનું રહસ્ય આજ દિવસ સુધી જાણી શકાયું નથી. (પ્રતિકાત્મક તસવીર)

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!