નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પાક બન્યુ વધુ ખતરનાક, પરમાણુ શસ્ત્રોની સંખ્યા બમણી થઈ


>પાકિસ્તાનની પરમાણુ શસ્ત્રો સંદર્ભે ભારત પર સરસાઈ
>પાકિસ્તાન પાસે 100થી વધારે પરમાણુ શસ્ત્રો
>ભારત પાસેના પરમાણુ હથિયારો 50થી 70 વચ્ચે
>વોશિંગ્ટન પોસ્ટમાં બિનસરકારી વિશેષજ્ઞોને ટાંકીને અહેવાલ


આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારત અને બાકી દુનિયા માટે ખતરો બની ચુકેલું પાકિસ્તાન હવે વધારે ખતરનાક બની ગયું છે. તેણે ભારતને પાછળ છોડીને પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા બેગણી કરી લીધી છે. પાકિસ્તાને ભારતને પાછળ ધકેલતા પોતાના પરમાણુ શસ્ત્રોની સંખ્યા બમણી કરી લીધી છે. અમેરિકાના મશહૂર અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’ના એક અહેવાલ પ્રમાણે, પાકિસ્તાને ગત વર્ષોમાં પરમાણુ હથિયારોનો જથ્થો બેગણો કરી લીધો છે. હવે તેમની પાસેના પરમાણુ શસ્ત્રોની સંખ્યા 100ના આંકડાને પાર કરી ચુકી છે.
અખબારના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને યુરેનિયમ અને પ્લુટોનિયમ ઉત્પાદનમાં ખાસી ઝડપ લાવીને નવા પરમાણુ હથિયાર વિકસિત કરી લીધા છે. ‘વોશિંગ્ટન પોસ્ટ’એ બિન સરકારી જાણકારોને ટાંકીને આ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે, અમેરિકા પાકિસ્તાનના પરમાણુ હથિયારોને વિકસિત કરવાના કાર્યક્રમથી ચિંતિત છે. પાકિસ્તાનને દુનિયાના સૌથી ખતરનાક અને અશાંત ક્ષેત્રોમાંથી એક માનવામાં આવે છે. અહીં પરમાણુ હથિયારો પર આતંકવાદીઓના કબ્જાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં પાકિસ્તાનમાં વધારેમાં વધારે પરમાણુ હથિયાર બનાવવાની હોડથી ઓબામા વહીવટી તંત્રમાં ચિંતાની સ્થિતિ બની છે.

જણાવવામાં આવે છે કે ભારત પાસે લગભગ 50થી 70 પરમાણુ હથિયાર છે. ભારતની નીતિ પરમાણુ તાકાત વધારવાની જગ્યાએ પરમાણુ ઊર્જાનો જનતાના હિતમાં ઉપયોગ કરવાની રહી છે. પરંતુ ઓબામા વહીવટી તંત્રને ડર છે કે પાકિસ્તાનની ઊંધી નીતિઓને કારણે દક્ષિણ એશિયાના બાકી દેશોમાં પણ પરમાણુ હથિયાર વિકસિત કરવાની હોડ શરૂ થઈ જશે.

દક્ષિણ એશિયામાં પરમાણુ હથિયારોની હોડને કારણે ઓબામા વહીવટી તંત્ર સામે ઉહાપોહની સ્થિતિ છે. ઓબામા વહીવટી તંત્ર ભારત સાથે બહેતર આર્થિક, રાજકીય અને સંરક્ષણ સંબંધો બનાવવાની કોશિશ સાથે જ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં મુખ્ય સહયોગી પાકિસ્તાન સાથે પણ પોતાનો ગાઢ સંબંધ રાખવા ઈચ્છે છે. પરંતુ ભારત અને પાકિસ્તાનના ખરાબ સંબંધોને કારણે અમેરિકા દુવિધાભરી સ્થિતિમાં છે.

રાજકીય રીતે અસ્થિર પાકિસ્તાન બે આશંકાઓ વચ્ચે ફસાયેલું છે. પાકિસ્તાનને આશંકા છે કે આતંકવાદી પરમાણુ હથિયારો અને બોમ્બ બનાવવાના સામાન પર ક્યાંક કબ્જો ન કરી લે. તો બીજી તરફ પાકિસ્તાનને એવી પણ આશંકા છે કે અમેરિકા તેના પરમાણુ હથિયારના કાર્યક્રમ પર રોક લગાવીને ભારતને ફાયદો પહોંચાડી શકે છે.

ગત સપ્તાહ જીનિવામાં સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિશસ્ત્રીકરણના મુદ્દા પર થયેલા સંમેલન દરમિયાન પાકિસ્તાનના રાજદૂત જામિર અકરમે અમેરિકા સહીત અન્ય મોટી શક્તિઓ પર બેવડા માપદંડ અને ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. અકરમે કહ્યું હતું કે શક્તિશાળી દેશ પાકિસ્તાન પર એ સમજૂતી માટે દબાણ બનાવી રહ્યો છે કે જેના હેઠળ ભવિષ્યમાં થનારા યૂરેનિયમ અને પ્લૂટોનિયમના ઉત્પાદન પર રોક લગાવવાની વાત કહેવામાં આવી છે.

પાકિસ્તાન પાસે બોમ્બ, ભારત પાસે સામાન

અમેરિકી મીડિયાના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાને ભારતથી વધારે પરમાણુ બોમ્બ વિકસિત કરી લીધા છે. પરંતુ ભારત પાસે ભવિષ્યમાં બોમ્બ બનાવવાના કામમાં આવનારા યૂરેનિયમ અને પ્લટોનિયમ છે. જ્યારે પાકિસ્તાને તેનું ઉત્પાદન અને વિકાસ કરવાનો રહેશે. તેના કારણે જ પાકિસ્તાન એ આરોપ લગાવી રહ્યું છે કે ભારત આ મામલામાં મજબૂત સ્થિતિમાં છે અને ભારત-અમેરિકા વચ્ચે પરમાણુ સમજૂતીથી પણ ભારતને ઘણી મદદ મળી છે.

પાકિસ્તાન પર દબાણ બનાવવા ઈચ્છે છે, અમેરિકા

અમેરિકાની કોશિશ છે કે આ વર્ષના આખર સુધીમાં પરમાણુ હથિયાર બનાવવામાં ઉપયોગ થનારા સામાન પર પ્રતિબંધ લગાવી દે, કે જથી દક્ષિણ એશિયામાં પાકિસ્તાન જેવા દેશોની સામે પરમાણુ અપ્રસારનો મુદ્દો મજબૂતાઈથી મૂકી શકાય. આ ક્ષેત્રમાં ચીન ભારતનું સૌથી મોટું પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે. ચીને પાકિસ્તાનને બે ન્યૂક્લિયર એનર્જી રિએક્ટર બનાવવામાં સહયોગ આપ્યો છે. રશિયા ભારતની સાથે પરમાણુ સહયોગ કરી રહ્યું છે અને તેણે પાકિસ્તાનને ગત સપ્તાહ જણાવ્યું હતું કે રશિયા પાકિસ્તાનની પ્રવૃતિઓથી ચિંતિત છે. અમેરિકાના હથિયારોના મુખ્ય વાર્તાકાર રોજ ગોટમોલરે તાજેતરમાં આ મુદ્દા પર કહ્યું છે કે તેમનું ધૈર્ય ખતમ થઈ રહ્યું છે.

ભારતના ભૂતપૂર્વ સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રાએ કહ્યું હતું કે પાકિસ્તાન જો ભારત વિરુદ્ધ પરમાણુ હથિયારનો ઉપયોગ કરે છે, તો તે સંપૂર્ણપણે તબાહ થઈ જશે. પાકિસ્તાનની સેના ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો ઈચ્છતી નથી. 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!