આજે
ભારતભરમાં 62મા પ્રજાસત્તાક દિવસની ઊજવણી થઈ રહી છે. 26 જાન્યુઆરી 1950ના
દેશનું બંધારણ લાગૂ થયું હતું. રાજપથ પર દેશની આન-બાન અને શાનનું પ્રદર્શન
કરવામાં આવ્યું હતું. રાજપથ પરની પરેડમાં દેશની ત્રણેય સૈન્ય પાંખો અને
અર્ધલશ્કરી દળોએ પરેડ કરી હતી. તેમની સલામતી સુરક્ષાબળોના સર્વોચ્ચ વડા
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે લીધી હતી. સમગ્ર પરેડનું નેતૃત્વ મેજર જનરલ
માનવેન્દ્રસિંહે પરેડનું નેતૃત્વ કર્યું. પરેડમાં પ્રથમ વખત હળવા લડાકૂ
વિમાન 'તેજસ'ની ટ્રેઈનર આવૃત્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
-દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઊજવણી
-ભારતભરમાં 62મા પ્રજાસત્તાક દિવસની ઊજવણી થઈ-26 જાન્યુઆરી 1950ના દેશનું બંધારણ લાગૂ થયું
-દેશની ત્રણેય સૈન્ય પાંખો અને અર્ધલશ્કરી દળોએ પરેડ કરી-ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુશિલો યુદ્ધોયેનો આજની પરેડના મુખ્ય અતિથિ
-રાષ્ટ્રપતિએ તિરંગો ફરકાવ્યો ત્યારે તેમને 21 તોપની સલામી આપવામાં આવી
-રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે સલામી લીધી
-મેજર જ્યોતિન સિંહને મરણોપરાન્ત અશોકચક્રથી સન્માનિત કરવામાં આવ્યા
રાષ્ટ્રપતિએ
તિરંગો ફરકાવ્યો ત્યારે તેમને 21 તોપની સલામી આપવામાં આવી હતી. ત્યરાબાદ
મેજર જ્યોતિન સિંહને મરણોપરાન્ત અશોકચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમના ભાઈએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. કાબુલમાં આતંકવાદીઓએ હુમલો કર્યો
ત્યારે પાંચ સાથીઓને બચાવવા માટે જ્યોતિને તેમના પ્રાણોની આહુતિ આપી દીધી
હતી. તેઓ સેનાના પ્રથમ ડૉક્ટર છે જેને આ સન્માન મળ્યું છે.ઈન્ડોનેશિયાના
રાષ્ટ્રપતિ સુશિલો યુદ્ધોયેનો આજની પરેડના મુખ્ય અતિથિ હતા. આ પરેડ
દરમિયાન નૌકાદળના એયુવી 'વરુણાસ્ત્ર' વાયુદળના સુખોઈ-30, સ્વદેશી
હેલિકોપ્ટર 'ધ્રુવ'એ આકર્ષણ જન્માવ્યું હતું. જ્યારે સેના દ્વારા ભીષ્મ
ટી-90 ટેન્કો મુખ્યરૂપે પ્રદર્શિત કરવામાં આવી હતી. જે પરમાણુ અને જૈવિક
હુમલા કરવા માટે સક્ષમ છે. પરેડમાં પ્રથમ વખત હળવા લડાકૂ વિમાન 'તેજસ'ની
ટ્રેઈનર આવૃત્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગણતંત્ર
દિવસના ઉપલક્ષમાં સમગ્ર દિલ્હીમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
હતી. લગભગ પાંત્રિસ હજાર જવાનોએ દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા જાળવી હતી.
જેમાં એનએસજી અને અર્ધ-લશ્કરી દળોના પંદર હજાર જવાનોનો સમાવેશ થાય છે.
જ્યારે યુએવી દ્વારા આકાશમાંથી નજર રાખવામાં આવી હતી.
કાર્યક્રમ
પહેલા સંરક્ષણપ્રધાન એ.કે. એન્ટોનીએ ઈન્ડિયા ગેટ પર શહિદ જવાનોને
શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. વડાપ્રધાન પણ ત્યાં પહોંચ્યા હતા અને
જવાનોને અંજલિ આપી હતી. બુધવારે રાજપથ પર થયેલી પરેડની રોચક વાતો....
- વાયુસેનાના વિમાનોએ 'બિગ બોય' ફોર્મેશન રચ્યું, એક મોટા વિમાનની પાસે નાના વિમાનોએ ફોર્મેશન રચ્યું.
- માત્ર ત્રણસો મીટરની ઊંચાઈથી જેગ્યુઆર વિમાનોએ ફોર્મેશન રચ્યું
- સુખોઈ અને મિગ લડાકૂ વિમાનોએ કરતબો રજૂ કર્યા
- સ્વદેશી હેલિકોપ્ટર ધ્રુવનું નિદર્શન
- કેપ્ટન અંકુર દિવાનના નેતૃત્વમાં કોર્પ્સ સિગ્નલ્સ ગ્રુપ્સના જવાનોનો મોટરસાઈકલ શો
- 'ડેરડેવિલ્સ'ના નામથી ઓળખાય છે આ મોટરસાઈકલ સવારો
- એક બાઈક પર દસ-દસ થી જવાનો
- ભમરા, કમળ અને હોડી જેવા આકારો રચ્યાં, લોકો સ્તબ્ધ
- શ્વેત વસ્ત્રોમાં સજ્જ જવાનોએ માનવપિરામિડ રચ્યો, એકત્રીસ જવાનોએ નવ મોટરસાઈકલ પર સવારી કરી
- શ્વેત વસ્ત્રો અને શ્વેત હેલ્મેટમાં સજ્જ કોર્પ્સ સિગ્નલ્સના જવાનો
- નોર્થ ઝોન કલ્ચરલ સેન્ટરે ભાંગડા રજૂ કર્યો, દર્શકો મોહી પડ્યા
- વડાપ્રધાન ડૉ. સિંઘ ભાંગડા નૃત્ય જોઈ હંસી પડ્યા, પત્ની ગુરૂશરણ કૌરે તાળીઓ પાડી સૂર પૂરાવ્યો
- રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અને આનંદ શર્માએ તાળીઓ પાડીને સૂર પૂરાવ્યો
- કેસરિયા વાલમ પધારો મારે દેશ, રાજસ્થાનની સંસ્કૃતિનો નવીદિલ્હીની શાળા દ્વારા રજૂઆત
- મધ્યમ ઠડી અને પૂર્ણ સૂરજની વચ્ચે રાજપથ પર અનેરો માહોલ સર્જાયો
- વીરતા પુરસ્કાર મેળવનારા બાળકો જીપમાં પસાર થયા
- બાળકો અને નેતાઓએ તાળીઓ પાડી વધાવી લીધા, બાળકોએ હવામાં હાથ હલાવીને અભિવાદન જીલ્યું
- રેલવે વિભાગે રવિન્દ્રનાથ ટાગોરનો ફ્લોટ રજૂ કર્યો
- રેલવેપ્રધાન મમતા બેનરજી અને પ્રણવ મુખરજીના ચહેરા પર સ્મિત ફરી વળ્યું
- શિક્ષા વિભાગનો 'પઢતે રહો, બઢતે રહો'નો ફ્લોટ રજૂ કર્યો
- ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈન અને રવિશંકર પ્રસાદની હાજરી
- દુરદર્શન દ્વારા 'ક્રેઈન શોટ્સ' દ્વારા મનોરમ દ્રશ્યો દર્શાવ્યા
- કૃષિ વિભાગના ફ્લોટમાં વિવિધ ફળ-ફૂલ-શાકભાજી દર્શાવ્યા, પરંતુ ફ્લોટમાંથી ડુંગળી ગેરહાજર !
- પર્યાવરણ વિભાગે 'પર્યાવરણ અને હરિયાળી'નો ફ્લોટ રજૂ કર્યો
- નેશનલ ડિઝાસ્ટર અંગેના ગૃહ વિભાગના ફ્લોટે ધ્યાન ખેંચ્યું
- મહારાષ્ટ્રના
ફ્લોટમાં યુવતિઓએ લાવણી નૃત્ય રજૂ કર્યું, કેન્દ્ર સરકારના પ્રધાન
વિલાસરાવ દેશમુખના ચહેરા પર વિશિષ્ટ ગર્વ જોવા મળ્યો
- ગુજરાતે ગૌતમ બુદ્ધનો ફ્લોટ રજૂ કર્યો, 'બુદ્ધં શરણં ગચ્છામિ'ના મંત્રોચ્ચાર સાથે ગુજરાતનો ફ્લોટ નિકળ્યો
- પરેડના સમગ્ર માર્ગ પર દર્શકોની ખચોખચ હાજરી
- રાયસિમા હિલ્સથી લઈને લાલ કિલ્લા સુધીની પરેડ
- વિવિધ રાજ્યોના ફ્લોટ્સમાં 'વિવિધતામાં એકતા'નું પ્રદર્શન
- રવિન્દ્રનાથ
ટાગોરની દોઢસોમી જન્મ જયંતિ નિમિતે સંગીત નાટક એકેડમીએ ટાગોર-ગાંધીની
મુલાકાતનો ફ્લોટ રજૂ કર્યો, જેમાં 'એકલા ચાલો રે..'ની થીમ વગાડી
- ઓરિસ્સાનો ફ્લોટ, જયદેવ ગીત ગોવિન્દના થીમ પર રહ્યો
- એનસીસીની મહિલા પાંખે 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા...'ની ધૂન વગાડી, જેને વીઆઈપી અને દર્શકોએ તાળીઓ પાડી વધાવી લીધી
- દિલ્હી પોલીસના જવાનોએ 'બગલ શસ્ત્ર'ના બદલે 'કંધે શસ્ત્ર' કરી પસાર થયા
- ઈન્ડો-તિબેટના બેન્ડે 'કદમ-કદમ બઢાયે જા...' વગાડવામાં આવતા ઉપસ્થિત દર્શકો પુલકિત થઈ ગયા
- ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના પત્નીએ ઉત્સાહી થઈને બીએસએફના બેન્ડના ફોટોગ્રાફ્સ લીધા
- કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ શૂટ-બૂટ અને ગોગલ્સમાં ઉપસ્થિત રહ્યાં
- એર સ્ટાર રડારનું રાજપથ પર પ્રદર્શન
- નૌકાદળના બેન્ડના નેતૃત્વમાં નૌકાદળના જવાનોની પરેડ
- વિમાનવાહક જહાજ 'વિરાટ'નો ફ્લોટ રજૂ કરવામાં આવ્યો
- ડીઆરડીઓ દ્વારા હલકા યુદ્ધ વિમાન 'તેજસ'ની ટ્રેઈનર આવૃત્તિ પ્રથમવખત પરેડમાં
- 80 ટકા સ્વદેશી સ્પેરપાર્ટ્સ દ્વારા બનેલ છે 'તેજસ'
- તેજસનું એન્જિન વિદેશથી આયાત થાય છે
- વાયુદળના બેન્ડના નેતૃત્વમાં વાયુદળના જવાનોની પરેડ
- નવીદિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા
- રાજપુત રેજિમેન્ટ પસાર થતા દર્શકોએ તાળીઓથી વધાવી લીધા
- શીખ રેજીમેન્ટને લોકોએ ઉષ્માભર્યો આવકાર આપ્યો
- જમ્મુ એન્ડ કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રીએ લાલ સાફો પહેરીને પરેડમાં ભાગ લીધો
- માર્શલ ઓફ ધ એર અરજણસિંહની હાજરી
- મેજર જનરલ માનવેન્દ્રસિંહે પરેડનું નેતૃત્વ લીધું
- સ્વદેશી વિમાન 'ધ્રુવ' પણ રાજપથ પરથી ઉડ્યું
- ટી-90 પ્રકારની ટેન્કે રાજપથ પર કૂચ કરી
- રશિયા સાથે સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલી સુપર સોનિક મિસાઈલ બ્રહ્યોસનું પ્રદર્શન
- પિનાકા રોકેટ લોન્ચરનું પ્રદર્શન કરવામાં આવ્યું, એક સાથે સંખ્યાબંધ રોકેટ છોડી શકે છે
- પરમવીર ચક્ર અને અશોક ચક્ર વિજેતાઓએ જીપમાંથી પસાર થઈ રાષ્ટ્રપતિને સલામી આપી
- કાબુલમાં શસ્ત્ર લેશરામ જ્યોતિનસિંહને અશોકચક્ર એનાયત
- શાંતિકાળનો સર્વોચ્ચ બહાદુરી પૂર્વક પુરસ્કાર છે
- દિલ્હીના મુખ્યપ્રધાન શિલા દિક્ષીત, કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીએ વીવીઆઈપી વિસ્તારમાં સ્થાન લીધું
- રાજપથ પર પહોંચતા પહેલા વડાપ્રધાન ડૉ. સિંઘે શહિદોને શ્રદ્ધાંજલિ અર્પી સેનાની ત્રણેય પાંખોના વડાઓએ પણ શહિતોને શ્રદ્ધાંજલિ આપી
- ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ યુધોનો પ્રજાસત્તાક દિવસની ઊજવણીના મુખ્ય મહેમાન
- વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘ પત્ની ગુરૂશરણ કૌર સાથે રાજપથ પર પહોંચ્યા
- રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે સલામી લીધી
- ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી રાજપથ પર પહોંચ્યા
Comments
Post a Comment