નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સુરતને પાંખો આપો તો છલકાવી દઈશું તિજોરી


- હાલ સુરત R ૮૦૦૦ કરોડ ટેક્સરૂપે ભરે છે, બે વર્ષમાં આ આંકડો ૧૦૦૦૦ કરોડ પર પહોંચે તેવી શક્યતા

પ્રજા કર શા માટે ભરે? કેમ કે પ્રજાને સારી સુવિધા મળતી હોય છે. બિઝનેસમેન યોગ્ય વાતાવરણમાં ધંધો કરી સારી આવક રળી શકે પરંતુ કદાચ વિશ્વના નકશામાં સુરત જ એકમાત્ર એવું શહેર છે, જેના બિઝનેસમેનો ટેક્સ ભરે છે પરંતુ તેમને બિઝનેસ કરવા યોગ્ય સુવિધા મળતી નથી.

દર વર્ષે ૮૦ હજાર કરોડના ડાયમંડનું ટર્નઓવર ધરાવતાં ડાયમંડ સિટી સુરતના ઉદ્યોગકારોને હીરા એન્ટવર્પ, દુબઈ કે અમેરિકા મોકલવા માટે મુંબઈ જવું પડે છે. અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાથી સુરતમાં ડ્રેસ ખરીદવા આવતા વેપારીને મુંબઈ અથવા દિલ્હી એરપોર્ટ પર ઉતરીને ટ્રાન્સ્પોર્ટેશનનો બીજો વિકલ્પ શોધવો પડે છે.

ચીનથી આવતા એમ્બ્રોઇડરીનાં મશીનો માટે મુંબઈ, સુરત વચ્ચે કેટલોય ટેક્સ ભરવો પડે છે. અહીંના ઉદ્યોગપતિએ એક જ વ્યવસાય માટે બેથી વધુ શહેરમાં સરકારી અને અધિકારીની તિજોરી ભરવી પડે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે છતાં પણ સુરતના વેપારી, ઉદ્યોગકારો સરકારને R ૮૦૦૦ કરોડનો ટેક્સ ચૂકવે છે. હા, આ આંકડા ચાલુ નાણાકીય વર્ષના છે જે બે વર્ષમાં કદાચ ૧૦,૦૦૦ કરોડ પર પહોંચી જશે. જોકે, અહીંના ઉદ્યોગકારો તો કહે છે કે ૧૦,૦૦૦ કરોડ તો કાંઈ જ નથી જો સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાની એર કનેક્ટિવિટી આપે તો સરકારની તિજોરી છલકાઈ જાય તેટલો કર માત્ર સુરત જ રળી આપે તેમ છે! અમારા શહેરના વિકાસને જોઇએ છે પાંખ, એકવાર આપી તો જુઓ!

- સરકારને સુરતમાંથી મળતી ટેક્સની રકમ

વેટ ૪૧૦૦ કરોડઇન્કમટેક્સ ૧૯૭૮ કરોડકસ્ટમ ૧૪૦૦ કરોડસર્વિસ ટેક્સ ૫૦૦ કરોડઅન્ય ૧૦૦૦ કરોડકુલ ૮૯૦૮ કરોડ

- કર અધિકારી કહે, સુરતમાં ખૂબ ક્ષમતા ભરેલી છે

ચાલુ નાણાકીય વર્ષમાં વેટનો ટાર્ગેટ બે વખત રિવાઇઝ કરી ૨૭૦૦ કરોડથી વધારી R ૪૧૦૦ કરોડ કરવામાં આવ્યો. વેટના જોઇન્ટ કમિશનર આર. કે. ચૌધરી કહે છે કે સરકાર માને છે કે સુરતમાં ખૂબ જ પોટેન્શિયલ છે. આ જ વાત ઇન્કમટેક્સના અધિકારીઓ પણ માને છે.

સુરતીઓની ઇન્કમ પર ૨૦૦૦ કરોડ ટેક્સ ઉઘરાવનારા અધિકારીઓ કહે છે, ટાર્ગેટ તો રમતાં રમતાં એચિવ થઈ જાય છે. કસ્ટમ અને સર્વિસ ટેક્સના લક્ષ્યાંક તો ૮ મહિનામાં જ પૂરા થવાની લગોલગ પહોંચી ગયા છે. બોલો, ટેક્સ ભરવાની ક્ષમતા સુરતની છે પરંતુ એર કનેક્ટિવિટીની વાત આવે ત્યારે સુરતની ક્ષમતા અંગે સરકારની નજર બદલાઈ જાય છે.

- ત્રણ વર્ષમાં કર બેગણો થાય...

જો ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી હોય તો ત્રણ વર્ષમાં સરકારી તિજોરીમાં સુરત અત્યાર કરતાં બેગણો ટેક્સ વધુ ભરી આપે. ડાયમંડ સિટીનો ૮૦ ટકા ટેક્સ મુંબઈ જતો રહે છે. અહીં એર કનેક્ટિવિટી હોય તો મુંબઇ જવું જ ન પડે. ઉદ્યોગકારનો બે ઓફિસ રાખવા સહિતનો મોટા ભાગનો ખર્ચ બચી જાય. અત્યારે અહીં ડોમેસ્ટિક અને ફોરેનર્સ બાયર્સ આવતા જ નથી, એટલે સુરતને ઓળખતા નથી. ફ્લાઇટ હોય તો આવતાં થાય અને તમામ ક્ષેત્રને રોજગારી, ધંધો મળતો થાય.-હિરેન દીવાન, કર નિષ્ણાત

બે ત્રણ કોન્ફરન્સ સુરતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની થતી જ હોય છે. ગોવા, દિલ્હી, મદ્રાસ, કલકત્તા વર્ષમાં નિષ્ણાત વક્તાને આમંત્રણ પાઠવીએ ત્યારે તેઓ ફ્લાઇટના અભાવે ઇનકાર કરતાં હોય છે. અમારે પણ મુંબઈ ટ્રેનમાં જવું પડે છે. દિલ્હીની સાંજની ફ્લાઇટ હોઈ બે દિવસ રોકાણનો ખર્ચ વધી જાય છે. એર કનેક્ટિવિટી તો વધવી જ જોઈએ.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!