નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વાયૂસેનાનો એક નિર્ણય, ને ભારત બનશે 'ગ્લોબલ પાવર'

ભારતને સુપર પાવર બનવા માટે બસ આ દસ અબજ ડૉલરની ડીલને અંજામ આપવાનો છે અને આ ડીલ છે 126 કૉમ્બેટ એરક્રાફ્ટની જેની ભારતીય વાયુસેનાને દરકાર છે, દુનિયાભરની છ કંપનીઓ ભારતીય વાયુસેનાના નિર્ણયની રાહ જોઈને બેઠી છે.

હાઇલાઇટ્સઃ-
- આ વિમાનો વાયુસેનામાં શામેલ થયા પછી ભારતની શક્તિ ખાસ્સી ઉપર આવી જશે
- ભારતને આ વિમાનોના ઑર્ડર આપવામાં સમય ન ખર્ચવો જોઈએ
- ટેલિસ પ્રમાણે યૂરોપીય ફાઇટર પ્લેન ટેક્નીકલી ખાસ્સા મજબૂત છે
- ભારતને વિમાન વેચનારી કંપનીએ પોતાની ટેક્નોલોજી પણ ભારતને દેવી પડશે


આ વિમાનો વાયુસેનામાં શામેલ થયા પછી ભારતની શક્તિ ખાસ્સી ઉપર આવી જશે. અમેરિકન એક્સપર્ટ પ્રમાણે આ વિમાનોની શક્તિના જોરે ભારત એક ક્ષેત્રિય શક્તિથી ઉપર આવીને ગ્લોબલ પાવર બની જશે.

અમેરિકાના થિંક ટેન્ક તરીકે ઓળખાતા એશ્લે જે ટેલિસ પ્રમાણે હવે ભારતને આ વિમાનોના ઑર્ડર આપવામાં સમય ન ખર્ચવો જોઈએ, કેમ કે આ ઑર્ડરોમાં સમય ખર્ચાઈ જવાથી ભારતીય વાયુસેનાની શક્તિ અત્યાર સુધીની પોતાની ન્યૂનતમ સપાટીએ આવી ગઈ છે.

પોતાની સુરક્ષાને મજબૂત કરતા ભારતે ટૂંક સમયમાં આ વિમાનોને લાવવાની કાર્યવાહી ઝડપી કરી દેવી જોઈએ. ભારતની સરખામણીએ પાકિસ્તાન અને ચીન પોતાની વાયુસેના ખાસ્સી ઝડપથી વિકસીત કરી રહ્યાં છે.

ટેલિસ પ્રમાણે યૂરોપીય ફાઇટર પ્લેન ટેક્નીકલી ખાસ્સા મજબૂત છે અને જો અમેરિકા એવુ ઇચ્છે કે ભારત તેના વિમાનો ખરીદે તો તેણે પોતાની ટેક્નોલોજીમાં કેટલોક સુધારો કરવો જોઈશે.

ઉલ્લેખનીય છે કે આ ડીલમાં ભારતને વિમાન વેચનારી કંપનીએ પોતાની ટેક્નોલોજી પણ ભારતને દેવી પડશે, સાથે જ ડીલના કુલ 50 ટકા ઑર્ડર ભારતીય કંપનીઓને આપવા જોઈશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી