નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જીના ઇસીકા નામ હૈ જિંદગી !

તમારા ગમા-અણગમા, બીજા પ્રત્યેનો પૂર્વગ્રહ, ધિક્કાર અને તમારા ભયને કચરાટોપલીમાં ફેંકી દો. છેલ્લે સાંજ પડ્યે ઈશ્વરનો પાડ માનો કે તમને જન્મ આપી તેના જેવા થવાનો મોકો આપ્યો.

Live a day at a time
And remember that
Tomorrow is another today
Finish evey day and be done with
You have done what you could
Some blunders and some absurdities
Crept in. Forget them. Tomorrow
Is a new day. Forgive Yourself. Then
You will forgive Others- Emerson

જીવન જીવવાની કોઈ નક્કી ફોર્મ્યુલા હોતી નથી કે કોઈ અફર સિદ્ધાંત હોતો નથી. જીવવાની કળા કોઈ ગુરુ પાસેથી પણ શિખાય નહીં. છતાં પણ અહીં શબ્દોની સાઠમારીમાં તમને ખોઈ નાખવાને બદલે જગતના મહાન પુરુષો પોતે જીવવાની કઈ કળા વાપરી ગયા તે દાખલા આપીને જણાવું છું. ઉપરના અંગ્રેજી સૂત્રમાં કવિ ઈમરસને શિખામણ આપી છે. મેં આ કળા અપનાવી છે કે રોજે રોજને જીવો. હજી આવતીકાલ આવવાની છે. આજે જે કર્યું તે ભૂલી જાઓ. તમે કેટલીક ભૂલો કે મૂર્ખાઈ કરી હોય તે બદલ તમે તમને માફ કરો. જો તમે તમને માફ નહીં કરો તો બીજાને કઈ રીતે માફ કરશો? બીજા તમને કેમ માફ કરશે?

વિખ્યાત અમેરિકન લેખક માર્ક ટ્વેનથી આપણે શરૂ કરીએ. મેં જીવવાની કળા નક્કી કરી છે. મારા બે શબ્દોથી કોઈ ખુશ થાય તો હું સામા માણસને ખુશ કરવા જુઠ્ઠું પણ બોલું! અમેરિકામાં એક જમાનામાં માર્ક ટ્વેન એટલા મશહૂર હતા કે તેમના જેવો ચહેરો ધરાવવો તેને ગૌરવભયું ગણાતું. માર્ક ટ્વેન કહેતા કે તમારે બીજાને ખુશ રાખીને ખુદ ખુશ થવાનું છે. તેમણે કહેલી આ વાત તેના મરણને આજે ૧૦૦ વર્ષ થયાં છે ત્યારે અર્થશાસ્ત્રીઓએ કબૂલ કરી છે કે તમે તમારી નીચે કામ કરનારને ખુશ રાખશો, હેપ્પી રાખશો તો તે વધુ કામ કરે છે.

બીબીસીએ કેટલાક અર્થશાસ્ત્રીઓને ભેગા કરીને ઓફિસોમાં કે ફેક્ટરીમાં વધુ પેદાશ કે વધુ કામ કે અખબારની ઓફિસમાં ઉપતંત્રીઓ શ્રેષ્ઠ લેખન કરે કે માહિતી ભેગી કરે તે માટે શું કરવું? ૧૧ જુલાઈ ૨૦૧૦ના લંડનના ગાર્ડિયન નામના અખબારે જાહેર કર્યું કે ‘અર્થશાસ્ત્રીઓનું તારણ છે કે હેપ્પી પીપલ રિયલી ડુ વર્ક હાર્ડ.’ પત્નીને હેપ્પી રાખો. તે કામવાળી વગર ચલાવશે. પ્રથમવાર અર્થશાસ્ત્રીઓએ હ્યુમન ઈમોશન્સને મહત્વ આપ્યું છે. તમારે ત્યાં કામ કરનારી સ્ત્રી કે પુરુષ કાંઈ ચાવી દીધેલા અને માત્ર પગાર ખાણાં પૂતળાં નથી. તેને પણ લાગણીઓ હોય છે. એ લાગણીને માન આપો. જીવવાની આવી કળા તમને અને બીજાને હેપ્પી રાખશે.

અમેરિકામાં માર્ક ટ્વને એટલી બધી પ્રેરણાત્મક સાહસકથાઓ લખી કે યુવાનોને કંઈ ને કંઈ સાહસ કરવાનું મન થાય. ‘સલામત રહીને સુંવાળી જિંદગીને બદલે કંઈક સાહસ કરો. પ્રેમમાં પડવાનું સાહસ કરો. બેવફાઈથી ન ડરો. તેની વાર્તા એડવેન્ચર ઓફ ટોમ સોયર (૧૮૭૬) જગવિખ્યાત થઈ. તેનો મૂછવાળો અને લઘરવઘર વાળવાળી તસવીર જગજાણીતી થઈ. અમેરિકામાં કોઈને કહેવામાં આવે કે તારો ચહેરો માર્ક ટ્વેનને મળતો આવે છે તો લોકો ખુશ થઈ માર્ક ટ્વેનને કાગળ લખી પોતાનો ફોટો મોકલતા.

એ ફોટો જોઈને કાગળ લખનારને માર્ક ટ્વેન લખતા કે વહાલા બંધુ, તારો ફોટો મને એટલો બધો આબેહૂબ મળતો આવે છે કે હું છક્ક થઈ ગયો. અરે એમ પણ કહી શકાય કે મારો ચહેરો તને મળતો આવે છે તેના કરતાં પણ તારો ચહેરો મારા ચહેરાને વધુ મળતો આવે છે. આવું જ રાજ કપૂરને થતું. કોઈને કહો કે તારો ચહેરો રાજ કપૂર જેવો છે તો જાણે તેને ઘરે લાપસીનાં આંધણ મુકાતા!

ડેવન શાયર (ઈંગ્લેંડ)ની એક રાજકુમારી સુંદર હતી જ. તેનાં સૌંદર્યના ખુશામતખોરો વખાણ કરતા તેનો રાજકુમારીને અણસાર આવી જતો. આ સાચો દાખલો છે. તે સમયે બે ઘોડાવાળી ગાડી હતી. એક યુવાન નોકર રાજકુમારી ઉપર એટલો ફિદા હતો કે તેની બેઠક અને આખી ઘોડાગાડી ચકચકિત રાખતો. એક દિવસે સંતોષપૂર્વક પોતાનું કામ પૂરું કરી તે સમયે માર્ક ટ્વેન ચુંગી પીતા તેમ કહેવાતું એટલે ઘણા ચુંગી પીતા તેમ આ નોકર પણ ચુંગી પેટાવતો હતો ત્યાં રાજકુમારી આવી. તેણે પ્રથમવાર દ્રષ્ટોદ્રષ્ટ રાજકુમારીને જોઈ. હક્કોબક્કો થઈ ગયો.

રાજકુમારીની તેજસ્વી અને ધારદાર આંખોથી એટલો અંજાઈ ગયો કે યુવાનથી એકાએક બોલી જવાયું, ઓહ મારા વહાલા રાજકુમારી, તમને પહેલી વાર જોયા. તમારી આંખોને ભગવાન સલામત રાખે. તમારી આંખો એટલી ઉદ્દીપ અને તેજસ્વી છે કે મને તે તેજના તાપમાં મારી ચુંગી પેટાવવાનું મન થઈ જાય છે. માફ કરજો, આવું બોલવા માટે. પણ તમારા આંખના રૂપે મારા મોઢામાંથી આ શબ્દો ખેંચ્યા છે. બસ! રાજકુમારી તો ફિદા ફિદા થઈ ગઈ. તે નોકરને ગાડી સાફ કરવાના કામને બદલે તેનો રિસાલદાર બનાવ્યો. રાજકુમારીએ કહ્યું કોઈ કવિના બચ્ચાએ પણ આ રીતે મારા રૂપનાં વખાણ કર્યા નથી.

કોઈ વિખ્યાત લેખક કે કોઈ સારા પ્રેરણાત્મક ઉપદેશ આપનારા સાધુ કે ઉપદેશક કે કોઈ કલાકાર કે ઉમદા રાજપુરુષની અમુક કળાનાં અવશ્ય વખાણ કરવા એમ માનવું નહીં કે તેને વખાણની પડી નથી. આ બધા જ આખરે માનવ છે. ખુદાને પણ ખુશામત પ્યારી છે.

‘આર્ટ ઓફ લિવિંગ’ની હજારો બુકો પ્રગટ થઈ. વિલ્ફ્રેડ પિટરસન નામનો લેખક બેકાર હતો. તેણે લખવાની કળા વિકસાવી. પોતાના અનુભવ ઉપરથી ત્રણ કલામય પુસ્તિકાઓ સુરેશ દલાલ પુસ્તકોને બાહ્યરૂપ આપે છે તેવી રીતે સોનેરી રૂપેરી રંગમાં પ્રગટ કરે છે તેની કેટલીક પ્રસાદી ધ આર્ટ ઓફ લિવિંગ ઈચ ડે.-માત્ર આ દિવસે જ જીવવાનું છે તેમ માનીને આખી જિંદગીનો આ દિવસ એક સાર છે તેમ માનીને જીવો.

કોઈ પણ વ્યક્તિ એક દિવસ પૂરતો અત્યંત પ્રેમાળ થઈ શકે છે. બીજી પુસ્તિકામાં ‘સ્ટેઈંગ યંત્ર’ નામના પ્રકરણમાં લખ્યું, ‘તમારા હૃદયને યુવાન રાખી સદાકાળ યુવાન રહો. તેમાં કવિ કાર્લ સેન્ડબર્ગની વાતમાંથી પ્રેરણા લો.’ દરેક માણસે એક નાના બાળક જેવું હૃદય લઈને અંતિમ વરસો વીતાવવા જોઈએ. ત્રીજી પુસ્તિકાના ‘ગેટિંગ એલોંગ’ પ્રકરણમાં લખ્યું છે-માણસ પોતે જ જીવનમાંથી પાઠ શીખે છે કે જે મિજાજ ગુમાવે છે તે ઘણું ગુમાવે છે. વાત કહેવા કરતાં વાત સાંભળવાની તલબ રાખો. વહેલો મોડો માણસ સમજે છે કે જીવન તો સારા અને નરસા દિવસનું મિશ્રણ છે. આપો અને લો તેમ જ વિજય અને પરાજયનો રોજ રોજ અનુભવ લેવાનો છે.

‘ધ આર્ટ ઓફ વોકિંગ’ જેવો સાદો વિષય પણ આર્ટ ઓફ લિવિંગમાં છે-વોકિંગ થકી માત્ર શરીરને જ નહીં મનને પણ વ્યાયામ મળે છે. તમારા મગજના કોષોને વિટામિન આપે છે. ચાલો ત્યારે આજુબાજુની સૃષ્ટિ, વૃક્ષો, પક્ષીઓના અવાજ અને માનવોના ચહેરાને જોતા જાઓ. બાળકોને બુચકારતા જાઓ. તમારી લાગણીઓને પણ ચાલવાથી વ્યાયામ મળે છે.

ધ આર્ટ ઓફ રિન્યુઅલના પ્રકરણમાં લખ્યું છે એક વેસ્ટ પેપર બાસ્કેટ (માનસિક રીતે) રાખો. તમારા ગમા-અણગમા, બીજા પ્રત્યેનો નાહકનો પૂર્વગ્રહ તેના પ્રત્યેનો ધિક્કાર અને તમારા ભયને કચરાની ટોપલીમાં ફેંકી દો. અને છેલ્લે સાંજ પડ્યે ઈશ્વરનો પાડ માનો કે તમને જન્મ આપી તેના જેવા થવાનો મોકો આપ્યો. તમે ડિવાઈનલી એપોઈન્ટેડ જીવ છે. તમારી વર્તણૂંક ઈશ્વરના પ્રતિનિધિ જેવી હોવી જોઈએ.

એલાન વોટસ નામના મારા પ્રિય લેખકે આર્ટ ઓફ લિવિંગમાં નવી જ વાત કહેલી. દરેક માણસમાં કશુંક ગાંડપણ હોવું જોઈએ-અને તેને હું ડિવાઈન મેડનેસ કહું છું. આવી દિવ્ય પ્રકારની ઘેલછા ઊભી થાય ત્યારે જ તમે તમારા પ્રેમમાં પડેલી વ્યક્તિને દેવ કે દેવી કહી શકો. પ્રેમમાં પડવાની વાતને માત્ર વાસના કે શરીરનું જ આકર્ષણ ન ગણી શકાય. આકાશમાંથી વીજળી પડે તે જેટલું પ્રાકૃતિક છે તેટલો જ પ્રેમ પ્રાકૃતિક છે.

તમને ઊંડાણવાળો પ્રેમ થાય તેને મિસ્ટિકલ વિઝન કહું છું. દેવ આનંદ અને સુરૈયાનો પ્રેમ તમે તેના ‘કૃષ્ણમહાલ’ નામના મરીન ડ્રાઈવના ફ્લેટમાં ગયા હોત તો જોવા મળત. હું તે ફ્લેટમાં ગયો ત્યારે સુરૈયા કૃષ્ણની પૂજા કરતી હતી. મેં તેને કહ્યું દેવ આનંદને તો તમારી પડી નથી. ભલે, મને તેની પડી છે ને? આ કૃષ્ણના માધ્યમથી હું તેને મળું છું. બર્મન દેવ (સંગીતકાર) આ પ્રેમને જાણતા હતા. તેણે સુરૈયાને સલાહ આપેલી દેવ આનંદ સાથે ભાગી જા અને તારા જીવનને સોળે કળાએ ખીલવ. પ્રેમને તાબે થા.

કવિ મરીઝને મેં ૧૯૯૦માં પૂછેલું તમે વાચકોને જીવવાની કળા વિશે શું કહેશો? કહે. અરે સાહેબ! હું તો દરેક કળામાં ઢ છું. માત્ર ગઝલનો બાદશાહ છું. ગઝલ મારી કળા અને ગઝલ મારી જિંદગી છે. લો, આ ગઝલ વાંચો.

એક જ જવાબ દે મારો એક જ સવાલ છે
આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે
વર્તમાનમાં નીકળી ભાવિ તરફ જવું
બાકી કશી જીવનની ગતિ છે ન ચાલ છે
પૂરાં કરો વચન જે દીધાં ‘આજકાલના’
મારી ય જિંદગાની હવે ‘આજકાલ’ છે
બસ એક નજર ચેતનવંતી તો વૈભવ બધા મળે
બસ એક નજર ચૂકો તો બધું પાયમાલ છે
એવા કોઈ વિરાટની સંગત મળે તો વાહ
જે પોતે દીન હોવા છતાં દયાલ છે

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી