નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઓફિસે ન જવાના સુપર બહાના

મનમાં રવિવારની રજાનો મજાનો પ્લાન ચાલતો હોય અને ઓફિસમાં બોસ માથુ ખાઈ રહ્યા હોય તો કેટલો ગુસ્સો આવે. આવા સમયે કામ કરવાનો કંટાળો આવે તે વાત સો ટકા સાચી પણ કામ કર્યા સિવાય છૂટકો નથી કારણ કે તમે ઓફિસે તો જવુ પડશે.

અરે પણ કોણે કહ્યુ કે ઓફિસ બંક ન કરી શકાય. કોલેજમાં લેક્ચર તો કેટલી સરળતાથી બંક કરતા હતા. અત્યારે પણ કરી શકો છો પણ થોડી વધુ ચાલાકી વાપરવાની કારણ કે બોસને જવાબ આપવાનો છે ને આખરે.

મિત્રનો એક્સિડન્ટ તો ક્યારે પણ થઈ શકે
આ બહાનુ ક્યારેય નિષ્ફળ નથી જતું. જો તમે તમારા બોસને કહો કે તમારા બેસ્ટ ફ્રેન્ડનુ એક્સિડન્ટ થયુ છે અને આ શહેરમાં તે એકલો રહે છે. માટે તમારે તેની મદદે જવુ પડે એમ છે અને ઓફિસે નહીં આવી શકો. કોઈ નિર્દયી બોસ જ હશે જે તમારી આ વાત ન માને અને તેમને કહે કે તમારે ઓફિસે તો આવવુ જ પડે.

તમારા ઘરની ચાવી ખોવાઈ છે ક્યારેય?
"સર, ગઈકાલે રાત્રે મિત્રને લેવા માટે મોડી રાત્રે પાર્ટીમાં જવુ પડ્યુ હતું અને રાત્રે પાછા ફરતી વખતે ઘરની ચાવી ક્યાંક ખોવાઈ ગઈ હતી. ઘરે કોઈ ન હોવાથી મારે ઘરની બહાર જ આખી રાત વિતાવવી પડી હતી. અત્યારે લોક ખોલવા માટે કારપેન્ટરને બોલાવ્યો છે. સર, તમે સમજી શકો છો કે હું કઈ પરિસ્થિતિમાં હોઈશ અત્યારે. આઈ એમ સોરી પણ હું આજે ઓફિસ નહીં આવી શકું." આઈ એમ શ્યોર, કોઈ પણ બોસ આ વાત સરળતાથી નહીં માને પણ વર્ષે એકાદ વાર આવુ બહાનુ પણ કામ કરી જતુ હોય છે.

તમારી પાછળ ગુંડા પડ્યા છે?
તમને ધમકીભર્યા ફોન કરતો ગુંડો તમારા ઘરની બહાર જ તમારી રાહ જોઈને ઊભો હોય તો... હા, બની શકે. ઓફિસ બંક કરવી હોય ત્યારે તો ખાસ આવુ બની શકે.

મહિનાના "અમુક ખાસ" દિવસોમાં તમારી તબિયત સારી નથી રહેતી
ઓફિસમાં કામ કરતી કોઈ પણ યુવતી કે સ્ત્રી માટે એકદમ યોગ્ય બહાનુ છે જે ગમે ત્યારે કામ કરી શકે છે. તમારે તેના માટે કોઈ પણ સાબિતી આપવાની જરૂર નથી. તમે આ સમયે બોસ સાથે વાત કરતા કરતા ફોન કાપી પણ શકો છો કારણ કે તમને ઊલ્ટીના ઊબકા આવી રહ્યા હોઈ શકે છે.

માટે જો તમે આજે ઓફિસ ન જવા માંગતા હોવ તો અજમાવો આ બહાના.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી