વડાપ્રધાન યુવાનોને ત્રિરંગો ફરકાવવાની પ્રેરણા આપવાને બદલે જેલમાં પુરવાનું બંધ કરે : મોદી આતંકીઓની લલકાર સામે ઝૂકી જાય તેવી ‘નિકમ્મી’ સરકાર મેં જોઈ નથી : મુખ્યમંત્રી
સુરત હવે તેના ઝમીર અને ખમીર માટે ઓળખાશે : મુખ્યમંત્રી
‘દેશ
માટે કંઈક કરનારાઓનું સન્માન કરાવું જોઈએ, તેને બદલે તેમને જેલમાં મોકલાઈ
રહ્યાં છે. ઈતિહાસ આવી સરકારોને ક્યારેય માફ કરતો નથી, હું વડાપ્રધાનને
અપીલ કરું છું કે, દેશના યુવાનોને ત્રિરંગો ફરકાવવા માટેની પ્રેરણા આપવને
બદલે તેમને જેલમાં પુરવાનું બંધ કરે’, રાજ્યના મુખ્યમંત્રી હતાં.
ગણતંત્ર
પર્વની રાજ્યસ્તરની ઉજવણી સુરતમાં થઈ રહી છે. તે અંતર્ગત મુખ્યમંત્રીએ
મંગળવારે સવારે તાપીનદી ઉપર બંધાયેલા ડભોલી-જહાંગીરપુરા બ્રિજ(શ્યામા
પ્રસાદ મુખરજી બ્રિજ) ના લોકાર્પણ બાદ એક સભાને સંબોધી હતી. તેમાં તેમણે
નવિનર્મિત બ્રિજનું નામ જે મહાનુભવની સાથે જોડાયું છે. તે શ્યામા પ્રસાદ
મુખરજી આઝાદ ભારતના પહેલાં શહીદ હતાં. તેમ કહીને કશ્મીરમાં ત્રિરંગો
ફરકાવવાનો મુદ્દો છેડ્યો હતો.
મોદીએ કહ્યું કે, ‘શ્યામા
પ્રસાદે ‘એક દેશમાં બે પ્રધાન, બે વિધાન નહીં ચાલે’તેવું સૂત્ર આપ્યું
હતું, આ સ્થિતિ દૂર કરવા માટે તેઓ કશ્મીર ગયા હતાં અને ત્યાં તેમને જેલમાં
પુરવામાં આવતાં જેલમાં જ તેમણે પ્રાણનું બલિદાન આપી દીધું હતું’.
તેમણે
વધુમાં કહ્યું કે, ‘આજની સરકાર કશ્મીરમાં ત્રિરંગો ફરકાવવાથી રોકી રહી છે.
આતંકવાદીઓની લલકારની સામે ઝૂકી જાય તેવી નિકમ્મી સરકાર મેં આજ સુધી નથી
જોઈ. દેશ માટે કંઈ કરી છુટનારાઓનું સન્માન કરાવું જોઈએ, તેને બદલે તેમને
જેલમાં ધકેલવામાં આવી રહ્યાં છે. ઈતિહાસ ક્યારેય આવી સરકારોને માફ નથી
કરતો. ત્રિરંગો દેશની આન-બાન અને શાનનું પ્રતિક છે. તેનું અપમાન બર્દાશ્ત
નહીં થાય. ત્રિરંગો અને રાષ્ટ્રગીત દેશ માટે કંઈ કરી છુટવાની પ્રેરણા આપે
છે. હું પ્રધાનમંત્રીને અપીલ કરું છું કે, યુવાનોને ત્રિરંગો ફેલાવવાની
પ્રેરણા આપવાને બદલે જેલમાં પુરવાનું બંધ કરે’.
સુરત હવે તેના ઝમીર અને ખમીર માટે ઓળખાશે : મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ
પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લોકઉત્સવમાં પરિવર્તિત કરવા બદલ સુરત પાલિકાને
અભિનંદન આપતાં એવું પણ કહ્યું કે, ‘સરકારની આ ઉજવણીને સુરતીઓએ એવી રીતે
વધાવી લીધો છે કે, અત્યારસુધી સુરત તેના જમણ અને ખમણ માટે જાણીતું હતું,
પણ હવે સુરત તેના ઝમીર અને ખમીર માટે પણ જાણીતું બનશે.
સુરતે
તમામ રેર્કડ તોડી દીધાં છે. પંદર દિવસમાં ૧૧૦૦ કરોડના કામોના આયોજનો થઈ
શક્યાં છે. ક્યારેક આટલા કામો એક વર્ષના બજેટમાં થતાં હતાં, તે હવે માત્ર
૧૫ દિવસમાં આયોજિત થઈ શક્યાં છે. સુરત જાણે રાજ્યની રાજધાનીની જેવો માહોલ
સર્જાયો છે. આ લોકોત્સવની સાથે ૨૦ વર્ષ જુના કેટલાંક કામોનું પણ નિરાકરણ
આવી ગયું છે.
Comments
Post a Comment