નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ છે વિશ્વની સૌથી વધુ એવરેજ આપતી કાર

જી હાં, હવે પ્રસ્તુત થઈ ગઈ છે તે કાર, જે દુનિયામાં સૌથી વધારે એવરેજ આપે છે. આ કારનું નિર્માતા છે જર્મન કંપની વોક્સવેગન, અને આ કારને કતારમાં પ્રદર્શિત કરી છે.

લંડનના એક સમાચારપત્ર ડેઈલી મેલ પ્રમાણે આ કાર એક ગેલન એટલે કે 3.78 લીટર ડીઝલમાં 504 કિલોમીટર ચાલે છે. આ કારને કોડનેમ આપવામાં આવ્યુ છે 'એક્સએલ 1 સુપર એફિશિયન્ટ વ્હીકલ'.

ગજબની એવરેજ આપનારી આ કાર દરેક માઇલ ઉપર માત્ર 38 ગ્રામ કાર્બન ડાઈઑક્સાઇડ છોડે છે, જે સૌથી ઓછું છે. એટલે કે પર્યાવરણની દ્રષ્ટીએ આ ઉત્તમ ફ્યૂઅલ કાર છે.

આ કારમાં બે લોકોને બેસવાની જગ્યા આપવામાં આવી છે, અને તેની ક્ષમતામાં 800 સીસીનું ટીડીઆઈ ટૂ-સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યુ છે.

આ એન્જીન ઇલેક્ટ્રિક મોટર છે અને તેનું વજન છે, 795 કિલોગ્રામ, તેમજ આ કાર લગભગ 11.9 સેકન્ડમાં 0 થી 60 કિલોમીટરની ઝડપ પકડી લે છે.

તેની વધુમાં વધુ ઝડપ 99 કિલોમીટર પ્રતિ કલાક છે. આ એક મજબૂત કાર છે, અને તેની બૉડી કાર્બન ફાઇબર ઉપર બનેલી છે. તેની લંબાઈ પોલો જેટલી જ છે.

વોક્સવેગનના ચેરમેન ડૉ. માર્ટિન વિન્ટરહોર્ને જણાવ્યુ હતુ કે આ કાર આવતા વર્ષે બ્રિટન અને જર્મનીમાં વેચાણાર્થે મુકી દીધી દેવાઈ છે. તેની કિંમતનો તેઓએ ખુલાસો નથી કર્યો, પરંતુ એટલુ ચોક્કસ કહેવામાં આવે છે કે આ ખાસ્સી પરવડતી કાર છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી