નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સચિન અને ગાંધીજી થાય સરખામણી તો...

વૈશ્વિક હ્યુમન બ્રાન્ડ સર્વેમાં સચિને ગાંધીજીને પાછળ રાખી દીધાના સમાચાર આવ્યા, પરંતુ આવી સરખામણી યોગ્ય છે ખરી?

મોહનદાસ કરમચંદ ગાંધી અને સચિન રમેશ તેંડુલકર બંને પોતપોતના ક્ષેત્રના રાજા ભોજ જ છે, પરંતુ તેમની સરખામણી એકબીજા સાથે થાય તે શક્ય નથી.

ગાંધીજી અને સચિન તેંડુલકર સ્વયં તેમનાં ક્ષેત્રોની મહાન ઘટનાઓ છે. છતાં જો કમ્પેરિઝન કરવી હોય તો તેના માપદંડો તો હોવા જોઇએ ને!

સચિન ક્રિકેટના માધ્યમથી દેશ માટે કાંઇક કરીને જીવે છે. ગાંધીજીને દેશ માટે કાંઇક નહીં, ઘણું કરવું હતું તેથી તેઓ જીવ્યા હતા.

કાઠિયાવાડમાં એક પુરાણી કહેવત છે: ગાંડી ગાભણી અને ગામને ઉજાગરો! જેનો અર્થ એ કે આખા ગામમાં એક જ સ્ત્રી ગર્ભવતી હોય પરંતુ તે જો પાગલ હોય તો આખા ગામને તેનું ટેન્શન રહે. આપણે ત્યાં, સોરી ટુ રાઇટ, પરંતુ કેટલીક ન્યૂઝ ચેનલો હંમેશાં ગામને ઉજાગરો કરાવવાની આ ભૂમિકામાં હોય છે. અને મુશ્કેલી ત્યાં છે કે તેમનું લેબરપેઇન ખોટું હોય છે! એક આવો જ ઉજાગરો હમણાં જ ભરબપોરે ચેનલોએ કરાવ્યો, બ્રેકિંગ ન્યૂઝની હેડલાઇન્સ દેખાવા લાગી, હ્યુમન બ્રાન્ડ સર્વેમાં સચિને મહાત્મા ગાંધીને પાછળ રાખી દીધા, માસ્ટર બ્લાસ્ટર લોકપ્રિયતામાં ગાંધીજીથી આગળ નીકળી ગયા! ફાઇન, અભિનંદન ખુબ ખુબ.

બંને ભારતના જ મહાપુરૂષો છે એટલે આપણને વાંધો તો હોઇ શકે જ નહીં, કારણ કે આપણે સંવાદીઓ એવું ક્યાં માનીએ છીએ કે ગાંધીજીની તમામ બાબતો મહાન જ હોય તેમના વિશે કાંઇ નેગેટિવ કહી જ ન શકાય! પરંતુ સવાલ એ છે કે સચિન અને ગાંધીજીની સરખામણી હોય?

અહીં એવું કહેવાનો આશય નથી કે ક્યાં રાજાભોજ અને ક્યાં ગાંગો તેલી? મોહનદાસ કરમચંદ ગાંધી અને સચિન રમેશ તેંડુલકર બંને પોતપોતના ક્ષેત્રના રાજા ભોજ જ છે, પરંતુ તેમની સરખામણી એકબીજા સાથે થાય તે શક્ય નથી. વૈશ્વિક હ્યુમન બ્રાન્ડ અંગેનો સર્વે જાહેર થયો અને તેમાં સચિને ગાંધીજીને પાછળ રાખી દીધા, અને અમિતાભ તો આ સર્વેમાં ક્યાંય છે જ નહીં. પ્રથમ તો આ ઘટના જ એવી નહોતી કે તેના માટે આવો ગોકીરો કરવો પડે. ગાંધીજી અને સચિન તેંડુલકર સ્વયં તેમનાં ક્ષેત્રોની મહાન ઘટનાઓ છે. છતાં જો કમ્પેરિઝન કરવી હોય તો તેના માપદંડો તો હોવા જોઇએ ને!

અંગ્રેજી રૂઢિપ્રયોગ છે કે સફરજનની સરખામણી સફરજન સાથે જ હોય. એરોપ્લેન સાથે પક્ષી ભટકાય, સાયકલ અને એરબસનો એક્સિડન્ટ ન થાય. પ્રથમ તો આ શબ્દ હ્યુમનબ્રાન્ડ સામે જ વાંધો છે. માણસ તો માણસ છે આખરે. છતાં દેશકાળ અનુસાર જો આ સર્વેને આપણે યોગ્ય ગણીએ તો પણ જે સરખામણીઓ થઇ છે તે નોટ ઓ.કે.સચિન તેંડુલકર મહાન ક્રિકેટર છે, તેની સિદ્ધિ અત્યારે તો અનન્ય છે અને નજીકના ભવિષ્યમાં તો એ તૂટે એમ નથી. ક્રિકેટના ૧૩૩ વર્ષના ઈતિહાસમાં ૫૦ સદી કરનારો તે એકમાત્ર બેટ્સમેન છે.

એકપણ વખત હિંસાનો આશ્રય લીધા વગર સદીઓ જૂની સમર્થ સલ્તનતને ભગાડી મૂકનાર, અને આખા દેશ પર એક જાદૂ પાથરનાર ગાંધીજી પણ એકમાત્ર છે. જો દેશ પર કોઇ આફત આવે તો સચિન આ બધું મુકીને સમર્પણ કરે કે નહીં? કરોડો રૂપિયા જાહેરાત દ્વારા કમાવા એ સચિનનો હક્ક છે. સચિન આમ ક્યાંક રમવા કે હંમેશાં ગોગલ્સ પહેરીને દેખાતી બ્યૂટિફુલ વાઇફ સાથે ફરવા ગયો હોય, કોઇ ગરીબ બાળકને અર્ધનગ્ન જુએ અને પોતાના બેટની હરાજી કરી નાખે તેવું બને? આજથી હું બે જોડી પેન્ટ ટી શર્ટ પહેરીશ એવું માસ્ટર બ્લાસ્ટર કરી શકે? બ્રાન્ડ તરીકે ગાંધીજી પાછળ રહી શકે, પરંતુ હ્યુમન તરીકે તેઓ હંમેશાં આગળ હોવાના! જો કે આ દલીલ પણ કરવાનો અર્થ નથી.

દરેક મહાન માણસે મહાનતા સાબિત કરવા આવું કરવું જરૂરી નથી. ફર્ક એટલો છે કે સચિન ક્રિકેટના માધ્યમથી દેશ માટે કાંઇક કરીને જીવે છે. ગાંધીજીને દેશ માટે કાંઇક નહીં, ઘણું કરવું હતું તેથી તેઓ જીવ્યા હતા. સચિનની એક સદીથી કરોડો લોકો ઝુમી ઊઠે છે. ગાંધીજીના એક આંદોલનથી બ્રિટિશ સરકાર ધ્રુજતી હતી. ક્રિકેટની રમત પણ લલિત મોદી અને શરદ પવાર અને એવા અનેક જીવાણુઓને લીધે બીમાર બની છે તે સંજોગોમાં પણ સચિન તેની પ્રમાણિકતા, પ્રતિબદ્ધતા ગુમાવ્યા વગર પીચ પર ટક્યા છે. આ એક મોટી સિદ્ધિ છે. માની લીધું કે સચિન ગાંધીજી કરતાં વધારે લોકપ્રિય છે. પરંતુ ગાંધીજીનું ધ્યેય કદીય ક્યાં લોકપ્રિયતા હતું? ક્રિકેટ સચિન માટે પ્રોફેશન છે, ગાંધીજી માટે દેશનું કામ પેશન હતું. ગાંધીજીના ધ્યેય, કાર્યક્ષેત્રને લોકપ્રિયતા નહીં, લોકકલ્યાણ સાથે સંબંધ હતો.

વાત આ બે મહાન વ્યક્તિની આસપાસ એટલા માટે ફરી કે ચર્ચા આ જ છે. અમિતાભ તો આ સર્વેમાં એટલા માટે નથી કે આ બાબત વિશ્વસ્તરની હતી ગાંધીજી અને સચિનનું યોગદાન વિશ્વસ્તરે છે, અમિતાભ બચ્ચને ફિલ્મક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ નથી કર્યું. પણ તેથી આ બ્રાન્ડ એમ્બેસેડર ઓછા મહાન છે? વાતનો છેડો એ છે કે ક્યાં સુધી આપણે અવા માપદંડોથી જીવીશું? શું આપણા મહાન લોકોની મહાનતા કે લોકપ્રિયતા આવા સર્વે નક્કી કરશે? ઓસ્કારમાંથી પીપલી લાઇવ આઉટ, તો ચેનલ કહે ફિલ્મપ્રેમીઓમાં નિરાશા.

નોટ એટ ઓલ. સી, કોઇ પણ એવોર્ડ, કોઇ સન્માન માણસને તેની સફળતા કે કૌશલ્યની પ્રતીતિ કરાવવા માટે હોય એનો અર્થ એ નથી કે તે ન મળે તો થયેલું સર્જન યોગ્ય નથી. પુરસ્કાર મોરલ અપ કરવા માટે હોય, તેનું ન મળવું મોરલ ડાઉનનો ઇરાદો ન હોય. કોઇ સર્વેમાં આગળ નીકળીએ તો જ સારા, એવોર્ડ મળે તો જ મહાન એવાં બેરિયર્સ ન હોવા જોઇએ. એવોર્ડ કે કદરની વધુ પડતી ઝંખના કદાચ આપણી પ્રગતિ કરાવી શકે, પરંતુ વિકાસ અટકી જાય. પછી કામ લાઇફ કે આર્ટ ઓરિએન્ટેડ નહીં, એવોર્ડ કે સર્વે ઓરિએન્ટેડ કામ થાય. છેલ્લે બેફામને યાદ કરીએ, થાય સરખામણી તો ઉતરતા છીએ તે છતાં આબરૂને દીપાવી દીધી... પરંતુ સરખામણી એમ અયોગ્ય થાય જ શાની?

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!