નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે આ સ્થળો છે પહેલી પસંદ

હરવા ફરવામાં દુનિયાભરમાં જાણીતા ગુજરાતીઓની પહેલી પસંદગી છે સિંગાપોર,થાઇલેન્ડ અને મેલેશિયા. જોકે હવે તો ગુજરાતીઓ દુનિયાનો કોઇ પણ એવો દેશ નહિ હોય કે જયાં ફરવા ન જતા હોય પરંતું દર વર્ષે સિંગાપોર ,થાઇલેન્ડ અને મલેશિયા જતા ગુજરાતીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હોવાનું ફલેમીંગો ટ્રન્સ વર્લ્ડના સિનીયર ટુર કો-ઓર્ડીનેટર બિરવા પટેલે જણાવ્યું હતું.

નિયમિત ફરવા જતા લોકો માટે ફ્લેમીંગો ટ્રાન્સવર્ડ દ્વારા આજે બુધવારે એએમએ ખાતે ખાસ પ્રેઝન્ટેશનનું આયોજન કર્યું હતું જેમાં ગુજરાત અને ભારત સહિત દુનિયાના ૨૦ જેટલા દેશો કે જયાં ફરવા માટે ગુજરાતીઓ ઉત્તેજીત હોય છે, તે દેશોના જોવાલાયકસ્થળો તથા જુદા જુદા પેકેજીસ અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

પ્રેઝન્ટેસનમાં યુરોપ,સ્પેન, ફીનલેન્ડ,ફીજી, જોર્ડન, સિંગાપોર,મલેશિયા, થાઇલેન્ડ, દુબઇ, હોંગકોંગ, ચાઇના,મોરેશ્યસ, કેન્યા, દક્ષિણ આફ્રિકા, કેનેડા, અમેરીકા. ઓસ્ટ્રેલિયા,શ્રીલંકા, સ્કેન્ડીનેવીયા તથા ન્યુઝીલેન્ડ સહિતના દેશોના પ્રવાસન સ્થળો અંગે ઉપસ્થિત લોકોને માહિતી આપવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી