નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાપુને e-mail
















mumbai samachar
variety supplement
30-01-2011

To: “ગાંધી બાપુ” <<span>મહાત્માગાંધી</span><span>@સ્વર્ગ.કોમ</span><span>></span><span> </span>

ડીયર બાપુ,

તમે મોજમાં હશો. અહી પણ બધું cool છે. ચેટમાં તમે ઓનલાઈન મળતાં નથી એટલે મેઈલ કરું છું. પાછુ આજકાલ તમે ગાંધીનગરમાં નવા બનેલા ૨૦૦ કરોડનાં મહાત્મા મંદિરમાં કે પછી તમારા સાબરમતિ આશ્રમ મળશો એ પણ નક્કી નથી. પણ શહીદદિન નિમિત્તે ન્યુઝપેપરમાં તમારા ફોટા જોઈ તમારી એનિવર્સરી છે એ વાત બધાંની જેમ મને પણ ખબર પડી એટલે ફેસબુક નામની સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર તમારું પેજ શોધીને ત્યાં મેસેજ પણ મુક્યો છે, એ તમે ઓનલાઈન થાવ ત્યારે જોઈ લેજો. બાપુ તમારું એ પેજ કોક ઇટાલિયન શખ્સે બનાવેલું છે, એ વાત જોગાનુજોગ ગણજો. આ પછી મેં ફેસબુક પર ‘બાપુ’ શબ્દ ટાઈપ કરી સર્ચ કર્યું તો ગોવિંદ, આસારામ, અને અન્ય ભળતા-સળતાં નામધારી બાપુઓ જ દેખાયા, પણ તમે ક્યાંય ન જડ્યા ! જોકે અમારા એટલા સદભાગ્ય કે કઠવાડા બાય-ઇલેક્શન અને એ પછી મ્યુનિસીપાલિટી અને પંચાયતના ઇલેક્શન પછી શંકરસિંહ બાપુનું પત્તું ડીલીટ બોલે તો ગુમ જ થઇ ગયું છે ! સાચું કહું તો ગાંધી અને બાપુ શબ્દ ગુગલ કરવાથી મળતાં રીઝલ્ટમાં તમને શોધવા ભ્રષ્ટ અધિકારીઓમાં પ્રમાણિક અધિકારી શોધવા જેટલું અઘરું પડે છે !  

આજે શહીદદિન નિમિત્તે તમારા પુતળા પાલિકાનાં કર્મચારીઓએ ચકાચક સાફ કરીને રાખ્યા હશે. તમારા પુતળાને સુતરની આંટી ચડાવવા અને પ્રાર્થનાસભા માટે તમારી પોતડી કરતાં પાંચસો ગણું કાપડ વાપરીને મંડપો પણ ઉભા કર્યા હશે. પણ બાપુ, તમે પોતડી છોડીને આજકાલ જીન્સ પહેરો છો અને બકરી છોડીને પગ નામક કૂતરાને લઈને ફરો છો તેવું આધુનિક શિલ્પીઓ કલ્પે છે, તો આ અંગે સાચું શું છે તે અંગે ચોખવટ કરવા નમ્ર વિનંતી. મુન્નાભાઈ મુવીથી બાપુને ઓળખનાર નવી પેઢી તમારા જીન્સધારી શિલ્પ જોઈ કરકસર અને જરૂરીયાતના જુદા પાઠ શીખે એવું બને, કારણ કે આજકાલ જીન્સ હપ્તેથી મળે એટલા મોંઘા થઇ ગયા છે. અને બાપુ, ઉત્તર પ્રદેશમાં તો આજકાલ તમારા પૂતળાની જગ્યાએ સુ.શ્રી. માયાવતીના પુતળા જોવા મળે છે. કદાચ એટલે જ કેટલાક હિન્દી ભાષીઓ કંટાળીને મુંબઈ આવી ગયા છે. આ અંગે ભૂતકાળમાં જે ડખા થયા છે તે તો તમને ખબર હશે જ.      

માયાવતીથી યાદ આવ્યું બાપુ કે આજકાલ રૂપિયાના હાર ચડાવવાની ફેશન ચાલે છે. તમને તો આજે બધા સુતરની આંટી ચડાવશે, પણ એ તો બહુ ઓલ્ડ ફેશન છે. બાપુ તમારા ફોટા વાળી નોટો ભેગી કરવાનો હોબી અહીં નાના-મોટા સહુ ને છે. તમારા ફોટા વાળી નોટોનો વ્યાપ સહકારી બેંકના લોકરોથી સ્વીસ બેંક સુધી ફેલાયેલો છે. બાપુ ફુગાવો જે રીતે વધી રહ્યો છે તે જોતા તમારા ફોટા વાળી દસ હજારની નોટો નીકળે તો ઉપરના વહેવારોમાં બધાને અનુકુળતા થાય, તો આ અંગે અધિકારીઓને ફોટામાં બેઠા બેઠા કંઈક પ્રેરણા આપજો એવી રીક્વેસ્ટ આઈ.એ.એસ. લોબી વતી તમને કરું છું.    

બાપુ, ટુરીઝમવાળા દેશવિદેશના પ્રવાસીઓ ગુજરાત તરફ વળે એ માટે બધુ જ કરી રહ્યા છે ત્યારે ગુજરાતનાં રસિકજનો ગુજરાત બહારનાં ‘હવા ખાવાના’ અને ખાસ કરીને ‘પીવાનાં  સ્થળો’ પર નાણું લુંટાવી રહ્યા છે ! બાપુ, તમારા ગુજરાતમાં દારૂબંધી હજુય છે જ, અને એટલે જ કદાચ પોલીસ પગાર વધારા માટે ક્યારેય આંદોલન કે રજૂઆત નથી કરતી. વચ્ચે વચ્ચે લઠ્ઠાકાંડમાં થોડા ઘણાં લોકો મરે છે ખરા, પણ એમ તો એનાથી વધારે રોડ એક્સિડેન્ટમાં રોજ મરે જ છે ને ! અને  ‘નશો નોતરે નાશ’ ને એવા બધા સુત્રો બસની પાછળ વાંચવામાં અમદાવાદમાં જ રોજ બે ચાર જણનું બેલેન્સ જતું રહે છે, અને હોસ્પિટલ ભેગા થાય છે.

બાપુ, તમારું જન્મ સ્થળ પોરબંદર અને કર્મસ્થળ અમદાવાદનો સાબરમતી આશ્રમ એ પરદેશીઓ માટે મુખ્ય આકર્ષણ છે, પણ દારૂબંધીને કારણે વિદેશી પ્રવાસીઓ ઓછા આવે છે એવો ગણગણાટ અંગ્રેજી અખબારો અવાર-નવાર કરે છે. ગુજરાતનાં અમુક સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં દારુ-મુક્તિ ગમે ત્યારે પાછલા બારણે ઘુસી જાય તેવી વકી છે, તે તમારે જાણવાજોગ. પણ આ ઝોન આબુ કે દમણ કરતા નજીક હશે તો આપણા ગુજરાતી નબીરાઓનું પેટ્રોલ બચશે તો એ દેશની બચત જ કહેવાય ને? આ વાત કોઈ મલ્ટીનેશનલ કન્સલ્ટન્ટ આંકડાકીય રીતે સાબિત કરે તો આ લખનાર સહિત બધાને શીરાની જેમ ગળે ઉતરી જશે.
બાપુ, બહુ વાતો થઇ નહિ ? સમય મળે તો મેઈલ કરજો.  ટેક કેર.
--
અધીર અમદાવાદી

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!