નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ છે દુનિયાનો બેસ્ટ સ્માર્ટફોન

બજારમાં આમ તો હાલ એક એકથી ચઢિયાતા ફીચર્સવાળા સ્માર્ટફોન હાજર છે, પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનો સૌથી બેસ્ટ સ્માર્ટફોન ક્યો છે? ચલો અમે તમને બતાવી દઇએ છીએ. દુનિયાના બેસ્ટ સ્માર્ટફોનનો ખિતાબ એપ્પલના આઇફોનને આપવામાં આવ્યો છે. આઇફોનને આ ખિતાબ દુનિયાની જાણીતી સર્વે એજન્સી 'એસી નિલસને' આપ્યો છે.

હાઇલાઇટ્સ
-  આઇફોનને ગૂગલના એંડ્રૉયડનો જબ્બર પડકાર મળી રહ્યો છે.
- એપ્પલ કંપની આઇફોનનું વેચાણ વધારવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યું છે.
- એપ્પલ આઇફોનનું વેચાણ વધારવા માટે વધુ એક કંપની સાથે કરાર કરશે.

જો કે હાલ બજારમાં ઉપલબ્ધ સ્માર્ટફોનમાંથી આઇફોનને બેસ્ટ બતાવતા સર્વેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આઇફોનને ગૂગલના એંડ્રૉયડનો જબ્બર પડકાર મળી રહ્યો છે. સર્વેમાં તદ્ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે ગૂગલ એન્ડ્રૉયડના ઝડપી વેચાણને જોતા એમ લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં વેચાણ અને લોકપ્રિયતામાં આઇફોનને પછાડી શકે છે.

કદાચ એ જ કારણ છે કે હવે એપ્પલ કંપની આઇફોનનું વેચાણ વધારવા માટે નવા રસ્તાઓ શોધી રહ્યું છે. હાલમાં આઇફોનનું વેચાણ અમેરિકન ટેલિકોમ કંપની એટીએન્ડટીના દ્વારા જ થાય છે. પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે એપ્પલ કંપની આઇફોનના વેચાણ માટે વધુ એક અમેરિકન કંપની 'વેરિજોન વાયરલેસ' સાથે પણ કરાર કરી શકે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!