નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ વહાણ પર બેસનાર કોઈ વ્યક્તિ ઘરે ન પહોંચી શક્યો...!

 
  >માર્યા ગયેલા તમામ લોકોની આંખો ખુલ્લી હતી>ક્રૂ મેમ્બર સહિત વહાણનો કૂતરો પણ માર્યો ગયો હતો

ફેબ્રુઆરી 1948ની વાત છે. ઈન્ડોનેશિયા નજીક અનેક શીપોને ડચના એસએસ ઓરંગ મેડન નામના માલવાહક વહાણ તરફથી મદદ માટેના અનેક સંદેશ મળ્યા હતાં. સંદેશ કંઈક આવો હતો, ‘વહાણ પર કેપ્ટન સહિત તમામ લોકોના મોત થયા છે. શક્ય છે કે તમામ ક્રૂ મેમ્બરો માર્યા ગયા છે.’ આ સંદેશ સાંકેતિક ભાષામાં મોકલવામાં આવેલા એવા સંદેશ બાદ મળ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘હું મરી રહ્યો છું’.

સંદેશ મળ્યાના કલાકો બાદ બચાવદળ અહીં આવી પહોંચ્યો હતું અને મેડનના કેપ્ટનને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સામેથી કોઈ પ્રત્યુત્તર ન મળતા વહાણ પર બચાવ ટુકડી મોકલવામાં આવી હતી. બચાવ ટુકડીના સભ્યો જ્યારે વહાણ પર પહોંચ્યા ત્યારે તેના દ્રશ્યો ખૂબ ભયંકર હતાં. એક સમયે તો વહાણ પર પહોંચેલા બચાવદળના લોકો અહીંનું દ્રશ્ય જોઈને થરથરી ગયા હતાં. વહાણ પર કેપ્ટન સહિત તમામ સભ્યોના મોત થયા હતાં.

માર્યા ગયેલા તમામની આંખો ખુલ્લી હતી તેમજ બધાના મોઢા સૂર્ય તરફ હતાં. તેમના બધાના ચહેરા ખૂબ ડરાવનાક હતાં. એટલું જ નહીં વહાણનો કૂતરો પણ માર્યા ગયો હતો. આ સમયે અહીંના વાતાવરણનું તાપમાન આશરે 110 ફેરનહિટ હતું.

આથી બચાવ ટુકડીએ આ શીપને ટો કરીને ફરીથી દરિયાકિનારે લઈ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેઓ આવું કરે તે પહેલા જ વહાણમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આવા દ્રશ્યો જોઈને બચાવ ટુકડીએ અહીંથી દૂર ભાગવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ઓરંગ મેડનને બાંધવામાં આવેલું દોરડું કાપી નાખવામાં આવ્યું હતું. તેના થોડા સમય બાદ જ વહાણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, ત્યાર બાદ તે પાણીમાં ડૂબી ગયું હતું.

આજ દિવસ સુધી ઓરંગ મેડનના કેપ્ટન અને તેના સભ્યોનું મોત કેવી રીતે થયું તે એક રહસ્ય જ બની રહ્યું છે. તેમના મોત અંગે અનેક તારણો કાઢવામાં આવ્યા છે. અમુક લોકો એવું માની રહ્યા છે કે સમુદ્રના ચાંચિયાઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. જ્યારે અમુક લોકોએ એવી થીયરી રજૂ કરી હતી કે વહાણમાં ગેરકાયદે કેમિકલ ભરીને લઈ જવામાં આવી રહ્યું હતું, જે એટલું ખતરનાક હતું કે સમુદ્રમાં પાણ સાથે સંપર્કમાં આવ્યા બાદ તમામ લોકોના મોત થયા છે. અમુક લોકોએ આ ઘટનાને ભૂત અને એલિયન સાથે પણ જોડી છે.

એક રહસ્ય...

ડચના ઓરંગ મેડન નામના વહાણ સાથે શું થયું? વહાણ પર હાજર લોકોની હત્યા કોણે કરી હતી? વગેરે પ્રશ્નો આજે પણ એક કોયડો બનીને રહી ગયા છે. સમુદ્રમાં અત્યાર સુધી બનેલા બનાવોમાં ઓરંગ મેડનનની દુર્ઘટના સૌથી ભયંકર હતી.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!