નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

17 વર્ષની અમેરિકન યુવતી માઉન્ટ એવરેસ્ટ સર કરશે!

બ્રાયના 23 માર્ચના રોજ માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ શરૂ કરશે

આશરે બે વર્ષ પહેલા 19,341 ફૂટ ઊંચા આફ્રિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કિલિમંઝારોનું સફળતાપૂર્વક ચઢાણ કર્યા બાદ 17 વર્ષીય બ્રાયના અમેરિકાની સૌથી નાની ઉંમરની યુવતી છે, જેણે માઉન્ટ એવરેસ્ટ ચડવાનું નક્કી કર્યું છે. બ્રાયનાના પિતા એક અનુભવી પર્વતા રોહક છે. તેમણે કેટલાંય સફળ અભિયાનોની સાથે 3 વખત કિલિમંઝારોનું ચઢાણ પૂરુ કર્યું છે.

બ્રાયના 23 માર્ચના રોજ માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ શરૂ કરશે. એ પહેલા બ્રાયના દુનિયાના અન્ય કેટલાક શિખરો સર કરશે, જેથી એવરેસ્ટનું ચઢાણ કરવું અઘરુ ન પડે.26 જાન્યુઆરીએ બ્રાયનાએ દક્ષિમ અમેરિકાના સૌથી ઊંચા શિખર અકોંકાગુઆ (22,841 ફૂટ)નું ચઢાણ શરૂ કર્યું છે. અકોંકાગુઆ એશિયાની બહાર દુનિયાનું સૌથી ઊંચુ શિખર છે.

આ માટે બ્રાયનાએ સેમિસ્ટરમાંથી ઓફ લીધો છે. તે જણાવે છે કે પર્વતારોહણ પ્રત્યે તેનો પ્રેમ બાળપણથી જ છે. આ બધું જ તેના પિતાના પ્રયત્નોનું પરિણામ છે. માઉન્ટ એવરેસ્ટના ચઢાણમાં સફળતા મળ્યા પછી તે સેવન સમિટ પૂરુ કરવાની ઈચ્છા રાખે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી