નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જ્યારે રશિયાએ બનાવી હતી સૌથી નાની સબમરીન!

>1950થી જ રશિયાએ પોતાની નેવીને આધુનિક બનાવવાની શરૂઆત કરી
>રશિયા દ્વારા ખૂબ નાના કદની સબમરીન બનાવવામાં આવી હતી
1950ના દાયકામાં સોવિયેત યુનિયનના સંરક્ષણ મંત્રાલયે પોતાની નેવીને આધુનિક બનાવવાની કવાયત શરૂ કરી હતી. કમાન્ડરને ભાન થયું હતું કે આપણા સૌનિકોને દુશ્મન સામે લડવા માટે આધુનિક હથિયારો આપવાની જરૂરિયાત છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને રશિયાએ ખાસ પાણીની અંદર ચાલતા યંત્રો વિકિસિત કરવાની શરૂઆત કરી હતી. આવું કરવા પાછળનો ઉદેશ્ય સૈનિકોને બહુ ઝડપથી યુદ્ધ મેદાન સુધી પહોંચાવાનો હતો.

સોવિયેત સંઘના લશ્કર પાસે આવી કોઈ ટેક્નિક ન હતી. જો કે નાઝી જર્મન સોવિયેત મિલિટરી ભાંગી પડ્યા બાદ રશિયાના વૈજ્ઞાનિકોએ જપ્ત કરવામાં આવેલા હથિયારો પર નજર કરી હતી. આ સમયે સોવિયેત લશ્કરને છ જેટલી ‘સીહન્દ’ નાની સબમરીન મળી આવી હતી.

1947ના વર્ષમાં લીનીનગ્રેડની એક ફેક્ટરી દ્વારા ‘સીહન્દ’ પ્રકારની સબમરીનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ફોર્સના કમાન્ડરે પણ સોવિયેત નેવી માટે આવા નાના હથિયારો બનાવવામાં ખૂબ રસ લીધો હતો. જો કે આ તમામ નાની સબમરીન અને પરીક્ષણ માટે બનાવવામાં આવેલી સબમરીનોને તોડી પાડવામાં આવી હતી.

જો કે ત્યાર બાદ 1967માં બે સીટની સબમરીન બનાવવાની શરૂઆત થઈ હતી. પ્રોજેક્ટને ‘ટ્રીટાન’ નામ આપવામાં આવ્યું હતું. 1970માં એક કંપનીએ આજ શ્રેણીમાં ટ્રીટાન- m1 પ્રકારની સબમરીન બનાવવાનું ચાલું કર્યું હતું. આ સબમરીનનું સમુદ્રમાં પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આ સબમરીનની ખાસિયત એવી હતી કે તેનું કદ નાનું હોવાથી ટ્રક, ટ્રેન, કે વિમાન દ્વારા તેનું વહન કરવું શક્ય હતું.

આ પ્રકારની સબમરીનોએ 1980 સુધી નેવીમાં ફરજ બજાવી હતી. ત્યાર બાદ તેણે મ્યુઝિયમમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું. હાલમાં પણ અમુક ટ્રીટાન સબમરીન રશિયન નેવીમાં ફરજ બજાવે છે, પરંતુ તે ઘણા સમય પહેલા બનાવવામાં આવી હોવાથી તેનું આધુનિકરણ કરવામાં આવ્યું છે.

સબમરીનનું વિશેષતા> । લંબાઈઃ પાંચ મીટર । પહોળાઈઃ 1.36 મીટર । ઉંચાઈઃ 1.39 મીટર

રશિયાની આવી આ સબમરીનની એક તસવીરી ઝલક...
 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી