નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વ્રત-ઉપવાસથી કયા ફાયદા થાય અને કેમ?

આજે મોટાભાગના લોકો અત્યધિક વજનથી પરેશાન રહે છે. અસંતુલિત ખાન-પાન અને અનિયિમત દિનચર્યાને પરિણામે શરીરમાં ફેટ-વસા વધવા લાગે છે. જેનાથી ઓબેસિટી-મેદસ્વીતાની બીમારી થાય છે. તેનાથી આપણા સ્વાસ્થ્ય ઉપર ઘણી ખરાબ અસર પડે છે. આ રીતે કોઈપણ બીમારીથી બચવા માટે પણ વ્રત-ઉપવાસ ઘણો કારગર ઉપાય છે, સાથે જ ધર્મ લાભ પણ પ્રાપ્ત થાય છે.

વ્રતનો અર્થ છે સંકલ્પ કે દ્રડ નિશ્ચય, તથા ઉપવાસનો અર્થ છે ઇશ્વર કે ઇષ્ટદેવની નજીક બેસવું. ભારતીય સંસ્કૃતિમાં વ્રત તથા ઉપવાસનું ખૂબ જ મહત્વ છે અને દરેક દિવસે કોઈ ઉપવાસ કે વ્રત ચાલતા જ હોય છે. બધા ધર્મોમાં વ્રત-ઉપવાસની જરૂરિયાત બતાવવામાં આવી છે. એટલે દરેક વ્યક્તિ પોતાના ધર્મની પરંપરા પ્રમાણે ઉપવાસ કે વ્રત કરે છે. વાસ્તવમાં વ્રત-ઉપવાસનો સંબંધ આપણા શારીરિક તથા માનસિક શુદ્ધિકરણ સાથે છે. તેનાથી આપણુ શરીર સ્વસ્થ્ય રહે છે. વ્રત ઘણા પ્રકારના હોય છે જેમાં નિત્ય, નૈમિત્તિક, કામ્ય વ્રત.

નિત્ય વ્રત ભગાવનને પ્રસન્ન કરવા માટે નિરંતર કરવામાં આવે છે.

નૈમિત્તિક વ્રત કોઈ નિમિત્ત માટે કરવામાં આવે છે.

કામ્ય, કોઈ કામનાથી કરવામાં આવનાર વ્રત કામ્ય છે.


વ્રત કે સ્વાસ્થ્ય લાભ, વ્રત-ઉપવાસથી શરીર સ્વસ્થ્ય રહે છે. નિરાહાર રહેવું, એક સમયે ભોજન લેવું અથવા માત્ર ફળાહારથી પાચનતંત્રને આરામ મળે છે. તેનાથી કબજિયાત, ગેસ, એસીડીટી, અજીર્ણ, અરૂચિ, માથાનો દુખાવો, તાવ, મેદસ્વીતા જેવા ઘણા રોગોને નાશ થાય છે. આધ્યાત્મિક શક્તિ વધારે છે. જ્ઞાન, વિચાર, પવિત્રતા બુદ્ધિનો વિકાસ થાય છે. આ કારણે ઉપવાસ-વ્રતને પૂજા પદ્ધતિમાં સામેલ કરવામાં આવેલ છે.

વ્રત કોને ન કરવું-

સન્યાસી, બાળકો, રોગી, ગર્ભવતી સ્ત્રીઓ, વૃદ્ધોને ઉપવાસ કરવાની છૂટ હોય છે.



વ્રતના નિયમઃ-

-જે દિવસે ઉપવાસ-વ્રત હોય તે દિવસે આ નિયમોનું પાલન કરવું જોઈએ.
-કોઈ પ્રકારની હિંસા ન કરવી.
-દિવસે સૂવું નહીં.
-વારંવાર પાણી ન પીવું.
-જૂઠું ન બોલવું, કોઈની બુરાઈ ન કરવી.
-વ્યસન ન કરવું.
-ભ્રષ્ટાચાર ન કરવાનો સંકલ્પ લવો
-વ્યાભિચાર ન કરવો.
-કોઈપણ પ્રકારનું અધાર્મિક કામ ન કરવું. નહીતર વ્રતનું પૂર્ણ પુણ્ય પ્રાપ્ત થતું નથી.






Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી