નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

રહસ્ય બન્યો બીજી દુનિયાનો આ જાદુઈ પથ્થર!

 
1872માં બ્રિટનના ન્યૂ હેમ્પશારની વિનિપીસાઉકી ખોદકામ કરતી વખતે એક કાળા રંગનો અંડાકાર પથ્થર મળ્યો હતો. ચાર ઈંચ બાઈ 2.5ના પથ્થર અંગે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તેના પર અનેક નિશાન પણ કરવામાં આવ્યા હતાં. અનેક સંશોધન બાદ માલુમ પડ્યુ નથી કે આ પથ્થરની ઉંમર કેટલી છે. આ પથ્થરને કોણે બનાવ્યો, શું આ પથ્થર આજ દુનિયાનો છે કે નહીં કે પછી ક્યાંક અન્ય જગ્યાએથી આવ્યો હતો.

ન્યૂ હેમ્પશાયરના બિઝનેસમેન સેનેકા લેડ મજૂરો દ્વારા અહીં ખોદકામ કરાવી રહ્યા હતાં. તેને આ પથ્થર મળ્યો હતો. 1892 સુધી આ પથ્થર તેની પાસે રહ્યો હતો, ત્યાર બાદ તેના મોત પછી તેની પુત્રીએ તેને સંભાળીને રાખ્યો હતો.1927માં તેની પુત્રીએ ન્યૂ હેમ્પશાયર હિસ્ટોરિકલ સોસાયટીને તેને દાનમાં આપી દીધો હતો.

ત્યારથી અત્યાર સુધી આ પથ્થર મ્યુઝિયમમાં પ્રદર્શન માટે રાખવામાં આવ્યો છે. આ પથ્થર પર મુખડું, ચંદ્રમા, તીર, અનેક ચિન્હોના નિશાન દોરેલા છે. તેની બંને બાજુ આરપાર છિદ્ર કરવામાં આવ્યું છે. આ છિદ્ર પણ અલગ અલગ સાઈઝના બિટ્સ દ્વારા કરવામાં આવ્યા છે.

ઉપરથી નીચે સુધી છિદ્ર કરનાર ડ્રિલ બિટની સાઈઝ 1/8 ઈંચ છે. નીચેથી ઉપરની સાઈઝ 3/8 ઈંચ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના છિદ્ર કરવાની ટેક્નિક 19મી સદીમાં પાવર ટૂલ્સ દ્વારા શક્ય બની હતી. તો પછી ઈતિહાસના આ પથ્થરમાં છિદ્રો કેવી રીતે કરવામાં આવ્યા હતાં. 1872માં અમેરિકન નેચરાલિસ્ટોએ કહ્યું હતું કે આ બંને આદિવાસીઓ વચ્ચે કરારનું પ્રતિક છે.

એક રહસ્ય...

ન્યૂ હેમ્પશાયરમાં મળેલો પાષાણયુગનો આ પથ્થર ક્યાંથી આવ્યો હતો. તેના પર બનાવવામાં આવેલા નિશાનનો શું મતલબ છે, તેમજ તેને શા માટે બનાવવામાં આવ્યો હતો. કોઈ સાધન વગર આવા છિદ્રો કેવી રીતે કરવામાં આવ્યા હતાં તે એક રહસ્ય બનીને રહી ગયું છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી