નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આઓ ટ્વિસ્ટ કરેં: ડાન્સનાં પચાસ વર્ષ

ઉમંગ અનુભવીએ ત્યારે મન સાથે પગ પણ નાચી ઊઠે છે ને? મદહોશીની છેવટની સ્વર્ગીય સીમા સુધી પહોંચાડવાની નૃત્યની ક્ષમતા ગજબનાક છે, ખરેખર. સ્વર્ગની તો આપણને ખબર નથી પણ યૌવનથી છલોછલ યુગલોએ ઘણી વાર ડાન્સમાં રમમાણ થઈને ધરતી પર સ્વર્ગનો અનુભવ કર્યોછે ખરો. ડાન્સના આ રંગીન મેળામાં સૌથી વધુ ચર્ચિત બન્યો ટ્વિસ્ટ ડાન્સ. એ દુનિયાને ૫૦ વર્ષથી નચાવી રહ્યો છે.

૧૯૬૦માં ચબી ચેકર નામના એક સંગીતકારનું ગીત ‘ધ ટ્વિસ્ટ’ ટીવીના ડાન્સ શોથી એકદમ ગાજી ઊઠ્યું. એના ઈશારે દુનિયા થિરકવા લાગી. ટ્વિસ્ટ સોંગ્સ એન્ડ ડાન્સે ધૂમ મચાવવા માંડી. ટ્વિસ્ટ આજે પણ પોપ્યુલર છે. અમેરિકાના બિલબોર્ડ હોટ-૧૦૦ રેટિંગમાં આ ગીત નંબર વનના સિંહાસન પર લાંબો સમય રહ્યું. એના રચયિતા ચબી ચેકર નૃત્યસમ્રાટ કહેવાવા લાગ્યા.

એક સમ્રાટની જેમ તેઓ પોતાના ઈશારે દુનિયાને નચાવતા હતા. એક વિશાળ તસવીર બની, જેમાં ટ્વિસ્ટ મુદ્રામાં ચબી એક તરફ ઊભા છે અને નીચે લખ્યું હતું ‘ટ્વિસ્ટ રાઉન્ડ ધ વર્લ્ડ’. બીજી તરફ દુનિયાભરના દેશોનાં ચિહ્નો લહેરાય છે. આ નૃત્યશૈલીથી સિનેમા કેવી રીતે દૂર રહી શકે? દેશ-વિદેશની ફિલ્મો આ જાદુમાંથી બચી ન શકી.

ફિલ્મો બ્લેક એન્ડ વ્હાઈટમાંથી રંગીન બની, પણ ટ્વિસ્ટનું આકર્ષણ, પ્રતિષ્ઠા, પ્રભાવ ઓછાં ન થયાં. ૨૦૦૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્પાઈડરમેન-૩’માં પણ ટિ્વસ્ટે હાજરી વર્તાવી. બોલો, તમારે કયા ગીત પર ઝૂમવું છે - ‘કમ ઓન બેબી, લેટ્સ ડુ ધ ટ્વિસ્ટ’ પર, ‘ટેક ધ વર્લ્ડ બાય ધ હેન્ડ એન્ડ ડૂ ધ ટ્વિસ્ટ’ ગીત પર કે પછી એની ભારતીય આવૃત્તિ જેવા ‘આઓ ટ્વિસ્ટ કરેં, પ્યાર કા મોસમ’ ગીત પર? ચોઈઝ ઈઝ યોર્સ.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!