નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આજે પણ રશિયા થરથરે છે એ વર્ષને યાદ કરીને!

17 સપ્ટેમ્બર 1989ના રોજ રશિયાના એક પાર્કમાં યૂએફઓ ઉતર્યું હતું

રશિયા માટે 1989નું વર્ષ ખૂબ રસપ્રદ રહ્યું હતું. આ વર્ષમાં અહીં અનેક વખત યૂએફઓ જોવામાં આવ્યા હતાં. સોપ્રથમ 14 એપ્રિલના રોજ ચેરેપોવેસ્કના ઈવાન વેસેલોવામાં મોટી સંખ્યામાં યૂએફઓ જોવામાં આવ્યા હતાં.

ત્યાર બાદ છ જૂનના રોજ કોનેંટસેવોમાં અનેક બાળકોએ આવો દાવો કર્યો હતો. 14 જૂનના રોજ બોલાગાડીની એક મહિલાએ 17 મિનિટ સુધી એક ઉડતી રકાબી જોઈ હતી. આ અંગે આશરે 500 જેટલા લોકોએ દાવો કર્યો હતો.

ત્યાર બાદ છ જૂનના રોજ કોનેંટસેવોમાં અનેક બાળકોએ આવો દાવો કર્યો હતો. 14 જૂનના રોજ બોલાગાડીની એક મહિલાએ 17 મિનિટ સુધી એક ઉડતી રકાબી જોઈ હતી. આ અંગે આશરે 500 જેટલા લોકોએ દાવો કર્યો હતો.

સૌથી વધારે રસપ્રદ કેસ 17 સપ્ટેમ્બર 1989નો છે. આ દિવસે વોરોનેઝના એક પાર્કમાં અમુક બાળકો રમી રહ્યા હતાં. એવામાં એક ખૂબ મોટું અને અંડાકાર યાન અહીં ઉતર્યું હતું. જોત જોતામાં અહીં અનેક લોકો ભેગા થઈ ગયા હતાં.

થોડા સમય પછી યાનમાંથી બે એલિયનો નીચે ઉતર્યા હતાં. જેમાંથી એક આશરે 12 થી 14 ફૂટ લાંબું હતું અને તેણે ત્રણ આંખો હતી. બીજું એલિયન રોબર્ટ જેવું લાગી રહ્યું હતું. બાળકો આવું દ્રશ્ય જોઈને બૂમાબૂમ કરવા લાગ્યા હતાં. એલિયને તેમાંથી એક બાળક પર લાઈટ ફેકી હતી જેના કારણે તેની સ્થિતિ લકવા જેવી થઈ ગઈ હતી. આ જગ્યા પર સંશોધન કરવામાં આવ્યા બાદ અહીંની માટીમાં રેડિએશનના નિશાન જોવા મળ્યા હતાં. અહીં ફોસ્ફરસની માત્રા વધારે જાણવા મળી હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે યૂએફઓનું વજન અનેક ટન હતું.

એક રહસ્ય...

એલિયન્સના કેસમાં 1989નું વર્ષ ખાસ છે. આ વર્ષમાં એકલા રશિયામાં એલિયન્સ જોવા મળ્યાના અનેક કેસ સામે આવ્યા હતાં. આમ છતાં કોઈ કેસમાં વૈજ્ઞાનિકો આખરી પરિણામ સુધી પહોંચી શક્યા ન હતાં.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!