નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઉદ્યોગપતિ બનાવતો કોર્સ

એજ્યુકેશનલ કાઉન્સેલરોનું કામ વિદ્યાર્થીઓને સારી નોકરીની તકો ધરાવતા કોર્સિસની માહિતી આપવાનું હોય છે, પરંતુ જે વિદ્યાર્થીઓ ધંધાકીય એકમોના વારસદારો હોય અને તેઓને પોતાના પૈતૃક ધંધા-વ્યવસાયમાં જ જોડાવાનું હોય, તેઓને તેમના ધંધા માટે ઉપયોગી હોય, તેવા અભ્યાસક્રમની જાણકારી આજે આપણે મેળવીએ.

આ અભ્યાસક્રમ PGDM (FBM)ના નામે ઓળખાય છે. જેમાં ‘ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટ’ સાથે PGDMની ડિગ્રી મળે છે. અભ્યાસક્રમમાં ‘ફેમિલી બિઝનેસ’ શીખવતી શૈક્ષણિક સંસ્થાઓ બે પ્રકારે આ અભ્યાસક્રમ ચલાવે છે: ‘ફેમિલી બિઝનેસ’ એક વિષય તરીકે અને ‘ફેમિલી બિઝનેસ’ એક અલગ-સ્વતંત્ર અભ્યાસક્રમ તરીકે.અત્રે ‘ફેમિલી બિઝનેસ’ને અલગ અભ્યાસક્રમ તરીકે શીખવતી EDI of Indiaની પ્રસ્તુત અભ્યાસક્રમની રૂપરેખા જોઇએ...

અભ્યાસક્રમ: PGDM-BE (FBM) Post Graduate Diploma in Management Business Entrepreneurship] (Family Business)

કોના માટે?: પોતાના કૌટુંબિક ધંધાને આગળ ધપાવવા ઇચ્છુકો માટે નવો ધંધો શરૂ કરવા ઇચ્છનારાઓ માટે.

પ્રવેશ પાત્રતા: કોઇપણ સ્નાતક + CAT/ MAT/ XATને આધારે અથવા સ્નાતક અને પ્રવેશ પરીક્ષા પાસ.

કુલ બેઠકો અને ફી: ૧૨૦. ૨ વર્ષની ફી રૂ.૮,૬૦,૦૦૦ (રહેવા-જમવા સહિત) રૂ.૬,૯૦,૦૦૦ (રહેવા-જમવા વિના).

સંસ્થાઓ: EDI, નિરમા, એસ.પી.જૈન ગ્રૂપ, સિમ્બિઓસિસ વગેરે.

તકો: ચાલુ અભ્યાસક્રમે ૧ વર્ષ બાદ ‘પ્લેસમેન્ટ સેલ’ દ્વારા ૮થી ૧૦ અઠવાડિયા માટે અપાતી તક અને સંપૂર્ણ અભ્યાસક્રમ (૨ વર્ષ)ના અંતે પોતાનો ધંધો-વ્યવસાય શરૂ કરવા માટે વિદ્યાર્થી અને બેન્ક/નાણાંકીય સંસ્થા વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા.

કોર્સની વિશેષતા: ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા પ્રમાણિત.

અરજી કરવાની તારીખ: ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૧

લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ: ૫ અને ૬ માર્ચ, ૨૦૧૧. કોર્સ શરૂ થવાની તા: ૨૭ જુન ૨૦૧૧.

ઓનલાઇન સંપર્ક: www.ediindia.org.

U.K.નું ચાર્ટર્ડ એકાઉન્ટિંગACCA: મહદંશે S.S.C.ની પરીક્ષા બાદ કોમર્સ પસંદ કરનારાઓ પૈકી ઘણાખરાનું અંતિમ લક્ષ્યાંક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (C.A) બનવાનું હોય છે, પરંતુ તેમાં શરૂઆતમાં મળેલી નિષ્ફળતાઓને કારણે અથવા કોર્સ અઘરો અને લાંબો લાગવાથી મોટા ભાગના વિદ્યાર્થીઓ તેને અધવચ્ચે છોડી દે છે. આવા સમયે વૈશ્વિક રીતે ફેલાયેલો યુ.કે.ના ટેક્સેશન પર આધારિત અભ્યાસક્રમ ACCA હાલમાં ઇન ડિમાન્ડ છે.

મોટા ધંધાકીય ગૃહો માટે હિસાબ-કિતાબ રાખવા માટે તેમજ કરવેરાનું આયોજન કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જરૂર રહે છે. આજે અહીં યુ.કે. બેÍડ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના અભ્યાસક્રમ ACCAની સમજૂતી મેળવીએ.

ACCA શું છે?

- Association of Chartered Certified Accountants

- ACCAની સ્થાપના ૧૯૦૪માં U.K માં થઇ હતી અને વૈશ્વિક રીતે ૧૮૦ દેશોની માન્યતા ધરાવતું, ૨૨ લાખથી વધુ નોંધાયેલા વિદ્યાર્થી ધરાવતું ભારતીય C.A. જેવું જ સંગઠન છે.

- તેને International Financial Reporting Standard (IFRS)ની માન્યતા મળેલી છે.

પ્રવેશપાત્રતા: ધોરણ-૧૨ કોમર્સ. સમયગાળો: ૨ વર્ષ + ૩ વર્ષ આર્ટીકલશિપની તાલીમ

અભ્યાસક્રમ ચલાવતી સંસ્થાઓ: એચ.એલ.કોલેજ, અમદાવાદ અને અસંખ્ય ખાનગી સંસ્થાઓ.

અભ્યાસક્રમનું માળખું:

‘ કુલ ૧૪ વિષયો-જેમાં એક સાથે વધુમાં વધુ ૪ વિષયની પરીક્ષા આપી શકાય. ઓછામાં ઓછા વિષય અંગે કોઇ નિયંત્રણ નથી.
‘ આ અભ્યાસક્રમમાં ઓછામાં ઓછો ૨ વર્ષનો સમયગાળો લાગે છે. પરંતુ વધુમાં વધુ ૧૦ વર્ષ સુધીમાં આ અભ્યાસક્રમ પૂર્ણ કરવો ફરજિયાત છે.

અભ્યાસક્રમની વિશેષતા:

- ધોરણ-૧૨ કોમર્સ પાસ વિદ્યાર્થીઓ માટે ૨ વર્ષનો જ અભ્યાસક્રમ અને ૩ વર્ષની આર્ટીકલશિપની તાલીમ ગમે ત્યારે કરી શકાય. નોકરીના અનુભવને પણ આર્ટીકલશિપમાં ગણાવી શકાય.

- બહુરાષ્ટ્રીય કંપનીઓમાં R ૨૦,૦૦૦થી R ૩૫,૦૦૦ માસિક પગારની નોકરીની તક. ACCA પાસ વિદ્યાર્થી વર્કિંગ વિઝા પર U.K. જઇને પ્રેક્ટિસ કરી શકે. ‘ ૩૫થી ૬૦ % જેટલો પાસ આઉટ રેટ.

- વિદેશોમાં PRની તક.

- અભ્યાસ તેમજ પરીક્ષાનું કેન્દ્ર, અમદાવાદ.‘

કરિયર ઓપ્શન, રાજેન્દ્રર ઉપાધ્યાય

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી