નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અથ શ્રી વાયરસ કથા!(ટેક્નો ટ્રાવેલ

એવું બની શકે કે તમારું કમ્પ્યુટર હેન્ગ થઈ રહ્યું હોય અથવા ડેટા ડીલીટ થઈ રહ્યો હોયઆવી સ્થિતિમાં ક્યારેય વિચાર્યું છે કે તેનો અંજામ શું હોઈ શકે છેઆ બધાં જ કારનામાંઓને અંજામ આપનારા કમ્પ્યુટર વાયરસ શું છે,ક્યાંથી આવે છેતેના પ્રકાર શું હોય છે અને તેનાથી કેવી રીતે બચી શકાયજરા જાણી લો.
કમ્પ્યુટર વાઈરસ વાસ્તવમાં શું છે?
કમ્પ્યુટર વાઈરસ એક એવો પ્રોગ્રામ છેજેને કમ્પ્યુટરનું ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવનારાઓ જ બનાવી શકે છે. વાયરસ કમ્પ્યુટરમાં એક્ટિવેટ થઈને હાર્ડ ડિસ્કને હાનિ પહોંચાડવાથી માંડીને ઓરિજિનલ પ્રોગ્રામને પણ મોડિફાય કરી શકે છે અથવા મહત્ત્વપૂર્ણ સૂચનાઓમાં ફેરફાર કે ચોરી પણ કરી શકે છે. કમ્પ્યુટર વાઈરસની સંખ્યા ઝડપથી વધી રહી છેજેને કારણે કમ્પ્યુટરનું ફંક્શન એટલે કે કાર્ય ખૂબ જ ધીમું થઈ જાય છે અથવા સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દે છે.
રાઈટરને કેવી રીતે જાણવો?
રીતે ઈન્ટરનેટ વાયરસ રાઈટર એટલે કે વાયરસને પ્રોગ્રામ કરનારનું સરનામું ઝડપથી જણાવે છે. ઘર કે ફોન નંબરના એડ્રેસની જેમ ઈન્ટરનેટ સાથે જોડાયેલા દરેક કમ્પ્યુટરનું પણ એક એડ્રેસ હોય છે. જેને આઈપી એડ્રેસ કહેવાય છે. તમે જેવો કોઈ મેલ મોકલો તેવું તરત જ ઈમેલ સાથે આઈપી એડ્રેસ જોડાઈ જાય છે. આ કન્ફર્મેશનને રિમૂવ એટલે કે દૂર કરવું ખૂબ જ મુશ્કેલીભર્યું હોય છે. કોઈ પણ વાઈરસ રાઈટરનું આઈપી એડ્રેસ એ જણાવી દે છે કે કઈ કંપનીની સેવા લઈને તમને વાયરસયુક્ત ઈમેલ મોકલવામાં આવ્યો છે. કંપની પાસેથી માહિતી મેળવીને વાઈરસ મોકલનાર વ્યક્તિ વિશે જાણી શકાય છે. જોકે કંપનીની સેવા લીધા વગર પણ કોઈ વ્યક્તિ પણ સીધો વાઈરસ ઈન્ફેક્ટેડ મેલ મોકલી શકે છે.
હેકર્સક્રેકર્સ-સ્ક્રિપ્ટ કિડીઝ શું છે?
હેકર્સઃ હેકર્સક્રેકર્સ અને સ્ક્રિપ્ટ કિડીઝ કમ્પ્યુટર વાયરસથી થોડાંક અલગ પ્રકારના હોય છે. હેકર્સ તમારા પીસીને પોતાના કન્ટ્રોલમાં કરી લે છે. તે ઇચ્છે તો કોઈ પણ વ્યક્તિ કે કંપની કે સરકારની સૂચના કે ડેટાને ચોરી કરી શકે છે કે બદલી શકે અને જોખમી એ છે કે તેને ડીલીટ પણ કરી શકે છે.
ક્રેકર્સઃ ક્રેકર્સ હેકર્સની તુલનામાં ઓછા ખતરનાક હોય છે. તે કોઈ પણ વ્યક્તિના મહત્ત્વપૂર્ણ ડેટા રિપ્લેસ કરીને કોઈ ચિત્ર અથવા નકામા મેસેજ ત્યાં પેસ્ટ કરી શકે છે.
સ્ક્રિપ્ટ કિડીઝઃ તેમાં કોઈ જૂના કમ્પ્યુટર વાયરસને મોડિફાય એટલે કે બદલીને સંબંધિત વ્યક્તિને મોકલવામાં આવે છે. આ કામ કોઈ નવશીખીયા વાયરસ રાઈટર દ્વારા જ મોટાભાગે કરવામાં આવે છે.
કમ્પ્યુટર વાયરસના પ્રકાર
વોર્મ્સઃ આ વાયરસ કમ્પ્યુટર નેટવર્ક દ્વારા ફેલાય છે. તેને ઈમેલ દ્વારા મોકલવામાં આવે છે.
ટ્રોજનઃ તેના દ્વારા વાયરસ રાઈટર તમારા કમ્પ્યુટર પર ઉપલબ્ધ ફાઈલને સરળતાથી વાંચી લે છે.
ફાઈલ વાયરસઃ આ વાયરસ તમારા કમ્પ્યુટર પર ઉપલબ્ધ મુખ્ય સિસ્ટમ ફાઈલને રિ-પ્લેસ કરી શકે છે.
બૂટ સેકટર વાયરસઃ આ વાયરસ તમારા કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ જેમ કે ફ્લોપીસીડી કે પેન ડ્રાઈવમાં છુપાઈને રહે છે અને જ્યારે આ સંક્રમિત સીડી કે પેન ડ્રાઈવ કમ્પ્યુટર સાથે જોડવામાં આવે ત્યારે આ વાયરસ તમારી સૂચનાઓ કે ડેટાને કોપી કરતો રહે છે.
માઇક્રો વાયરસઃ માઈક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ દ્વારા આ વાયરસ ફેલાય છે. તે ઈ-મેલ સાથે એટેચ કરેલી વર્ડ ફાઈલ દ્વારા કમ્પ્યુટરમાં પ્રવેશ કરે છે.
મોબાઈલ ફોન વાયરસઃ આ વાયરસ કોડ કરેલ એસએમએસ દ્વારા મોબાઈલમાં મોકલીને તેને નકામા બનાવે છે.
વાયરસથી કેવી રીતે બચશો?
વાયરસ સૌથી વધારે ઈન્ટરનેટના માધ્યમથી ફેલાતો હોવાને કારણે તમારો મેલ તપાસતી વખતે આપેલી સાવધાની વરતવી જોઈએ.
કોઈ પણ મેસેજ જે તમારી જરૂરિયાતનો ન હોય અથવા મોકલનાર ઓળખીતું ન હોય તો તે મેસેજને ક્યારેય ઓપન કરશો નહીં.
જ્યારે તમારી પાસે સંબંધિત મેસેજ અંગેની કોઈ જાણકારી ન હોય ત્યારે તે તમારા મિત્રોને પણ ન મોકલશો.
બીજાની ફ્લોપીસીડી કે પેન ડ્રાઈવને ક્યારેય તમારા કમ્પ્યુટરમાં લગાવશો નહીં.
હંમેશાં એન્ટિવાયરસનું લાઇસન્સ વર્ઝન કમ્પ્યુટરમાં નાખીને નિયમિત રીતે કમ્પ્યુટર સ્કેન કરતા રહો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી