નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તિરંગા યાત્રા: અનુરાગ ઠાકુર, જેટલી, સ્વરાજની ધરપકડ

>લાલચોકમાં તિરંગો ફરકાવા માટે આરપારની લડાઈ
>જમ્મુમાં તણાવની પરિસ્થિતિ, વહીવટી તંત્ર ચુસ્ત
>જમ્મુમાં ભાજપના 550 કાર્યકર્તાઓની લાઠીચાર્જ બાદ ધરપકડ
>ભાજપ દ્વારા જમ્મુ બંધનું એલાન
>જમ્મુના માધોપુરમાં ભાજપની જાહેર સભા કરશે

>જાહેરસભાને તંત્રની મંજૂરી નહીં
>સુષ્મા-જેટલી-ઠાકુરની ધરપકડ
>ભાજપના કાર્યકર્તાઓએ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા
>જમ્મુ-શ્રીનગર હાઈવે પર પરિવહન બંધ
>જમ્મુમાં જાહેરસભાને કારણે શાળાઓ બંધ


શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવવાના હેતુથી ભાજપના કાર્યકર્તાઓએ જમ્મુ તરફ કૂચ કરી છે. સૂત્રોના કહેવા પ્રમાણે, ભાજપના વરિષ્ઠ નેતાઓએ માધોપુર થી રાવી નદીના પુલ પર થઈને લખનપુરની તરફ આગળ વધી રહ્યાં હતા. ત્યારે સુરક્ષાબળો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
 

કાર્યકરો અને સુરક્ષાબળો વચ્ચે ઘર્ષણ
ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ અનુરાગ ઠાકુરના નેતૃત્વમાં સેંકડોની સંખ્યામાં કાર્યકરોએ રાવી નદીના પુલ પર થઈને લખનપુર પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા માધોપુરમાં ભાજપના કાર્યકરોએ સભા કરી હતી. જેને ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ અનુરાગ ઠાકુર, લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અરુણ જેટલીએ સંબોધિત કરી હતી. આ તમામ નેતાઓએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ મુક્યો હતોકે, આ પગલાથી રાજ્યમાં ભાગલાવાદીઓની હિંમત વધશે. જેટલીએ એ કહ્યું હતુંકે, હવે જમ્મુ અને કાશ્મીરમાં તિરંગો ફરકાવવો જાણે ગુનો બની ગયો છે.

માધોપુરથી રાવી નદી પરના પુલ પર થઈને ભાજપના કાર્યકરોએ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં કાર્યકરો અને સુરક્ષા માટે તહેનાત જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. સુરક્ષા બળોએ કાર્યકરોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. જ્યારે અનુરાગ ઠાકુર, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીની ધરપકડ કરી હતી.
 

કાર્યકરોની ધરપકડ

શ્રીનગરના લાલચોક પર તિરંગો ફરકાવાને લઈને મંગળવારે ભાજપ અને રાજ્ય સરકાર વચ્ચે ટકરાવ વધુ તેજ બન્યો છે. જમ્મુમાં પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓ પર પોલીસે આજે લાઠીચાર્જ કર્યો અને લગભગ 550 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે.


ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહના નેતૃત્વમાં ભાજપના ઘણાં નેતાઓ નવી દિલ્હીમાં ભૂખ હડતાલ પર બેઠા છે. ભાજપના યુવા એક ભારતીય યુવા જનતા મોરચા તરફથી કાઢવામાં આવેલી રાષ્ટ્રીય એકતા યાત્રા પંજાબના માધોપુર પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય એકતા યાત્રા તેના પછી લખનપુર થઈને જમ્મુ-કાશ્મીરની સરહદોમાં પ્રવેશ કરશે. યુવા સાંસદ અનુરાગ ઠાકુરના નેતૃત્વમાં ચાલી રહેલી એકતા યાત્રા 26 જાન્યુઆરીએ શ્રીનગરના લાલચોક ખાતે તિરંગો ફરકાવીને ધ્વજવંદન કરશે. જો કે રાજ્ય સરકારે હાલ યાત્રાને જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશતી રોકવા માટે કડક બંદોબસ્ત કર્યા છે. જમ્મુ-કાશ્મીર સાથેની પંજાબ અને હિમાચલ પ્રદેશ સાથેની સરહદોને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે.

શ્રીનગરથી ‘દૈનિક ભાસ્કર’ના સંવાદદાતા ઉપમિતા વાજપેયીએ ખબર આપ્યા છે કે પોલીસે દિલ્હીથી શ્રીનગર પહોંચેલા ભાજપના ત્રણ ધારાસભ્યોને શ્રીનગરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રોકી દીધા છે. એરપોર્ટ પર રોકવામાં આવેલા ધારાસભ્યોમાં નગરોટાના ધારાસભ્ય જુગલ કિશોર, સુચેત ગઢના ધારાસભ્ય શ્યામલાલ, આર. એસ. પુરાના ધારાસભ્ય ગારુ રામ અને ભતૂપૂર્વ પ્રદેશ અધ્યક્ષ પવન ખજૂરિયાનો સમાવેશ થાય છે. ભાજપના ધારાસભ્યો લગભગ 1 વાગ્યાની આસપાસ એર ઈન્ડિયાની ફ્લાઈટથી શ્રીગનર પહોંચ્યા છે.

આ ધારાસભ્યો સોમવારે જમ્મુથી લાલચોક જવા માટે નીકળ્યા હતા. તેમણે જમ્મુથી સીધા શ્રીનગર જવાને બદલે નવી દિલ્હીથી શ્રીનગર જવાની યોજના બનાવી હતી. હાલ તેમને પોલીસે શ્રીનગર એરપોર્ટની અંદર રોકી રાખ્યા છે. શ્રીનગરમાં પોલીસને પહેલા જ માહિતી મળી ગઈ હતી કે ભાજપના કેટલાંક ધારાસભ્યો શ્રીનગરના લાલચોક પર તિરંગો ફરકાવાના મિશન સાથે આવી રહ્યાં છે. પોલીસે આશંકા વ્યક્ત કરી હતી કે આ ધારાસભ્યો લાલચોક પાસે અહાદૂસ હોટલમાં આવવાના છે. જેના કારણે આ હોટલની આસપાસ પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ આઈજી શ્રીનગર એસ. એમ. સહાયના જણાવ્યા પ્રમાણે, તેઓ માત્ર ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટના આદેશાનુસાર કલમ-144નું પાલન કરી રહ્યાં છે. જો કોઈપણ તેને તોડવાની કોશિશ કરશે, તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

જમ્મુમાં ગુજરાત, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોથી આવેલા કાર્યકર્તા ભારતીય જનતા યુવા મોરચાના મહાસચિવ વાણી ત્રિપાઠીના નેતૃત્વમાં પ્રદર્શન કરી રહ્યાં છે. તેમને રોકવા માટે પોલીસ સંપૂર્ણ શક્તિ લગાવી રહી છે. ઘણી વાર હળવો લાઠીચાર્જ પણ કરાય રહ્યો છે. પોલીસે લગભગ 550 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરાયેલા કાર્યકર્તાઓને બસમાં બેસાડીને અહીંથી રવાના કરી દીધા છે, પરંતુ કેટલાંક અંતરે જઈને કાર્યકર્તાઓ બસમાંથી ઉતરીને ફરી પાછા સ્થળ પર પહોંચી રહ્યાં છે. આ ઘટનાક્રમ સતત ચાલી રહ્યો છે. વાણી ત્રિપાઠી ચાર વખત બસમાંથી ઉતરીને પાછા આવી ચુક્યા છે.

પોલીસે શ્રીનગર જઈ રહેલા ભાજપના 8 ધારાસભ્યોને પણ જમ્મુ એરપોર્ટ પર રોકી લીધા છે. 26 જાન્યુઆરીએ શ્રીનગરના લાલચોકમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવાનો કાર્યક્રમ છે. પોલીસ કાર્યવાહીના વિરોધમાં તેઓ ધરણાં પર બેઠા છે. તેમની માગણી છે કે પોલીસ તેમને લેખિતમાં આપે કે તેમને જમ્મુથી બહાર જવા દેશે નહીં.

ભાજપના નેતાઓ આજે માધોપુરમાં રાષ્ટ્રીય એકતા યાત્રા દરમિયાન 50 હજાર કાર્યકર્તાઓને સંબોધન કરવાના છે. ત્યાર બાદ તેઓ લખનપુર બોર્ડર થઈને જમ્મુ-કાશ્મીરમાં કૂચ કરવાની યોજના કરી રહ્યાં છે. નવી દિલ્હીમાં ભૂકખ હડતાલ પર બેઠેલા ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને રહેશે. તેમણે કહ્યું છે કે તેમણે રાજ્યમાં જ્યાં ઈચ્છા થશે, ત્યાં જઈને ઝંડો ફરકાવશે. રાજનાથે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પર અલગતાવાદી શક્તિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ મુક્યો છે.

આ પહેલા રાષ્ટ્રીય એકતા યાત્રામાં ભાગ લેવા માટે જમ્મુ પહોંચેલા ભાજપના ત્રણ વરિષ્ઠ નેતાઓ સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી અને અનંત કુમારને લઈને સોમવારે જમ્મુમાં ખૂબ હંગામો થયો હતો. તેમને લગભગ 6 કલાક સુધી એરપોર્ટમાં રોકી રાખવામાં આવ્યા હતા. તેના વિરોધમાં ત્રણેય નેતાઓએ એરપોર્ટમાં જ ધરણાં શરૂ કર્યા હતા. વહીવટી તંત્ર તેમને પાછા મોકલવાની કોશિશ કરતું રહ્યું, પરંતુ ભાજપના નેતાઓ માન્યા ન હતા. મોડી સાંજે તેમને એરપોર્ટની બહાર લાવવામાં આવ્યા અને એક ગાડીમાં બેસાડીને માધોપુર મોકલી દેવાયા હતા. ત્યાર બાદ ભવિષ્યની રણનીતિ પ્રમાણે, સુષ્મા, અનંત એઅને જેટલી ભાજયુમોના અધ્યક્ષ અનુરાગ ઠાકુરને મળ્યા હતા. અનુરાગ ઠાકુરે ફરી એક વાર ભારપૂર્વક કહ્યું છે કે તેઓ લાલચોક પર તિરંગો ફરકાવા માટે પ્રતિબદ્ધ છે.

તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે તિરંગા યાત્રા જારી ન રાખવાનો અનુરોધ કરીને વાતચીત કરી હતી. તેમણે કહ્યું છે કે એવા કોઈ એજન્ડા માટે કોઈ સ્પષ્ટતા આપી શકાય નહીં, જેનાથી કાયદો અને વ્યવસ્થા પ્રભાવિત થાય.

ભાજપના સહોયોગી દળ જનતાદળ-યૂનાઈટેડના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ ભાજપને સલાહ આપી છે કે તેઓ એકતા યાત્રાને રોકી દે.

તમારો અભિપ્રાય

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા ઈચ્છતા નથી કે કોઈપણ ભોગે ભાજપના નેતાઓ લાલચોકમાં તિરંગો ફરકાવે. તેમનો આ વિચાર રાજ્યના હિતમાં છે અથવા પછી રાજકારણ પ્રેરીત છે? તેમણે યાત્રાને રોકવા માટે ચુસ્ત બંદોબસ્ત કર્યા છે કે પછી ગણતંત્ર દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને તેમાં કોઈ ખલેલ ન ઉભી કરે? અબ્દુલ્લાના આક્રમક વલણથી શું ભાજપને ફાયદો પહોંચી શકે છે અથવા પછી તેઓ ખુદ તેના દ્વારા પોતાનું હિત સાધતા દેખાય રહ્યાં છે? યાદ રહે કે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાથી ચૂંટણીમાં ભાજપને ઘણો ફાયદો થયો હતો. તો શું આ તિરંગા યાત્રા પણ ભાજપ આવા જ કોઈ હેતુથી કરી રહ્યું છે? તમે આ સવાલો પર તમારો અભિપ્રાય આપીને વિશ્વના વાચકો સાથે સંવાદ સાધીને યથાર્થ ચર્ચાનો ભાગ બની શકો છો. નીચે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય લખીને દુનિયાભરના વાચકો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરો. બસ એટલી વિનંતી છે કે તમારી ભાષા સંયમિત અને મર્યાદિત રહે. અસંસદીય અને અશ્લિલ ભાષાવાળી ટિપ્પણીઓ ડિલીટ કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી