નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

જો..જો..દુનિયા તમને બદલી ન નાખે

તમારી જાતને છેતરવી ન હોય તો તમે બીજાએ ઘડી કાઢેલા માર્ગે જવાને બદલે તમારી જાતને જ વફાદાર રહીને તમારી રીતે જ દુ:ખી થવાનું સુખ માણો. ટૂંકમાં તમે માત્ર તમારે રસ્તે ચાલો. બીજાના ચીંધેલા માર્ગે નહીં.

તમે સર્વસંપૂર્ણ રીતે પ્રામાણિક રહો, શુદ્ધ રહો પણ આ દુનિયા વચ્ચે રહો તો તમારે ચારેકોર એબ્સર્ડિટીનો સામનો કરવો જ પડશે. તમે ગમે તેટલા ગીતાપ્રેમી તરીકે સ્થિતપ્રજ્ઞ થાઓ પણ તમને દુ:ખી કરનારું તત્વ તો ક્યાંકથી ધડામ્ દઈને આવી પડે છે.


મૈંને વિદગ્ધ કો જાન લિયા
અંતિમ રહસ્ય પહચાન લિયા
મૈંને આહુતિ બનકર દેખા
યહ પ્રેમ-યજ્ઞ કી જ્વાલા હૈ- અજ્ઞેય

અંતિમ રહસ્ય વિશે વિખ્યાત કવિ, ચિંતક, આધ્યાત્મના શહેનશાહ અને પ્રેમી એવા કવિ અજ્ઞેયને કોઈએ જીવનનો અર્થ શું છે તેમ પૂછ્યું તો કહ્યું જીવનનું અંતિમ રહસ્ય કહો કે જીવનનો અર્થ કહો પણ બીજો કોઈ અર્થ નથી. જીવન તો અર્થહીન છે, તેને અર્થપૂર્ણ બનાવવું આપણા હાથમાં છે. અંતિમ રહસ્ય કે અર્થ એ જ છે કે માણસે આ જીવનને ‘પ્રેમ યજ્ઞ’ સમજીને તેમાં આહુતિ બની જવાનું છે. ૭મી માર્ચ ૨૦૧૧ના રોજ કવિ સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સાયન ઉર્ફે અજ્ઞેયજીની જન્મશતાબ્દી આવે છે ત્યારે તેના જીવન-કવન વિશે વધુ વાત કરીશું.

આજે તો જ્યારે દુનિયાભરમાં અને ભારતમાં ઠેર ઠેર ભ્રષ્ટાચાર, સેક્સાચાર, છેતરપિંડી, હિંસા અને ધનલોભ સવાર થયો છે, ત્યારે એનો મારી-તમારી પાસે ઈલાજ નથી. આપણા હાથમાં માત્ર એક જ ઈલાજ છે. જગત જખ મારે. આપણે આપણા જીવનનો અર્થ શોધીને આપણે આપણું મૌલિક જીવન જીવવાની ચીવટ રાખવાની છે.

જ્યારે હિટલરે ૧૯૩૩માં યહૂદીઓ પર બાર-બાર વર્ષ સુધી અત્યાચાર કરેલો ત્યારે વિકટર ઈ. ફ્રેન્કલ નામના ફિલસૂફે ‘મેન્સ સર્ચ ફોર મીનિંગ (Man’s search for meaning-VIKTOR E. FRANKL) નામનું સુંદર પુસ્તક લખેલું. તેની ૯૦ લાખ નકલો વેચાઈ ગઈ છે. આ પુસ્તકના લેખકે જગતને હૈયાધારણ આપી છે કે હિટલરની ક્રૂરતા કે જગતનાં ખરાબ તત્વોની હીનતાથી નિરાશ થવાનું નથી. માણસે જીવનનો અર્થ શોધવાનો છે. અસ્તિત્વવાદી ફિલોસોફરો જેવા કે આબ્લેયર કામુ કે નિત્શે કહેતા હોય કે જીવન એબ્સર્ડ છે તો એ એબ્સર્ડમાંથી પણ કંઈક સાર કાઢવાનો છે. ૫૦ વર્ષ પહેલાં અજ્ઞેયજીએ આવી વાત કવિતા દ્વારા કહેલી.

અભી ન હારો અચ્છી આત્મા!
મૈ હૂં તુમ હો ઔર અભી મેરી આસ્થા હૈ


આ આસ્થા કે સારાં તત્વોની ઉપર શ્રદ્ધા રાખીને હવે પશ્ચિમના ફિલોસોફરો એબ્સર્ડિટીની વાત કરે છે તેને પણ સમજીએ. એબ્સર્ડનો ગુજરાતી પર્યાય છે-અર્થહીન, અનુચિત, બેઢંગુ, વિવેક શૂન્ય, બેહૂદું અને વિસંગત. આ વિષયને એટલે છેડું છું કે માયકલ ફોલે નામના અસ્તિત્વવાદી ફિલસૂફે તાજેતરમાં ‘ધ એઈજ ઓફ એબ્સર્ડિટી’ નામનું પુસ્તક લખ્યું છે તેનું પેટા મથાળું છે-વ્હાય મોડર્ન લાઈફ મેઈકસ ઈટ હાર્ડ ટુ બી હેપ્પી. આ પેટા મથાળું જ બહુ આકર્ષક છે.

તમે લાખ મથો, તમે સર્વસંપૂર્ણ રીતે પ્રામાણિક રહો, શુદ્ધ રહો પણ આ દુનિયા વચ્ચે રહો તો તમારે ચારેકોર એબ્સર્ડિટીનો સામનો કરવો જ પડશે. તમે ગમે તેટલા ગીતાપ્રેમી તરીકે સ્થિતપ્રજ્ઞ થાઓ પણ તમને દુ:ખી કરનારું તત્વ તો ક્યાંકથી ધડામ્ દઈને આવી પડે છે, એટલે માયકલ ફોલે કહે છે તેમ આધુનિક દુનિયામાં સુખી થવું બહુ જ આકરું છે. કઠિન છે.

તમે બુદ્ધની ફિલસૂફી કે કાર્લ માકર્સ કે ફ્રોઈડ કે નિત્શેને વાંચો અને ગમે તેટલા નિર્લેપ થતા જાઓ છતાંય તમારા મનના ઊંડાણમાં પડેલી અબળખાઓ અને અપૂર્ણ વાંછનાઓ કે ખોટી પડેલી ઊંચી ધારણાઓ તમને નિરાંતે જંપવા નહી દે. પણ શું કામ તમારે આ અપૂર્ણ વાંછનાની નિરાશાથી દુ:ખી થવું પડે? અરે, એ બધી હાલતનો સામનો કરો. વળી, એક વાત જો નોંધી લો કે ‘આખરે તો બધું જ એબ્સર્ડ છે.’ તો પછી તમને કાંઈ ફીકર નથી.

આપણને ખરેખર દુ:ખી કોણ કરે છે? આજના મોડર્ન ગુરુઓ, આજના ચેતના જગાવવાને નામે અમુક ઈન્સ્ટેન્ટિયા ઉપચાર બતાવનારાં પુસ્તકો, ખોટી આશાઓ, આ એષણાઓને દારૂ પાનારા ભગવા કપડાં અને દાઢીવાળા મહાત્માઓ કે દાઢી વગરના વિદ્વાનો-વિચારોનો કચરો રિસાઇકલ કરી કરીને પીરસનારાઓ તમને સુખી કરવાને બદલે દુ:ખી કરે છે. તેમ જ તમે મૂડીવાદી જગતમાં ડોકિયું કરો ત્યાં કન્ઝયુમરિઝમ ઉર્ફે ઉપભોગવાદના દલાલો ઠેર ઠેર છે.

ફલાણી ચીજ, ફલાણું પુસ્તક, ફલાણી જીવનશૈલી અને ફલાણું સ્વર્ગ જેવું સુખ આપતું કોઈ જંગલના નિવાસનું ઝૂંપડું આ બધી એષણાઓ ફાટીને ધુમાડે જાય છે અને આખરે લાગે છે કે આ બાહ્ય ચીજોમાં કાંઈ જ નથી. સુખ દાટેલું પડેલું નથી. જંગલના ઝૂંપડાનું સુખ કાલ્પનિક છે. મુંબઈ-અમદાવાદની ગલીમાં પ્રેમાળ પત્નીવાળી ઓરડી વધુ આધ્યાત્મિક છે.

માયકલ ફોલેએ તેના પુસ્તક ‘એઈજ ઓફ એબ્સર્ડિટી’માં સરસ વાક્ય લખ્યું છે ‘ધ ગ્લેમર ઓફ પોટેન્શિયલ!’ એટલે શું? જરૂર તમારામાં એક છુપી શક્તિ પડેલી છે. પણ એ સૂતેલી શક્તિને ઊંચે શિખર સુધી પહોંચાડવાનું કામ સહેલું નથી. આખી જિંદગી પણ ચાલી જાય. પરંતુ આ કહેવાતી પોટેન્શિયલ અથૉત્ ભાવિ સંભાવનાઓ સંભાવ્ય ગુપ્ત શક્તિનો ચળકાટ તમને શબ્દોથી લેખકો કે વિદ્વાનો બતાવે છે.

પણ એ સંભાવ્યને મેળવવાના જેટલા શોર્ટકટ તમે અપનાવો તેટલા તમે લાંબા થઈ જાઓ છો. આજે આ સંભાવ્યનું ગ્લેમર આપણી શું હાલત કરે છે? જાણો છો? ડૉ. માયકલ ફોલે કહે છે કે તમે એક ‘સુખ’ આપનારી ચીજ જેવી મેળવી લીધી એટલે બીજી મેળવવાનું-આકર્ષણ જામતાં એ મેળવેલી ચીજનું ડિવેલ્યુએશન-અવમૂલ્યન થઈ જાય છે. અને પછી નેકસ્ટ! હા, હવે કોઈ નવી ચીજની અબળખામાં તમે અટવાઈ પડો છો.

એટલે બની શકે તેટલું માનવે ડિટેચમેન્ટ-અલ્પિતતાને કેળવવાની જરૂર છે. વળી, તમે થોડા બુદ્ધિમંત હો અને તમને લાગે કે આ દુનિયાને હું બદલી નાખું. આ સમાજમાં ક્રાંતિ લાવી દઉં તો પછી ચારેકોર સુખનાં સરોવર છલકાશે-પણ એવું કશું જ થતું નથી. એટલે અસ્તિત્વવાદી ફિલોસોફરો જ્યાં પોલ સાર્ત્ર અને આલ્બેયર કામુ બહુ સરસ ટોણો મારીને સલાહ આપે છે- ‘ઈફ યુ કેન નોટ ચેન્જ ધ વર્લ્ડ, ડોન્ટ લેટ ઈટ ચેન્જ યુ.’ ભાઈસાહેબ! તમે જો દુનિયાને બદલી ન શકો તો કાંઈ નહીં પણ દુનિયા તમને બદલી ન નાખે તેનો ખ્યાલ રાખજો! અને તમે જોયું હશે કે આવું જ બને છે. તમે જોયું હશે કે કથા કહેનારા પોતે જ રાગી-ભોગી થઈ જાય છે. બ્રહ્નચર્યનો ઉપદેશ આપનારા કામી બની જાય છે.

નેપોલિયન જેવો યોદ્ધો પણ ફિલસૂફ હતો. બરાબર ૧૮૮ વર્ષ પહેલાં રશિયામાં પરાજય પામેલા નેપોલિયને કહેલું કે “There is but one step from sublime to the ridiculous’ કેવું સનાતન સત્ય જે આજે ૨૧મી સદીમાંય સાચું છે તે નેપોલિયને ઉચ્ચારેલું! તમે જિંદગીને ઊંચે અને હજી વધુ ઊંચે અરે! હજી જરા ઊંચે, ઉમદા બનાવવા જાઓ અને પછી એક ડગલું ભરીને ઠેબું ખાઈને નીચે ખાઈમાં પડો ત્યારે હાસ્યાસ્પદ બની જાઓ છો.

નેવું વર્ષ પહેલાં ઈટાલિયન નાટ્યકાર લૂઈગી પિરાન્ડેલોએ એક નાટકનું નામ રાખેલું-છ જીવતાં પાત્રો જે કોઈક નાટકના લેખકની શોધમાં છે! આ નાટ્યકારે લખેલું કે આ જીવન ઈનફિનિટ એબ્સર્ડિટીઝથી ભરેલું પડ્યું છે. અનંત-અમાપ અર્થહીનતાથી ભરેલું પડ્યું છે. આપણે શબ્દોના સાથિયા પૂરવાને બદલે આ નાટકકારનું જીવન જોઈને જીવનની એબ્સર્ડિટીનો અર્થ સમજીશું.

૧૯૩૪માં તેનાં નાટકો-સાહિત્ય માટે નોબેલ પ્રાઈઝ મેળવનાર લૂઈગી પિરાન્ડેલો એક ગંધકના વેપારીને ઘરે જન્મ્યા. પિતા તેને વેપારી બનાવવા માગતા હતા. પણ પિરાન્ડેલોને તો સાહિત્યકાર-નાટકકાર બનવું હતું. પિતાએ પસંદ કરેલી કોલેજ છોડીને તે જર્મનીમાં મનગમતું ભણતર કરવા ગયા ત્યાં તેઓ ફિલોલોજી-ભાષા વિજ્ઞાનમાં પીએચડી થયા. પિતાને થયું કે દીકરો ભાષાશાસ્ત્રમાં પડ્યો રહેશે. ભૂખે મરશે. એટલે પિરાન્ડેલો માટે ધનિકની પુત્રીને પત્ની તરીકે શોધી. પિરાન્ડેલોને નાટક રચનાનું ભૂત એટલું વળગ્યું કે તેણે આ લગ્ન સ્વીકાર્યું.

તેણે ધાર્યું કે પત્ની પિયરથી પૈસા લાવશે એટલે કમાવાની ચિંતા નથી, બસ એ...ને લહેરથી નાટકો લખીશ... અને હવે કુદરતની કળા જુઓ. ૧૯૦૩માં તેના પિતા અને પત્નીની સંપત્તિ એક ખાણની કંપનીમાં રોકેલી તે ખાણ ધ્વસ્ત થતાં પૈસા ડૂબી ગયા! હવે પિરાન્ડેલોએ પોતાનાં તરંગ પ્રમાણે નહીં પણ લોકોને ગમે તેવાં નાટક લખીને પૈસા કમાવાનું તિકડમ અપનાવવું પડ્યું. અચાનક જીવનમાં એબ્સર્ડિટી આવી પડી. પત્ની ‘ગરીબી’ સહન ન થવાથી પાગલ થતાં પાગલખાનામાં દાખલ કરવી પડી.

પિરાન્ડેલોનાં નાટક જગતમાં ખૂબ વખણાયાં પણ જીવનની ક્રૂર વાસ્તવિકતા જોઈને ૧૯૨૦માં પોતાની નાટકની કળાનાં વખાણ અને જીવન વિશે લખ્યું કે મારું જીવન તો એક હાસ્યાસ્પદતાનો જીવતો નમૂનો છે. એટલા માટે આવું કહું છું કે જીવનમાં સુખ અને સફળતા માટેના અને નિરાંતવા થઈ જવાના મિથ્યા પ્રયાસમાં આપણી જાતને સતત છેતરીએ છીએ!

અંતમાં તમારી જાતને છેતરવી ન હોય તો તમે બીજાએ ઘડી કાઢેલા માર્ગે જવાને બદલે તમારી જાતને જ વફાદાર રહીને તમારી રીતે જ દુ:ખી થવાનું સુખ માણો. આ વાત વારંવાર જુદા જુદા દાખલા આપીને કહેવી જ પડે છે. ટૂંકમાં તમે માત્ર તમારે રસ્તે ચાલો. બીજાના ચીંધેલા માર્ગે નહીં.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી