નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

શનિની વક્રીચાલથી તમારી રાશિ ઉપર શું અસર થશે?


આવતીકાલથી શનિ કન્યા રાશિમાં વક્રી થાય છે અર્થાત પોતાની દિશા બદલી વક્રી ચાલ એટલે પાછળની તરફ ચાલશે. શનિ પાપગ્રહ છે એટલે શનિનું વક્રી થવું શુભ માનવામાં આવતું નથી. અન્ય કોઈ ગ્રહોની સ્થિતિને લીધે કેટલીક રાશિઓ ઉપર તેનો શુભ પ્રભાવ પડશે. અત્યારે શનિ કન્યા રાશિમાં છે અને આ રાશિમાં તે 13 જૂન સુધી વક્રી રહેશે. જાણો વક્રી શનિની તમારી રાશિ ઉપર કેવી અસર પડશે.

મેષઃ-શનિનું વક્રી થવું તમારી રાશિ માટે સારું રહેશે. જૂન સુધી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થશે. કોર્ટ અને કાયદાને લગતા કેસમાં સફળતા મળશે.

વૃષભઃ-શનિદેવ વક્રી થઈને માનસિક તણાવ આપશે. તમારી રાશિ માટે શનિનું વક્રી થવું શુભ નથી. વક્રી શનિને લીધે તમારા નિર્ણયોમાં મોટા ફેરફાર કરવા પડેશે.

મિથુનઃ-મિથુન રાશિ વાળાઓ માટે શનિનું વક્રી થવું ખૂબ જ નકારાત્મક ફળ આપનાર છે. માતાનું સ્વાસ્થ્ય બગડે. જમીન, વાહન, મકાન કે સંપત્તિ વગેરેમાં નુકસાન થવાના યોગ છે તેથી સાવધાન રહો.

કર્કઃ-શનિદેવના વક્ર થવાથી તમારા કાર્યોમાં સહયોગ પ્રાપ્ત થાય. પ્રમોશનના યોગ પ્રાપ્ત થાય. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થાય.

સિંહઃ-શનિ સિંહ રાશિવાળાઓ માટે રોકાયેલા કામો પૂરા થવામાં મદદ આપે. સિંહ રાશિવાળાઓની આર્થિક સ્થિતિ સારી રહેશે અને નવા મિત્રો બનશે.

કન્યાઃ- કન્યા રાશિવાળાઓના સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ વધી શકે. કામોમાં રુકાવટો પેદા થાય. પરેશાનીઓ વધશે.

તુલાઃ-વક્રી શનિ, તુલા રાશિવાળાઓ માટે સારો રહેશે નહીં. ધન હાનિ અને નકામા ખર્ચ વધારનાર છે. નવી વસ્તુ ન ખરીદવી.

વૃશ્ચિકઃ-વૃશ્ચિક રાશિવાળાઓને શનિ દેવ વક્રી થઈને આર્થિક લાભ અપાવશે. જૂન સુધી કાર્યક્ષેત્રમાં પ્રમોશનના યોગ છે. બિઝનેસમાં લાભ થશે.

ધનઃ-પિતાને લઈને ચિંતા રહેશે. કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે. તમારા ઉપરી અધિકારીઓ સાથે અસંતોષ રહેશે, સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ રહેશે. પેટના નીચેના ભાગોના રોગો થઈ શકે છે.

મકરઃ-તમારી રાશિમાં સ્વામી શનિનું વક્રી થવું તમને શુભ ફળ આપનાર રહેશે. ધાર્મિક યાત્રાના યોગ છે. માંગલિક કાર્યોના આયોજનથી લાભ પ્રાપ્ત થશે.

કુંભઃ-કુંભ રાશિવાળાઓ માટે વક્રી શનિ, પ્રતિકૂળ અસર આપનાર રહેશે. ધન હાનીના યોગ રહેશે. વાહનથી સાવધાન રહેવું. દુર્ઘટનાના યોગ સર્જાઈ શકે છે. કોઈ નવું કાર્ય ન કરો.

મીનઃ-વક્રી શનિ મીન રાશિવાળાઓ માટે વ્યવસાયમાં અડચણ પેદા કરનાર છે. જીવનસાથીથી અણબનાવ રહેશે. સ્વાસ્થ્યને લગતી ચિંતાઓ અને પરેશાનીઓ રહેશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી