નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફિલ્મ રિવ્યૂ- દિલ તો બચ્ચા હૈ જી

વાર્તા: ગંભિર અને રિઆલિસ્ટિક ફિલ્મો બનાવનાર મધુર ભંડારકરે 'દિલ તો બચ્ચા હૈ જી' દ્વારા પોતાના કરિઅરની પહેલી કોમેડી ફિલ્મ બનાવી છે ફિલ્મ ઉંમરના અલગ અલગ સ્ટેજ પર ઉભેલા ત્રણ યુવકોની વાર્તા છે જેઓ એક સાચા પ્રેમની તલાશમાં છે. ત્રણેયના જીવનમાં છોકરીઓ આવે છે અને તેમને પ્રેમ થઈ જાય છે પણ શું ત્રણેય તેમનાં પ્રેમની અંત સુધી નિભાવી શકશે ફિલ્મની વાર્તા આ મુદ્દાની આસપાસ જ ફરે છે.

ફિલ્મમાં અજય દેવગણ એક બેંક મેનેજર નરેનની ભૂમિકામાં છે જેને તેની ઓફિસમાં આવેલી નવી ઈન્ટર્ન પિન્ટો (શઝાન પદ્મસી) સાથે પ્રેમ થઈ જાય છે. 'થ્રી ઈડિયટ્સ'માં ચતુરનુ પાત્ર ભજવનાર ઓમી વૈદ્ય પણ એક રસપ્રદ રોલમાં નજર આવશે. આ સિવાય ઈમરાન હાશમી પણ તેનાં પસંદિદા પ્લેબોયની ઈમેજમાં શ્રુતિ હસન સાથે જોડી જમાવતો નજર આવશે.

સ્ટોરી ટ્રીટમેન્ટ: વાર્તામાં કંઈજ નવિન નથી. પણ તેમ છત્તા તે આપને બાંધી રાખશે. ફિલ્મ એક રોમેન્ટિંક કોમેડી જરૂર છે. પણ તેમા મધુરની છાપ સ્પષ્ટ પણે નજર આવી જાય છે. તેમણે કોમેડીને પણ એક રિઆલિસ્ટિક ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે.

નિર્દેશન: મધુરની આ ફિલ્મ સંપૂર્ણ રીતે સામાન્ય દર્શકો માટે છે. ફેશન, ચાંદની બાર જેવી હટકે ફિલ્મો બનાવી ચુકેલા મધુર પાસેથી દર્શકોને વધુ જ આશાઓ હતી પણ ફિલ્મ તેમની આશાઓ જેટલી સફળતા મેળવી શકી નથી.

સ્ટાર કાસ્ટ: ફિલ્મમાં બધા જ કલાકારોએ તેમનાં પાત્રને યોગ્ય ન્યાય આપવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. અજય દેવગણે 38 વર્ષિય યુવકના આ કિરદારને સુંદર રીતે અદા કર્યો છે જે છુટાછેડા બાદ એકલો રહે છે અને તેની ઓફિસમાં નવી સવી આવેલી 18 વર્ષિય છોકરીને પ્રેમ કરવા લાગે છે. ઈમરાન હાશ્મી તેનાં પ્લેબોય રોલમાં છે તો ઓમી વૈદ્યએ પણ તેનાં પાત્ર સાથે ન્યાય કર્યો છે. શ્રુતિ હસનનો ફિલ્મમાં ખુબ જ નાનો રોલ છે અને ફિલ્મમાં તેને લાયક કંઈ ખાસ નથી. તો આ તરફ શ્રદ્ધા દાસે ગુનગુન સરકારનાં પાત્રમાં જીવ રેડી દીધો છે.

મ્યૂઝિક/સિનેમેટ્રોગ્રાફી/ડાઈલોગ્સ: ફિલ્મમાં પ્રિતમનું સંગીત સુંદર છે અને ફિલ્મના કેટલાંક ગીતો ઘણાં જ સુંદર છે. સિનેમેટ્રોગ્રાફી, એડિટીંગ પર જો થોડુ વધુ ધ્યાન આપવામાં આવતું તો ફિલ્મ ઘણી જ દિલચસ્પ થઈ શકત. ડાઈલોગ્સ એટલાં પ્રભાવસાળી નથી.

કેમ જોઈ શકાય: જો આપ રોમેન્ટિક કોમેડી ફિલ્મોનાં શોખિન હોવ તેમજ આપ મધુરના નિર્દેશન સ્ટાઈલના કાયલ હોવ તો પછી આપે જરૂરથી આ ફિલ્મ જોવી જોઈએ.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!