નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે જો એફડી તોડી તો બેવડો ફટકો પડશે


જો તમે મેચ્યુરિટીની પહેલાં એફડી તોડવા માંગો છો તો ફરી એકવખત વિચારી લેજો. હવે તમે જો મેચ્યુરિટીની પહેલાં એફડી તોડી તો તમને દંડ અને ઓછા વ્યાજનો એમ બેવડા દંડનો સામનો કરવો પડશે. આ કદમ બેન્કોએ એ રોકાણકારો માટે ઉઠાવ્યો છે રોજ નવી-નવી સ્કીમોના લીધે પોતાની જૂની એફડી તોડાવી દે છે. જો કે રિઝર્વ બેન્કે રોકાણકારો પર દંડ વસૂલવો કે નહિં તે નિર્ણય બેન્કોની ઉપર છોડી દીધો છે.

વાત એમ છે કે રોકાણકારો નવી સ્કીમોની મોટી લાલચના ચક્કરમાં પોતાની જૂની એફડી તોડાવી દે છે. અત્યાર સુધી બેન્ક પરિપક્વતા પહેલાં એફડી તોડાવા પર નક્કી કરેલ વ્યાજથી ઓછું વ્યાજ આપીને રકમ પરત કરી દેતું હતું, પરંતુ હવે જો આમ કર્યું તો ઓછા વ્યાજની સાથે જુર્માનાનો દંડ પણ ચૂકવવો પડી શકે છે.

ઘણી સરકારી બેન્કોએ પહેલેથી જ જુર્માનાની વ્યવસ્થા કરેલી છે પરંતુ હજુ પણ કેટલીય ખાનગી અને સરકારી બેન્કો નવા ગ્રાહકોની લાલચમાં આમ કરતાં નથી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી