નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પ્રીતિના સંબંધો નેસથી લઈને યુવરાજ સુધી....


પ્રીતિ ઝીન્ટાનું નામ શેખર કપૂર, બ્રેટ લી અને યુવરાજ સિંહ સાથે જોડવામાં આવ્યું હતું

બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનું જીવન સાહસ અને જીંદાદિલીથી ભરપીર છે. પ્રીતિ પહેલીવાર લિરિલની જાહેરાતમાં જોવા મળી હતી. ત્યારથી જ તેના અનેક દિવાના હતા. પ્રીતિ પોતાની વાત કહેવામાં ક્યારેય શરમાતી નથી.

પ્રીતિના સંબંધો ઉદ્યોગપતિ નેસ વાડિયા સાથે હતા. નેસ અને પ્રીતિ લગ્ન કરવાના હતી પરંતુ તેઓની વચ્ચે મનભેદ થતાં તેઓનો સંબંધ તૂટી ગયો હતો.

જો કે પ્રીતિના જીવનમાં નેસ સિવાય પણ કેટલાંક પુરૂષો આવ્યા હતા પરંતુ આ વાતનો સ્વીકાર પ્રીતિએ ક્યારેય કર્યો નથી.

નેસ વાડિયાની માતાને પ્રીતિ ક્યારેય ગમી નહોતી. નેસ અને પ્રીતિના સંબંધો તૂટવામાં આ કારણ પણ જવાબદાર છે. જો કે આઈપીએલમાં નેસ અને પ્રીતિ સાથે જ છે અને તેઓની વચ્ચે પ્રોફેશનલ સંબંધો છે.

પ્રીતિનું નામ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ જોડાયુ હતું. આઈપીએલમાં જ્યારે પણ પ્રીતિની ટીમ જીતતી હતી ત્યારે તે યુવરાજને ગળે મળતી હતી. આટલું જ નહીં યુવરાજે પ્રીતિના ઘરની નજીક જ એક ફ્લેટ ખરીદી લીધો હતો અને તેને કારણે પ્રીતિ-યુવરાજના સંબંધોને લઈને અનેક અટકળો થવા લાગી હતી.

યુવરાજ બાદ પ્રીતિનું નામ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર બ્રેટ લી સાથે જોડાયુ હતું પરંતુ થોડાક જ સમયમાં પ્રીતિએ સ્પષ્ટતા કરી હતી કે, તેઓની વચ્ચે માત્રને માત્ર પ્રોફેશનલ સંબંધો છે.

પ્રીતિનું નામ કોઈને કોઈ પુરૂષ સાથે જોડાઈ જતુ હતું. હદ તો ત્યારે થઈ કે જ્યારે સુચિત્રા કૃષ્ણામૂર્તિએ પોતાના લગ્નજીવનમાં આગ લગાડવાનો આરોપ પ્રીતિ પર મૂક્યો હતો. સુચિત્રાએ આરોપ મૂક્યો હતો કે, તેના પતિ શેખર કપૂર અને પ્રીતિ વચ્ચે સંબંધો છે અને તેને કારણે તેનું લગ્ન જીવન ખોરંભે ચડ્યુ છે. આ વાતને લઈ ખાસ્સો વિવાદ થયો હતો પરંતુ પ્રીતિએ આ અંગે કંઈ જ કહ્યું નહોતું. અંતે સત્ય સામે આવ્યું હતુ અને શેખર અને પ્રીતિ વચ્ચે કોઈ જાતના સંબંધો નહોતા.

પ્રીતિનું નામ વારંવાર અનેક પુરૂષો સાથે જોડાતા પ્રીતિએ અંતે કહેવું પડ્યું હતું કે, તેને હવે કોઈ પુરૂષ સાથે ઉભા રહેતા પણ ડર લાગે છે. તે જે પણ પુરૂષ સાથે ઉભી રહે છે, તેની સાથે તેનું નામ જોડી દેવામાં આવે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!