નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ છે વિશ્વની સૌથી શક્તિશાળી કાર!

 
અમેરિકાના ડેટ્રોયેટ કાર શોમાં કારોનો મેળો જામ્યો છે, અને ત્યાં એકથી એક જબરદસ્ત અને શક્તિશાળી કારોનું પ્રદર્શન થઈ રહ્યું છે. વિશ્વની તમામ મોટી-મોટી કંપનીઓ પોત-પોતાની કારોને લઈને ઉપસ્થિત થઈ છે.

- તેમાં કુલ 767 હોર્સપાવરની તાકાત ક્ષમતા
- એક ઝટકાની સાથે 160 હોર્સ પાવરની શક્તિ ઉત્પન્ન કરે છે
- સ્પોર્ટ્સ કારનું એન્જીન સ્ટાર્ટ થયા પછી ઉર્જાનું સંચય કરે છે
- આ કારની બૉડી ફાઇબર રિઈન્ફોર્સ પ્લાસ્ટિકથી બનાવવામાં આવી છે

આમાંથી એક કાર છે પોર્શની સુપરકાર 918 આરએસઆર હાઈબ્રિડ. આ કારની તાકાતનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે તેમાં કુલ 767 હોર્સપાવરની ક્ષમતા છે. એટલે કે કેટલાય પ્રકારના વિમાનોના એન્જીન પણ તેની સામે ફિક્કા પડી ગયા છે.

આ સ્પોર્ટ્સ કારનું એન્જીન સ્ટાર્ટ થયા પછી ઉર્જાનું સંચય કરે છે અને એક ઝટકાની સાથે 160 હોર્સ પાવરની શક્તિ ઉત્પન્ન કરે છે, જેનાંથી ડ્રાઈવર ઇચ્છે તેટલી સ્પીડ લઈ શકે છે.

આ કારની બૉડી ફાઇબર રિઈન્ફોર્સ પ્લાસ્ટિકથી બનાવવામાં આવી છે. આ ઇલેક્ટ્રીક હાઇબ્રિડ કાર અત્યારે મર્યાદિત સંખ્યામાં ઉત્પાદિત કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી