નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સવારે ઊઠતાની સાથે સૌથી પહેલા શું જોવું જોઈએ?

દરરોજ સવાર-સવારમાં આપણે એ પ્રશ્ન થાય કે આપણો દિવસ કેવો રહેશે? દિવસને સારો બનાવવા માટે બધા જ કંઈને કંઈ ધર્મ-કર્મ ચોક્કસ કરે છે. બધા જ એવું ઇચ્છે છે કે તેમનો નવો દિવસ શુભ હોય અને દુઃખ દૂર કરનાર તથા સફળતા આપનાર હોય. શાસ્ત્રો પ્રમાણે એક શ્રેષ્ઠ ઉપાય બતાવવામાં આવ્યા છે જેનાથી આપણો આખો દિવસ સારો જાય છે અને બધા દુઃખ કલેશ દૂર થાય છે.

સવારે ઊઠતાની સાથે જ શું કરવું જોઈએ? કે આપણો આખો દિવસ સારો રહે અને ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહે. ઘણા લોકો ભગવાનના દર્શન કરે છે તો કેટલાક પોતાના ઘરના સભ્યોનો ચહેરો જુવે છે. પરંતુ પથારી છોડતા પહેલા આપણે આપણા હાથની હથેલીના દર્શાન કરવા જોઈએ.

કેટલાક લોકો વિચારે છે કે હાથોના દર્શનથી શું લાભ? તો આ પ્રશ્નનો જવાબ એ છે કે, ધર્મગ્રંથો અને ઋષિમુનિઓના કહેવા પ્રમાણે એવી માન્યતા છે કે આપણે આપણા હાથની હથેલીઓમાં દૈવીય શક્તિઓ નિવાસ કરતી હોય છે.

આ કારણે જ આપણે સવાર-સવારમાં ઊઠતાની સાથે જ સૌથી પહેલા પોતાની હથેળીઓના દર્શન કરવા જોઈએ. બંને હાથોને ભેગા કરીને તેના દર્શન કર્યા પછી જ પથારી છોડવી જોઈએ.

આપણા હાથના આગળના ભાગમાં(આંગળીઓ તરફ) લક્ષ્મી, મધ્યભાગમાં સરસ્વતી અને નીચેના ભાગમાં નારાયણ અર્થાત વિષ્ણુ ભગવાન વાસ કરે છે. સવાર-સવારમાં હાથોના દર્શાન કરવાથી આ ત્રણેય શક્તિઓના દર્શાનનું પુષ્ય મળે છે. સવારે હથેળીઓનું દર્શન કરવા પાછળ એ જ સંદેશ છે કે આપણે પરમાત્મા પાસેથી પોતાના કામમાં પવિત્રતા અને શક્તિના કામના કરીએ છીએ. સંસારનો બધો જ વૈભવ, શિક્ષા, પરાક્રમ આપણને હાથ દ્વારા જ પ્રાપ્ત થાય છે. એટલે હાથમાં લક્ષ્મી, સરસ્વતી અને વિષ્ણુ ત્રણેયનો વાસ માનવામાં આવે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી