નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એક બેચારા, મેઇલ્સ કે બોજ કા મારા

ટેક્નોલોજી ખરેખર તો આપણા જીવનને વધુ સરળ અને સહજ બનાવવા માટે હોવી જોઈએ, પણ થાય છે તેનાથી ઊંધું. ટેક્નોલોજીનો ઓવરયૂઝ અને પરિણામે થતો ઓવરડોઝ જાળ એટલે કે નેટને જંજાળ બનાવી દે છે.જેમ રવિવારની સવારે અખબાર સાથે ઘરમાં ફરફરિયાંનો ઢગલો થઈ પડે છે એમ ઇમેઇલના ઇનબોક્સમાં પણ રોજેરોજ જાતભાતના ઇમેઇલ્સનો ખડકલો થતો રહે છે.

એમાંથી આપણા કામના ઇમેઇલ્સ ગણતરીના જ હોય, બાકીના, કાં તો નજર નાખીને ડિલીટ કરવાના હોય અથવા એટલીય તસ્દી લીધા વિના ટ્રેશમાં નાખવા જેવા હોય. હવે મોટા ભાગે આપણી ઇમેઇલ સર્વિસ, પછી તે જીમેઇલ હોય, યાહૂ-હોટમેઇલ હોય કે બીજી કોઈ, સ્પામ ફિલ્ટરની તો ઠીકઠીક સારી સગવડ આપતી હોય છે, પણ હવેના ઇમેઇલ સ્પેમર્સ (એટલે કે સાદા શબ્દોમાં ઇલેકટ્રોનિક ફરફરિયાં મોકલનારા) એટલા સ્માર્ટ થઈ ગયા છે કે તે ઇમેઇલ સર્વિસના ફિલ્ટરમાંથી છટકીને આપણા ઇનબોક્સમાં ઘૂસી જાય છે.

વાત માત્ર સ્પામની નથી. બેંક, મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ મોલમાંથી આપણે મરજીથી લીધેલું કે પરાણે વળગેલું કાર્ડ વગેરે વગેરેમાં આપણે જાણે-અજાણે ઇમેઇલ એડ્રેસ આપી દઈએ એટલે એ બધામાંથી ઇમેલ્સનો જોઈતો-વણજોઇતો પ્રવાહ શરૂ થઈ જાય એ અલગ. તકલીફ એ જ હોય કે મ્યુચ્યુઅલ ફંડમાંથી આપણા એકાઉન્ટને લગતી માહિતીના મેઇલ્સ પણ આવે અને ફંડની જાહેરાતના મેઇલ્સ પણ આવે.

મેઇલ્સના આ ગંજાવર ખડકલાને ઓર્ગેનાઇઝ કરવો કેવી રીતે? પહેલો ઉપાય છે ફિલ્ટર સેટ કરવાનો. લગભગ બધી ઇમેઇલ સર્વિસમાં ફિલ્ટરની સગવડ હોય છે. જેમાં તમે ચોક્કસ એડ્રેસ પરથી આવતા મેઇલ્સને ચોક્કસ ફોલ્ડરમાં મોકલવાની તજવીજ કરી શકો છો. જીમેઇલ સિવાયની બધી સર્વિસમાં મોટા ભાગે ફિકસ્ડ ફોલ્ડરની વ્યવસ્થા હોય છે, જેમાં એક મેઇલને તમે ફક્ત એક જ ફોલ્ડરમાં નાખી શકો.

એટલે, તમે તમારા મોબાઇલનાં બિલ ઓનલાઇન મેળવતા હો તો એ મેઇલને તમે બિલના ફોલ્ડરમાં મોકલી શકો, પણ ટુ-ડુનું એક ફોલ્ડર પણ બનાવ્યું હોય, જેમાં તમે જે ઇમેઇલ પર એકશન લેવાનાં હોય તેવા મેઇલ્સ મોકલતા હો, તો સાદી રીતે જોઈએ તો મોબાઇલના બિલને બિલનું ફોલ્ડર અને ટુ-ડુનું ફોલ્ડર બંને લાગુ પડે બેમાંથી તમે કયા ફોલ્ડરમાં તેને મોકલો? વાત ગૂંચવાડાભરી લાગે છે? કદાચ એટલે જ જીમેઇલમાં ફોલ્ડરને બદલે લેબલ્સ છે. એક મેઇલને તમે બે-ત્રણ કે જેટલાં ચાહો તેટલાં લેબલ લગાવી શકો. પછી જે રીતે તમે મેઇલ સોર્ટ કરવા માગતા હો એ રીતે કરી શકો. પછી ફિલ્ટર સેટ કરવાનું કામ થોડું સહેલું બની જાય.

જો કે આ બધામાં અંતે વાત એ આવે છે કે આપણે કાળજીપૂર્વક, આગોતરું આયોજન કરીને ફિલ્ટર સેટ કરવાં પડે. હવે કામનાં ને નકામાં ફરફરિયાં તો કોઈ આયોજનને અનુસરતાં નથી. તો શું કરવું?એ માટે એક સહેલો ઉપાય છે અધરઇનબોક્સ (www.otherinbox.com) નામની એક મફત સર્વિસને શરણે જવાનો. આ સર્વિસ અત્યારે જીમેઇલ અને યાહૂ મેઇલ માટે અમલમાં છે.

સાઇટ પર જાઓ, તેની પ્રાઇવસી પોલિસી જોઇ સમજી, તમને ભરોસો પડે તો તમારા એકાઉન્ટની વિગતો આપશો તો આ સર્વિસ તેના કામે લાગી જશે અને તેના સ્માર્ટ લોજિકથી, તમારા કામના અને ન કામના મેઇલ્સને અલગ તારવી આપશે. બલ્ક ઇમેઇલર્સને તેમના ઇમેઇલ આઇડી પરથી ઓળખીને આ સર્વિસ તેમને બેન્કિંગ, શોપિંગ વગેરે વગેરે અલગ અલગ કેટેગરીમાં વહેંચી નાખે છે. તેમ, તમે ઇચ્છો તો રોજેરોજ તમારા એકાઉન્ટની એક સમરી પણ તમને મોકલી આપે છે.

શરૂઆતમાં આ બધું કામ ઇમેઇલ ડાઇરેકટ ડિલીટ કરી નાખવા કરતાં થોડું વધુ જંજાળભયુઁ લાગશે, પણ આદત કેળવાશે અને આ સર્વિસને તમારી પર આવતા મેઇલ્સની પેટનe સમજાતી જશે તેમ તેમ તમારું મેઇલબોક્સ કલટરફ્રી બનતું જશે.

અલબત્ત, સૌથી પહેલાં લખ્યું તેમ આ ટેક્નોલોજી પણ આપણું કામ સહેલું બનાવવા માટે છે. તમારા પર વધુ પડતા મેઇલ્સ આવતા હોય તો જ આમાં ઝંપલાવજો, બાકી ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ડિલીટ કરીશું ઇમેઇલ્સ’ એમ ગણગણતાં જુની ઢબથી કામકાજ ચાલુ રાખજો.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!